ગણતંત્ર દિવસ ૨૦૧૯ તિરંગાનું અપમાન કર્યું તો થશે જેલ, જાણો શું છે નિયમ

47

ભારત આજે પોતાનો 70 મો પ્રજાસત્તાક દિવસ ઉજવે છે. આજ દિવસે ૧૯૫૦માં દેશનું બંધારણ લાગુ થયું હતું. ભારતની આન બાન અને શાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાના અમુક નિયમ છે જેને ગૃહમંત્રાલય નક્કી કરેલ છે. ઘણા લોકો આ વાતથી અજાણ હશે કે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવાના અમુક નિયમ છે જેનું પાલન કરવું જરૂરી છે.

ગૃહમંત્રાલયે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા જણાવ્યા છે, જેમાં રાષ્ટ્રીય ધ્વજને ઉપયોગ કરવાના અમુક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. તિરંગો ફરકાવાના તમામ નિયમ અને કાયદા, ઔપચારિકતાઓ અને સૂચનોને એક સાથે ‘ભારતીય ધ્વજ કોડ-૨૦૦૨’ માં એકીકૃત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય ધ્વજ માટે આપેલ આચાર સંહિતાનું પાલન કરવું આપણા બધાનું કર્તવ્ય છે. હાથમાં તિરંગો લેતા પહેલા તમારે આનું માન કેવીરીતે રાખવાનું છે એ પણ ખબર હોવી જોઈએ. તમે પણ આ નિયમો જાણી લો નહીંતર તમારે જેલમાં જવું ન પડે.

રાષ્ટ્રીય ધ્વજને રાજ્યના સૈનિકો, કેન્દ્રના સૈનિકો, પોલીસ, સેના અને અર્ધસૈનિક બળોના શહીદ શરીરને લપેટવા ઉપયોગ કરી શકાય છે. સજાવટ માટે તમે તિરંગાનો ઉપયોગ કરી શકતા નથી. સાથે જ આનો કોઈ અન્ય ઉપયોગ પણ કરી શકાય નહિ.

તિરંગાને કોઈ ગાડી અથવા વાહન, ટ્રેન અથવા બોટને ઢાંકવા માટે ઉપયોગ કરી શકાય નહિ. તિરંગાને કોઈ પરદા અથવા ઘરના કોઈ અન્ય કામ માટે ઉપયોગમાં લઇ શકાય નહિ. રાષ્ટ્રીય ધ્વજ પર કોઈપણ પ્રકારનું પ્રિન્ટ અથવા લખાણ કરવાની મનાઈ છે.

આને કોઈ પણ પ્રકારની એડવરટાઈઝમાં ઉપયોગ કરી શકાતો નથી. તમે તમારા કોપી અથવા કોઈપણ વસ્તુમાં તિરંગાનો કવર રૂપે ઉપયોગ કરી શકતા નથી. તિરંગાને ફરકાવાની પ્રક્રિયા દરમ્યાન ત્યાં રહેલા બધાનું મોઢું તિરંગા તરફ કરીને સાવધાનની સ્થિતિમાં ઉભું રહેવું પડશે.

જે પણ યુનિફોર્મમાં હશે એમને તિરંગાને સલામી આપવી પડશે. તિરંગા ફરકાવનારને ટોપી વગર તિરંગાને સેલ્યુટ કરવું પડશે. તિરંગો ક્યારેય પણ જમીન પર ન હોવો જોઈએ. તિરંગાને ઉન્ધો પકડવો નહિ અને ફરકાવો પણ નહિ. તિરંગા પર કોઈપણ પ્રકારનું લખાણ લખવાની મનાઈ છે.

તિરંગાનું અપમાન કોઈપણ સ્થિતિમાં ન થવું જોઈએ. તિરંગાનો કોઈપણ ભાગ ફાટેલ ન હોવો જોઈએ. કોઈપણ બીજા જંડો અથવા સાઈનવાળો બોર્ડને રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગાથી ઉપર અથવા એનાથી ઉંચો અથવા સરખો રાખી શકાતો નથી. અને ફૂલ, માળા, પ્રતિક અથવા અન્ય કોઈ વસ્તુ એમના ધ્વજ દંડ પર રાખી શકાતી નથી.

જ્યાં તિરંગો ખુલ્લામાં ફરકાવામાં આવી રહ્યો છે, ત્યાંનું વાતાવરણનું ધ્યાન રાખો તિરંગાને સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment