રોઝા રાખતા એક મુસલમાન યુવકે એક હિન્દુનો જીવ બચાવવા માટે પોતાનું રોઝું તોડી નાખ્યું, જાણો આ હકીકત ઘટના…

36

રમઝાનના એક પાક મહિનાની આ વાત છે. રમઝાન માસમાં મુસ્લિમ લોકો વિશ્વ ભરમાં રોઝા રાખે છે. રમઝાન માસમાં રોઝાના દિવસ દરમ્યાન મુસ્લિમ બિરાદરો સવારના સૂર્યોદયથી સાંજના સૂર્યાસ્ત સુધી મોઢામાં અન્નનો દાણો નાખતા નથી મતલબ કે કશું જ ખાતા નથી કે પાણી પણ પિતા નથી. ઇવન ત્યાં સુધી કે થુંકને પણ ગળાની નીચે ઉતારતા નથી. આમ દિવસ દરમ્યાન ખાવા પીવાનું સદંતર બંધ. રોઝામાં મુસ્લિમ લોકોની એક પવિત્ર આસ્થા શ્રદ્ધાભક્તિ અલ્લાહ પ્રત્યેનું બંધન અને અતુટ વિશ્વાસ રહેલ છે. અને આ પવિત્ર શ્રદ્ધા કે આસ્થાને મુસ્લિમ લોકો કોઇપણ સંજોગોમાં ડગવા દેતા નથી કે ચલિત થવા દેતા નથી. અને તેથી જ આવી ખતરનાક ચામડી બાળી નાખતી પ્રબળ ગરમીમાં પણ અલ્લાહમાં રહેલ આસ્થાના જોરે પાણીના એક પણ બુંદને પીધા વિના દિવસ પસાર કરી શકે છે.

પરંતુ આજે અમે તમને એક એવી વાત કે સત્ય ઘટના બતાવવા જઈ રહ્યા છીએ કે, જેમાં રોઝા રાખનાર એક મુસ્લિમ ભાઈએ રોઝું તોડવાનો વખત આવ્યો. અને તે પણ એક હિંદુનો જીવ બચાવવા માટે. આ સત્ય ઘટના વાંચીને જાણીને તમારા દિલને પણ તે મુસ્લિમ બીરાદરને સલામ કરવાનું મન થશે. તો ચાલો જાણીએ શું છે આ સત્ય ઘટના.

આ સત્ય ઘટના ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનની છે. આ દહેરાદુનમાં એક મુસ્લિમ ભાઈએ પોતાનું પવિત્ર રોઝું તોડીને પણ એક હિંદુ યુવકનો જીવ બચાવ્યો હતો. મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર 20 વર્ષના એક હિંદુ યુવક અજય બીજલ્વાણની તબિયત અચાનક ખુબજ ખરાબ થવા લાગી. અજયના લીવરમાં ઇન્ફેકશન લાગી ગયું હતું. આ કારણથી તેને તાત્કાલિક સીધા હોસ્પીટલમાં લઇ જઈ ICUમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ અજયને તપાસીને કહ્યું કે આ દર્દીને તાત્કાલિક લોહી ચડાવવાની ખાસ જરૂર છે. કારણ કે તેના લીવરમાં ઇન્ફેકશન થવાનાં કારણે તેના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ખુબજ ઝડપથી ઘટી રહી છે.

આ હિંદુ યુવક અજય બીજલ્વાણની તબિયત અચાનક એટલી બધી સીરીયસ થવા લાગી જેથી ડોક્ટરોએ તાત્કાલીલ લોહીની વ્યવસ્થા કરવાનું જણાવ્યું. અને કહ્યું કે જો લોહીની વ્યવસ્થા તાત્કાલિક નહિ થાય તો આ પેશન્ટનો જીવ ગમે ત્યારે ચાલ્યો જવાની શક્યતાઓ રહેલી છે. પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે પેશન્ટ અજયનું બ્લડ ગ્રુપ A+ એટલે કે એ પોઝીટીવ હતું. જેથી તેને A+ આવી હાલત જોઇને તેના પિતા ખુબજ પરેશાન અને ચિંતિત થઇ રહ્યા હતા. ખુબજ મહેનત અને કોશિશ કરવા છતાં પણ A+ ગ્રુપનું બ્લડ ન મળ્યું ત્યારે કોઈકે તેમને સલાહ આપી કે સ્માર્ટ મોબાઈલ ફોન દ્વારા સોશ્યલ મીડિયા પર A+ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોવાની મદદ માંગવાનું જણાવ્યું. અજયના પિતાને આ વાત સાચી લાગી.

અજયના પિતાએ તુર્તજ સોશ્યલ મીડિયા પર હોસ્પીટલના નામ સરનામાં અને પોતાના મોબાઈલ નંબર સાથે પોતાના પુત્રને A+ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોવાની મદદ માંગતો સંદેશો વહેતો મુક્યો. આ સાથે તેમણે આ પોસ્ટને મોબાઈલમાં વોટ્સએપ પર પણ શેર કર્યો. અજયના પિતાએ મુકેલી આ પોસ્ટ આરીફખાન નામના મુસ્લિમ ભાઈએ પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર જોઈ, વાંચી. આ આરીફખાન “નેશનલ એસોસીએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટસ રાઈટ” નામની સંસ્થા ચલાવે છે અને તે સંસ્થાના તે અધ્યક્ષ છે. આ સંદેશો વાચી આરીફ્ખાને તરતજ અજયના પિતાના દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો. અને અજયના પિતાને જણાવ્યું કે તેનું બ્લડ ગ્રુપ A+ ગ્રુપ છે અને હું લોહી આપવા માટે તૈયાર છું અને તાત્કાલિક તમે જણાવેલ હોસ્પીટલે આવું છું.

આરીફખાન તાત્કાલિક મોબાઈલમાં જણાવ્યા મુજબની હોસ્પીટલે પહોંચ્યો. આરીફ્ખાનને તપાસ્યા પછી ડોક્ટરોએ આરીફ્ખાનને કહ્યું કે તમારે લોહી આપતા પહેલા એનર્જી માટે કશુંક ખાવું જોઇશે જે લોહી આપતા પહેલા ખાસ જરૂરી ગણવામાં આવે છે. પણ આરીફખાનને રમજાન મહિનો ચાલુ હોઈ રોઝા ચાલુ હતા. જેથી તેમણે ડોકટરોને વિનંતી કરી કે કઈ પણ ખાધા વગર તમે મારું બ્લડ લઇ લો. પરંતુ ડોક્ટરોએ તેને કંઈપણ ખાધા પીધા વગર ડોકટરીના નિયમ મુજબ બ્લડ આપવાની પરમીશન ન આપી. ડોક્ટરની આ વાત સાંભળી અને સમયની કિંમતને પારખી ધર્મ કરતા ઈન્સાનિયત, માનવતા સર્વોપરી માની ઈન્સાનિયત માટે કામ કરવાનું બહેતર લાગ્યું. જેથી આરીફે ડોકટરે આપેલ હળવો નાસ્તો કર્યો. અને ત્યારબાદ તેના બ્લડ ડોનેટની પ્રક્રિયા ડોકટરો દ્વારા શરૂ કરવામાં આવી. અને એક હિંદુ યુવક અજય બીજલ્વાણની જીંદગી એક મુસ્લિમભાઈની ઇન્સાનીયાતથી બચી ગઈ.

વિશ્વની કોઇપણ વ્યક્તિ જયારે જન્મે છે ત્યારે તે ફક્ત ઇન્સાન મનુષ્ય હોય છે. જ્ઞાતિ જાતિના ભેદ્ભાવતો આપણે પાડ્યા છે. બાકી દરેક મનુષ્યના શરીરમાં લોહી તો એક સરખું વહે છે. જો આમ ન હોત તો એક હિંદુ યુવકના શરીરમાં મુસ્લિમ યુવકનું લોહી લાગે કઈ રીતે ? જો મુસ્લિમ બિરાદર આરીફ્ખાનની માફક દરેક મનુષ્ય વિચારે અને અનુસરે તો આંતકવાદ તો શું પણ કોઇપણ જાતના દુ:ખ દર્દ ન રહે અને ભાઈચારી ભાવના વધી જાય. જેમ પક્ષીઓને મંદિર કે મસ્જીદ વચ્ચે ભેદ ભાવ કે નફરત નથી તેમ વિશ્વના દરેક મનુષ્યે વિચારવું જોઈએ અને સમજવું જોઈએ કે પહેલા તે ઇન્સાન છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment