રુવાંટીવાળું પ્રાણી સમજીને જેની છેડ છાડ કરી તેની અસલિયત સામે આવી તો ઉડી ગયા હોશ, જુઓ આ વિડીયો…

59

જીવ માત્રમાં દયાભાવ રાખવો જોઈએ. આપણને જો કઈ વાગે તો દર્દ થાય દુ;ખ થાય તેમ અન્ય જીવ માત્રને પણ દુ:ખ દર્દ થાય. આપણને કોઈ છેડછાડ કરે કે ચીંટીયો ભરે તો આપણા મગજની કમાન છટકી જાય તેમ અન્ય જીવ માત્રને પણ અસર થાય છે. કોઈનો ચહેરો જોઇને તમે અનુમાન કરી ન શકો કે તે વ્યક્તિ ગુસ્સાવાળી છે કે માસુમ, શાંત-પ્રિય. આ નિયમ પ્રાણીને પણ લાગુ પડે છે. હાથી કદાવર પ્રાણી છે પણ મોટા ભાગે મગજથી શાંત છે. જ્યારે દીપડો દેખાવમાં નાનો છે પણ દગાખોર પ્રાણી છે. દીપડાની છેડછાડ ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. તો ચાલો આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ.

૧.) સુતેલા પ્રાણીને છંછેડવાની સજા.

એ સમય ખરેખર ખુબજ ડરામણો હતો જ્યારે મેક્સિકોના એક વિસ્તારમાં આંટા ફેરા કરતીબે વ્યક્તિએ એક ગુફામાં ડોળીયા કરતા મોટા પ્રાણીને જોઇને તેને ઓળખવા માટે અને ગુફાથી દુર કરવા માટે લાકડીથી ઘુસ્તાવ્યું. પણ જોત જોતામાં ત્યાંથી હજારોની સંખ્યામાં વિશાળકાય કરોળિયાની કળી પડ્યા. હકીકતમાં આ બંને વ્યક્તિ જેને એક માસુમ પ્રાણી સમજીને લાકડીથી છેડછાડ કરી હતી તે કોઈ પ્રાણી નહિ પણ વિશાળકાય કરોળિયાનું ઝાળું વેબ હતું. તેમને આ ઘટનાનું વિડીયો શુટિંગ ઉતારી લીધું. આ વિડીયોને તેમને સોશ્યલ મીડિયામાં ટ્વીટર પર મુક્યો. જોત જોતામાં આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાંતે બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિએ પોતાના સ્માર્ટ મોબાઈલ ફોનમાં આ ઘટનાનું વિડીયો રેકોર્ડીંગ કરી લીધું હતું.

૨.) તે ઘટનાનું દ્રશ્ય કંઇક આ મુજબનું જોવામાં આવતું હતું.

આ વિડીયોમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને એમ કહેતી સાંભળવા મળે છે કે હું નથી જાણતો કે આ શું છે ? પણ લાગે છે કે તે કોઈ વાળથી ભરપૂર રુવાંટીવાળું નિર્દોષપ્રાણી જણાય છે. કદાચ તે પ્રાણી સુતું હોય તેમ લાગે છે. આમ સમજી તે પ્રાણીને લાકડાની સ્ટીક વડે તે છંછેડે છે. લાકડીની સ્ટીક વડે છંછેડ્યા બાદ વિશાળકાય કરોળિયાને બહાર આવતા જોઈ બંને આઘાતમાં સારી પડ્યા. થોડા સમય સુધી તો બંને આ દ્રશ્યને જોતા જ રહ્યા. પણ બે ચાર આઠ દસ વીસ પચ્ચીસ નહિ પણ હજારોની સંખ્યામાં વિશાળકાય કરોળિયા નીકળવા લાગતા તે બંનેએ ત્યાંથી ભાગવા માટે મજબુર થવું પડ્યું.

૩.) કરોળીયાની એક ખાસ પ્રજાતિ.

ડેઈલી મેલના જણાવ્યા મુજબ આ વિડીયો રાડા એમસીના નામથી સોશ્યલ મીડિયામાં ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વધારામાં જણાવ્યું કે મેક્સિકોના સોનોરા રાજ્યમાં અલામોસ ગામની નજીક એક જંગલી વિસ્તારમાં રખડતા આબંને વ્યક્તિએ આ અનોખા અનેવિચિત્ર પ્રકારના લાગતા આજીવને જોયો હતો. તેમને લાગ્યું કે આ કોઈ વાળથી ભરપૂર રુવાંટીવાળું નિર્દોષ પ્રાણી છે. જેથી તેની સળી કરી. પણ પરિણામ કંઇક જુદું જ જોવા મળ્યું. પાછળથી ખબર પડી કે તોફોલ્સીડાઈપ્રજાતિના કરોળિયા હતા. તેને સેલર સ્પાઈડર અથવા ડેડી લાંગલેગ પણ કહેવામાં આવે છે. જો કે આ પ્રજાતિના કરોળિયા મનુષ્ય માટેહાનીકારક, કે નુકશાન કારક હોતા નથી. કારણ કે આ કરોળિયા ઝેરી હોતા નથી.

સોશ્યલ મીડિયા પર આ વિડીયોને જોઇને કેટલાયટ્વીટર યુજર્સલોકોએઅલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી. અમુક લોકોએ જણાવ્યું કે આ તો એક દુર્ધટના હતી. જ્યારે અમુક લોકોએ ભારપૂર્વક કહ્યું કે, પ્રાણીનેખોટી હરકતથી છેડવાની અને આનંદ લુટવાની સજા છે. પણ વિડીયો જોઇને દરેક લોકોએ ડરવાની વાતનો ચોક્કસ સ્વીકાર કર્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment