રેપ પછી જન્મેલા બાળક પર નથી હોતો “માં” નો હક, જાણો આ કાયદાથી જોડાયેલી ખાસ વાત..

27

તમે કદાચ આ સાંભળીને હેરાન થઇ શકો છો કે અમેરિકા જેવા દેશોમાં ઘણી જગ્યાએ કોઈક બળાત્કારીને રેપ પીડિતાના બાળકનો પિતા થવાનો હક આપવામાં આવે છે. હેરાન કરી નાખે એવી વાત તો એ પણ છે કે અમેરિકામાં દરેક વર્ષે લગભગ ૩૨ હજાર મહિલાઓ રેપના કારણે પ્રેગનેંટ થઈ જાય છે. અમેરિકાના ચાર રાજ્યોમાં એવો નિયમ છે, જેના લીધે બળાત્કારીને રેપથી થનારા બાળકનો અધિકાર આપવામાં આવે છે. ત્યાં સુધી કે જો માં બાળકને કોઈને દેવા માંગે તો પણ તેને રેપીસ્ટની પરવાનગી લેવી પડે છે.

ટીફનીની સ્ટોરી

ટીફની મિશિગનમાં રહે છે. માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં ટીફની સાથે બળાત્કાર થયો હતો અને તે પ્રેગનેંટ થઇ ગઈ હતી. હવે આ ઘટનાના ૧૦ વર્ષ પછી તે હંમેશા ડરેલી રહે છે કે ક્યાંક બળાત્કારી તેમના બાળકને મળવા ના આવી જાય. ટીફની જણાવે છે, “તેમની ભત્રીજીએ મને મેસેજ કર્યો છે કે તે પોતાના બાળકને જોવા માંગે છે અને એ પણ કહ્યું છે કે તેને મારી પાસેથી લઇ જશે. હું ડરી ગઈ.  મને ખબર ન હતી કે મારે તેને બાળકને મળાવું પડશે. મને ન્યાયધીશએ કહ્યું હતું કે તેની પાસે પેરેન્ટ્સ થવાનો અધિકાર છે.” છતાં પણ જ્યાં ટીફની રહેતી હતી, ત્યાના કાયદા મુજબ બલાત્કારીથી બાળકનો પિતા થવાનો અધિકાર પાછો લઇ શકાય છે.

પેરેન્ટ્સ થવાનો અધિકાર

પરંતુ તેના માટે તેમણે કોર્ટ જવું પડશે અને મોટી કીમત ચૂકવવી પડશે પણ ટીફનીને પોતાની લડાઈ લડવા માટે કાનૂની મદદ મળી ગઈ હતી. ત્યાંથી લગભગ ૧૬૦૦ કિલોમીટર દુર ફ્લોરીડામાં રહેવાવાળી આના લીનને પણ કાયદાનો સહારો લેવો પડ્યો હતો. તે પણ એક રેપ પીડિત છે. રેપ પછી થયેલા બાળકને જન્મ આપવા માટે તે ક્યાંક બીજે જતી રહી હતી પણ તેના રેપીસ્ટે તેમને ગોતીને પોતાની દીકરીને જોવાની માંગ કરી. ફ્લોરીડાના કાયદામાં આ પ્રકારની પરિસ્થિતિથી બચવા માટે કોઈ યુક્તિ નથી. આના લીનની બાબતમાં આ રાજ્યનો કાયદો બદલવો પડ્યો. હવે યૌન હમલા કરવાવાળાનો પેરેન્ટ્સ થવાનો અધિકાર પાછો લઇ શકાય છે, પરંતુ અમેરિકાના દરેક રાજ્યમાં કાયદા અલગ છે.

યૌન શોષણની સજા

ડેરવીન કહે છે, “મને જણાવવામાં આવ્યું છે કે હું કોર્ટ જઈને તેની પાસેથી બાળક સાથે સમય વિતાવવાનો હક માંગી શકું છું.” ડેરવીનને લાગે છે કે તેનાથી હક પાછો લેવાથી ખરાબ અસર પડશે. તે પૂછે છે, ”તમને લાગે છે એક બાળક સાથે સારું થશે કે કોઈ તેનાથી ફેસલાનો હક લઇ લે અને તેને જાણવામાં આવે કે તે પોતાના પિતાને નહિ મળી શકે કેમકે તેની માં એવું નથી ઈચ્છતી.”

યૌન પીડીતાઓનું શું ?

ડેરવીનએ જેનો બળાત્કાર કર્યો હતો, તેમણે ઓળખાણ છુપાવવા પાછળની શરતમાં જણાવ્યું કે તેમને એવા કોઈ નિયમ વિશે જાણકારી નથી. હવે તે કોર્ટ જઈને ડેરવીનના બધા અધિકાર છીનવી લેવાની તૈયારી કરી રહી છે. છતાં પણ તે એટલું સહેલું નથી. તે કહે છે, “મારી પાસે કાયદાકીય લડાઈ લડવા માટેના પૈસા તો નથી છ પણ હું લડીશ. હું એ બધુજ કરીશ જે મારા દીકરા માટે સારું હશે. પણ ડર લાગે છે આગળ શું થશે.” અમેરિકામાં જે રાજ્યોમાં રેપ અને તેની સાથે જોડાયેલા કાયદા સારા નથી અને જ્યાં રેપ પીડિતા પાસે પોતાને બચાવા માટેની કીમત ચૂકવવી પડે છે ત્યાં પ્રશ્ન ઘણા છે.

શું કહે છે અમેરિકાના કાયદા

અમેરિકન જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રીક્સ એન્ડ ગાઈનાકાર્લાજીના આકડા દર્શાવે છે કે ૧૨ થી ૪૫ વર્ષના ઉંમ્રની વચ્ચેની પાચ ટકા મહિલાઓ બળાત્કારના કારણે ગર્ભવતી થાય છે.

વર્ષ ૨૦૧૫માં ઓબામાં પ્રશાસને રેપ સરવાઇવર ચાઈલ્ડ કસ્ટડી એક્ટ કર્યો હતો. તેના લીધે અમેરિકા રાજ્યોને વધુ બજેટ આપવામાં આવ્યું તેથી રેપીસ્ટને બાળકના પિતા થવાનો હક દેવાની ના પાડવાવાળી રેપ પીડિતાને આર્થિક મદદ આપી શકાય. ૪૩ અમેરિકીના રાજ્યોમાં અને ડીસ્ટ્રીકટ ઓફ કોલંબિયામાં આં કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે, પરતું અલગ અલગ રાજ્યોમાં પોતપોતાની રીતે કાયદો લાગુ કર્યો છે. ડીસ્ટ્રીકટ ઓફ કોલંબીયા અને ૨૦ અમેરિકાના રાજ્યોમાં કોઈ પણ રેપીસ્ટને બાળકનો પિતા થવાનો હક ખતમ કરવા માટે તેને આ ગુનામાં દોષિત ઠહેરાવવો જરૂરી છે.

ટીકાકારોનું કહેવું છે કે આ બાબતમાં તે પીડીતાઓની સ્થિતિ ખરાબ થાય જાય છે, જે બાબતના લીધે તે અદાલતો સુધી પહોચી જ નથી શકતી. પરિસ્થિતિનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે સાત અમેરિકન રાજ્યોમાં એવો કોઈ કાયદો જ નથી જે રેપીસ્ટને બાળક પર હક જતાવવાથી રોકી શકતો હોય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment