50 કરોડની એકસાથે ખરીદી 6 મોંઘીદાટ રોલ્સ રોયસ કાર, CEO પોતે ચાવી આપવા આવ્યા…

67

દુનિયાની સૌથી મોંઘી કારોમાંની એક રોલ્સ-રોયસ કારને માનવામાં આવે છે. તેને ખરીદવીએ ખરેખર ગૌરવની વાત માનવામાં આવે છે. કારણ કે આ કાર ખરીદવા માટે માત્ર પૈસા હોવા જ જરૂરી નથી પણ એક સ્ટેટસ હોવું અનિવાર્ય છે. કંપની ગમે તેને આ કાર વેચતી નથી. પરંતુ બ્રિટનમાં રહેતા એક ભારતીય મૂળના વ્યાપારીએ તો કંઈક એવું કરી બતાવ્યું છે કે જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. આ વ્યક્તિનું નામ છે રૂબેન સિંહ, જેમણે એક નહીં પણ 6 મોંઘીદાટ રોલ્સ-રોયસ કાર એકસાથે ખરીદી છે. એટલું જ નહીં આ સાથે જ તેમની પાસેનો રોલ્સ-રોયસ કારના કાફલાનો આંક 15નો થઈ ગયો છે.

રૂબેને સિંહે આ રોલ્સ-રોયસ ૬ કાર ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. અને આમાં લક્ઝરી ૩ ફેંટમ સેડાનનો સમાવેશ થાય છે. હમણાજ લોંચ થયેલી એસયૂવી કલિનનો પણ તેમાં સમાવેશ થાઈ છે. તેમની આ નવી કારોના ફોટાઓ સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી ધૂમ મચાવી રહ્યાં છે. રૂબેન સિંહ ગયા વર્ષે ચર્ચામાં આવ્યા હતાં. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ રોલ્સ-રોયસ કારના સાત દિવસ સુધી ફોટાઓ શેર કર્યા હતા.

રૂબેન સિંહે પોતાની આ 6 નવી લક્ઝરી ગાડીઓના કલેક્શનને Jewels collection by Singh નામ રાખ્યું છે. રૂબેન સિંહની આ ગાડીઓનો રંગ માણિક, પન્ના અને નીલમથી પ્રભાવીત છે. એટલા માટે તેની Jewels એટલે કે ઘરણું નામ આપવામાં આવ્યું છે. પણ રૂબેલ સિંહનું કહેવું એમ છે કે તે આટલાથી જ સંતુષ્ઠ નથી. આપણામાં હંમેશાં કંઈક ને કઈક હાસિલ કરવાની ભુખ હોવી જોઈએ.

રૂબેન સિંહ બ્લેયર સરકારમાં નાના વ્યાપારીઓ અને પ્રતિસ્પર્ધી પરિષદમાં સલાહકારના સભ્ય પણ રહી ચુક્યા છે. એટલા માટે રૂબેન સિંહને “બ્રિટનના બિલ ગેટ્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું જ નહિ તેઓ બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર સાથે કામ પણ કરી ચૂકયા છે.

રૂબેન સિંહ પાસે રોલ્સ રોયસ સિવાય બુગાડી વેરૉનમ પોર્શ ૯૧૮ સ્પાઈડર, લેમ્બોર્ગિની, પગાની હુયરા, હુરાકન અને ફેરારી એફ 12 બર્લિનટાટા ક્લાસની જેવી મોંઘી મોંઘી અને લક્ઝરી ગાડીઓ પણ છે.

આશ્ચર્યજનક વાત એ છે કે રૂબેન સિંહે આ રોલ્સ-રોયસ કાર એકસાથે ખરીદી ત્યારે રોલ્સ રોયસ કંપનીના સીઈઓ ટોર્સ્ટન મુલર એટવોસ પોતે કારની ચાવીઓ આપવા આવ્યા હતાં. રોલ્સ-રોયસની એસયૂવી કલીનનને થોડા સમય પહેલા જ ભારતમાં લોંચ કરવામાં આવી છે. જેની કિંમત ૬.૯૫ કરોડ રૂપિયા છે.

રૂબેન સિંહ એક કૉલ સેંટર કંપની “ઑલડેપીએ” અને પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ “ઈશર કેપિટલ”ના સીઈઓ છે. સાથે તેઓ નેશનલ લિવિંગ વેજના એડવોકેટ પણ છે. કેનેડામાં રૂબેન સિંહનો જન્મ થયો હતો. અને તેમના પૂર્વજો ભારતીય છે. કેનેડામાં રૂબેન સિંહના પિતા ઈમ્પોર્ટનો બીઝનેસ કરતા હતાં. ૧૯૭૦ના દાયકામાં તેમનો પરિવાર લંડન શિફ્ટ થઈ ગયો હતો

રૂબેન સિંહે પહેલો બિઝનેશ એક રિટેલ ચેન ‘મિસ એટિટ્યૂટ’ના નામે શરૂ કર્યો હતો. તેમનો પહેલો સ્ટોર ૧૯૯૫ માં ખોલ્યો હતો. અને થોડા જ વર્ષોમાં બ્રિટનમાં તેમણે ૧૦૦ થી પણ વધારે સ્ટોર ખુલી ગયા હતાં. ૧૯૯૯ માં તેમણે આ બીઝનેસ બીજી કંપનીને વેચી નાખ્યો હતો. અને તેની એ ડીલ વતી તેમને ૨૨ મિલિયન યૂરો મળ્યાં હતાં.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment