ત્રણ મહિનાની દીકરીનો ચહેરો પણ ન જોઈ શક્યા પુલવામા થયેલા શહીદ રોહિતાશ… ઓમ શાંતિ…

41

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં રાજસ્થાનના રહેવાવાળા જવાન રોહિતાસ લાંબા પણ શહીદ થઇ ગયા છે. તેના ઘરમાં માતમ પ્રશ્રાયેલું છે. જાણવામાં આવી રહ્યું છે કે, અંદાજે એક વર્ષ પહેલા રોહિતાસ લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્રણ મહિના પહેલા જ તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો.

તેના એક નજીકના દોસ્તે બતાવ્યું કે દીકરીને જોવા માટે રોહિતાસ હોળી પર ઘર આવવાના હતા, પણ એની પહેલા જ પુલવામામાં થયેલો આતંકી હુમલામાં તે શહીદ થઇ ગયા. તેની શહિદની ખબર સાંભળતાજ ઘરમાં જ નહિ પણ આખા ગામમાં શોકનો માહોલ ફેલાય ગયો છે.

તેના દોસ્તે બતાવ્યું કે ઘરમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે શ્રીનગરથી આવેલા એક ફોનથી રોહિતાસનાં ઘરમાં માતમ પ્રસરી ગયું. ફોન પર સીઆરપીએફના મેજરે ઘરવાળાઓને શહીદ થવાની ખબર આપી તો તેને સાંભળીને સૌ કોઈના  હોશ ઉડી ગયા.

રોહિતાસના ભાઈ જીતેન્દ્ર (જીતુ) લાંબાની તો તબિયત બગડી ગઈ. આસપાસના લોકોને ગામના દીકરાની શહીદની ખબર સાંભળી તો બધા એકઠાં થઇ ગયા.

આખું ગામ રાતભર જાગતું રહ્યું. ગામમાં અલગ અલગ જગ્યાએ લોકો સામે બેઠા રહ્યા અને રોહિતાસની શહીદ થયા, તેની બહાદુરીની ચર્ચા કરતા રહ્યા. નોંધપાત્ર છે કે જમ્મુ કશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે જવાનો પર મોટો આતંકી હુમલો થયો. જેમાં 40 જવાન શહીદ થઇ ગયા.

જણાવવામાં આવી રહ્યું છે કે 2500 જવાનોનો કાફલો પુલવામાં જીલ્લમાં શ્રીનગર જમ્મૂ રાજમાર્ગથી પસાર થઇ રહ્યો હતો. તેની વચ્ચે વિસ્ફોટકથી ભરેલી કાર બસમાં આવી ઘુસી ગઈ અને વિસ્ફોટમાં 40 જવાનો મૃત્યુ પામ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment