રીક્ષામાં ફરી રહી છે “દીપિકા પદુકોણ” એ પણ પહેરવેશ બદલીને, ફેંસ પણ નથી ઓળખી શકતા…

32

દીપિકા પદુકોણ વીતેલા થોડાક દિવસોથી દિલ્લીમાં જાહેરમાં ફરી રહી છે. ખાસ વાત તો એ છે કે દીપિકાને જોઇને કોઈ ઓળખી જ નથી શકતું. હવે તમે વિચારી રહ્યા હશો કે બોલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસને ઓળખવી લોકો માટે અઘરું કેમ થઇ રહ્યું છે. તો જનાબ તેની પાછળ દીપિકાની આવનારી ફિલ્મ છપાક છે. ‘છપાક’ ના સેટ પર દીપિકાનો એક વિડીયો સામે આવ્યો  છે જેમાં દીપિકા રીક્ષામાં મુસાફરી કરતી જોવા મળી.

‘છપાક’ ના સેટથી આ વિડીયો પ્રખ્યાત ફોટોગ્રાફર માનવ મંગલાનીએ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ વિડીયોમાં દીપિકા રીક્ષામાંથી ઉતરતી જોવા મળે છે. વિડીયોમાં દીપિકા સામાન્ય ડ્રેસમાં જોવા મળી રહી છે. આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. એજ દરમિયાન એવી જાણકારી આવી રહી છે કે ‘છપાક’ ફિલ્મની શુટિંગમાં વ્યસ્ત દીપિકા પદુકોણની દિલ્લીની ગરમીએ ખરાબ હાલત કરી નાખી છે.કહેવામાં આવે છે કે આ ગરમીથી બચવા માટે દીપિકા દેશી ટુચકાઓ અપનાવી રહી છે.

મીડિયા રીપોર્ટ મુજબ દીપિકાએ ગરમીથી બચવા માટે પોતાની ડાયટમાં ફેરફાર કર્યા છે. જાણકારી મુજબ દીપિકા પદુકોણે પોતાના ડાયટમાં સત્તુને શામેલ કરી દીધું છે. સત્તુ શરીરને હાઈટ્રેડ કરવામાં સૌથી સારું છે.તેમજ શરીરને ઠંડુ રાખે છે. લગ્ન પછી ‘છપાક’ દીપિકાની પહેલી ફિલ્મ છે.

આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલજાર કરી રહી  છે. મેઘના ગુલજારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ‘છપાક’ થી લક્ષ્મી અગ્રવાલ સતત ચર્ચામાં છે. લક્ષ્મી અગ્રવાલ પર એજ એસીડ પીડિતા છે જેના પર છપાક ફિલ્મ આધારિત છે. ૨૨ એપ્રિલ ૨૦૦૫ એ જયારે લક્ષ્મી અગ્રવાલ ૧૫ વર્ષની હતી ત્યારે એક યુવકે તેના પર એસીડ ફેક્યું હતું. યુવક ઈચ્છતો હતો કે લક્ષ્મી તેના લગ્નના પ્રસ્તાવ સ્વીકારી લે પરંતુ તેમની ના પાડવાથી ચેહરા પર એસીડ ફેકી દીધું.

તમને જણાવી દઈએ કે, લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર આધારિત ‘છપાક’ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ માં રિલીજ થશે. ‘છપાક’ ફિલ્મને ફોકસ સ્ટાર દીપિકા પદુકોણનો ‘કેએ એન્ટરટેનમેન્ટ’ અને મેઘના ગુલજાર મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેની પહેલા દીપીકા પદુકોણ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાની સાથે રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને સારો અભિપ્રાય મળ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment