પાપા રોહિત શર્માની મેચ જોવા સ્ટેડિયમ પહોચી નાની “સમાયરા”, “માં” ની ગોદમાં આવી રેતે બેઠેલી નજર આવી…

13

ઇન્ડિયન ટી 20 લીગમાં મુંબઈની કમાન સાંભળવાવાળા ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માની દીકરી સમાયરાનો એક ફોટો ખુબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં લગભગ ત્રણ મહિનાની દીકરી સમાયરા પોતાની માંના ગોદમાં બેઠેલી જોવા મળે છે.

ટ્વીટર ઉપરાંત ઇન્સટાગ્રામ અને ફેસબુક પર ખુબ જ વાયરલ થઇ રહેલો આ ફોટો મુંબઈના વાનખેડે સ્તેદીયમનો છે. જ્યાં ઇન્ડિયન ટી 20 લીગના ત્રીજા મુકાબલામાં મુંબઈ અને દિલ્લી આમે સામે હતી. આ ફોટામાં માં ઋતિકાનો સ્નેહ અને દીકરી સમાયરાનું ભોળપણ ફેન્સનું દિલ જીતી રહ્યું છે.

દિલચસ્પ વાત એ છે કે મુંબઈ ફ્રેન્ચાઇઝીએ સમાયરા માટે એક જર્સી પણ બનાવી છે. ફ્રેન્ચાઇઝીએ પોતાના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર ફોટો પોસ્ટ કર્યો હતો.

તે પહેલા શુક્રવારે ખુદ રોહિત શર્માએ સોશ્યલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જ્યાં આ ધાકડ બેટ્સમેન ફિલ્મ ગલી બોયના ગીત સાથે દીકરી પર પ્રેમ વરસાવી રહ્યા હતા. આ વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

યાદ હોય તો રોહિત ડીસેમ્બર 2015માં ઋતિકા સાથે લગ્નમાં બંધાયા હતા અને 31 ડીસેમ્બર 2018એ પિતા બન્યા. દીકરીના જન્મ બાદ રોહિત ઓસ્ટ્રેલીયાથી મુંબઈ પાછા આવી ગયા હતા. જયારે ૩ જાન્યુઆરીએ સિડનીમાં રમાયેલા છેલ્લા અને અંતિમ નિર્ણાયક સિડની ટેસ્ટથી બહાર રહ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment