રાવણ મૃત્યુ પહેલાં કરવા માંગતો હતો આ 7 કામ, કામ જો પૂર્ણ થઈ જાત તો પૃથ્વી પર જ હોત સ્વર્ગ, જાણો શું કામ કરવા માંગતો હતો રાવણ ?…

8

માતાજીના નવ નોરતા પછી દશેરાનો દિવસ આવે છે. આ દશેરાના દિવસને લોકો એક તહેવારના સ્વરૂપે મનાવે છે. દશેરાના તહેવારને લોકો અધર્મ પર ધર્મની જીતના સ્વરૂપે મનાવે છે. ધર્મ ગ્રંથોના આધારે દશેરાના દિવસે ભગવાન શ્રી રામે લંકા પતિ રાવણનો વધ કર્યો હતો. દેવતાઓને પણ પરાજિત કરનાર લંકા પતિ રાવણ મહાપંડિત અને મહાજ્ઞાની હતો. પણ લંકેશની સૌથી મોટી કમજોરી એ હતી કે તે પોતાના બળ અને જ્ઞાનના અહંકારમાં પોતાને ખુદને ભગવાન માનવા લાગ્યો હતો. જેથી ભગવાને કે ઈશ્વરે બનાવેલા નિયમોમાં ફેરફાર કરવા માંગતો હતો. જો રાવણ થોડાક વર્ષ વધારે જીવ્યો હોત તો તેમના અધૂરા રહેલા ૭ કામ તે પૂરા કરી લેત, તો વિશ્વ કૈંક અલગ જ હોત.

તો ચાલો, આજે અમે તમને જણાવીએ કે લંકા પતિ રાવણના ૭ અધૂરા રહેલા કામો ક્યાં હતા ?

૧.) પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવી

લંકેશની ઈચ્છા એવી હતી કે દરેક વ્યક્તિ પૃથ્વીથી સ્વર્ગમાં જઈ શકે. તે માટે લંકા પતિ રાવણે પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવાનું કામ પણ ચાલુ કરી દીધું હતું. પરંતુ જ્યાં સુધીમાં આ સીડી તૈયાર થાયતે પહેલા ભગવાન શ્રી રામના હાથે લંકેશનું મૃત્યુ થયું. આમ તેની પૃથ્વીથી સ્વર્ગ સુધી સીડી બનાવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.

૨.) સમુદ્રનાખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવું

લંકા પતિ રાવણનું બીજું સ્વપ્નું હતું સમુદ્રનાખારા પાણીને જીવ માત્રને પીવાલાયક મીઠું બનાવવું. લંકેશને ખબર હતી કે પૃથ્વી પર જીવમાત્રને પીવાલાયક પાણી પ્રમાણમાં ઘણું જ ઓછું છે. તેથી જો સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવામાં આવે તો જીવ માત્રને પીવાલાયક પાણીની સમસ્યા હંમેશને માટે ખત્મ થઇ જાય.

૩.) સોનાને સુગંધિત બનાવવું

રાવણનું અધૂરું રહી ગયેલ ત્રીજું કામ સોનાને સુગંધિત બનાવવાનું હતું. આનું મુખ્ય કારણ એ હતું કે લંકેશ સોનાનો શોખીન હતો. અલબત, એ કારણથી જ તેણે તેનીઆખી લંકા નગરી જ સોનાનીબનાવી હતી. રાવણની ઈચ્છા હતી કે જો સોનામાં સુગંધ આવી જાય તો સોનાને ગમે ત્યાં સુગંધ થી જાણી શકાય જેથીસોનું શોધવાનું સરળ બની જાય.

૪.) રંગભેદને ખત્મ કરવો

રાવણ પોતે ખુદ કાળો હતો. જેથી તે રંગભેદને ખત્મ કરવા માગતો હતો. લંકેશની ઈચ્છા હતી કે દરેક લોકો ગોરારૂપાળા દેખાય. જેથી કોઈ એક બીજાને રંગભેદ બાબતેમજાક મસ્તી ન કરે.

૫.) લોહીનો રંગ સફેદ બનાવવો

લંકેશ લોહીના રંગને લાલને બદલે સફેદ બનાવવા માંગતો હતો. કારણ કે તે લાલ રંગને અશુભ માનતો હતો. તદુપરાંત સફેદ લોહી હોય તો તેના દ્વારા કોઈનું ખૂન થાય તો તેના વિષે કોઈને ખબર ન પડે.

૬.) વાઇન એટલે કે દારૂને ગંધહીન બનાવવો

લંકા પતિ રાવણની એક ઈચ્છા એ પણ હતી કે દારૂને એટલે કે શરાબને ગંધહીન બનાવવો. આમ કરવાથી કોઇપણ વ્યક્તિ શરાબ વાઈનકે દારૂ આસાનીથી પી શકે. કારણ કે તે પીધા પછી તેના મુખમાંથી શરાબ વાઈન કે દારૂની સુગંધ જ ના આવે. જેથી દરેક લોકો તેનો આનંદ માણી શકે.

૭.) ભગવાનની પૂજા બંધ કરી લોકો તેની પૂજા કરે

લંકેશની એવી ઈચ્છા હતી કે સંસારના લોકો ભગવાનની પૂજા બંધ કરીનેલોકો તેની પૂજા કરે. પરંતુ ભગવાન શ્રી રામના હાથે માતાજીના નવ નોરતા બાદ દશમના દિવસે રાવણનો વધ થયો. રાવણ મૃત્યુ પામ્યો. જેથી તેના આ ૭ રંગીન સ્વપ્ના અધૂરા રહી ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment