રસ્તા વચ્ચે નાયગ્રા ધોધ પાસે મહિલાની કાર થઇ ખરાબ, પછી 3 યુવકોએ કર્યું આવું કામ….

118

સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા સમાચાર વાયરલ થતાં રહે છે, જેમાં આપણે બધા પ્રભાવિત થઈએ છીએ. જેમકે કોઈ કોઈની મદદ કરે છે તો આપણે બધા તેની પ્રસંશા કરીએ છીએ. પરંતુ અત્યારે અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ. એના વિશે જાણીને તમે ચોકી જશો. હવે તમે વિચારી રહ્યા હશો કે એવી કઈ ઘટના છે તો તમને જણાવી દઈએ કે એક મહિલાની કાર મોડી રાતે રસ્તા વચ્ચે ખરાબ થઇ ગઈ, જેના પછી ત્રણ યુવકોએ એ મહિલાની મદદ કરી.

વાત એમ છે કે, અમેરિકામાં નાયગ્રા ધોધ નજીક હાઈવે પર એક મહિલાની મોડી રાતે કાર ખરાબ થઇ ગઈ. એ દરમ્યાન ત્રણ છોકરાઓએ મળીને કારને ૮ કિલોમીટર ધક્કો મારીને મહિલાને ઘરે પહોંચાડી. મહિલાનું નામ સિરા રોબર્ટ છે. મહિલાએ આ ઘટનાની જાણકારી ફેસબુક પર પોસ્ટ દ્વારા શેર કરી.

મહિલાએ પોતાની પોસ્ટમાં ત્રણેય યુવકોનો આભાર માન્યો છે. સિરાએ જણાવ્યું કે લીકેજના કીઅરને એની નવી કાર મોડી રાતે હાઈવે પર બંધ થઇ ગઈ. મદદ માટે એમણે ઘણી ગાડીઓને રોકવા પ્રયત્ન કર્યો. પરંતુ કોઈએ પોતાની કાર રોકી નહિ. મહિલાએ જણાવ્યું કે આ દરમ્યાન એમની પાસે પૈસા પણ નહતા કે એ કોઈ ગાડીને ટો કરાવી શકે.

એ દરમ્યાન ત્રણ યુવકો જેમનું નામ એરોન મૈક્વલિન, બૈલી કૈંબેલ અને બિલી ટારબેટ ત્યાં પહોંચ્યા. ત્રણેય યુવક ડોનટ ખરીદવા જઈ રહ્યા હતા. ત્રણેય મહિલાની મદદ કરવા માટે આગળ આવ્યા. પહેલા ત્રણેય યુવકોએ કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર સ્ટાર્ટ થઇ શકી નહિ.

તેના પછી ત્રણેય યુવકોએ કારને ધક્કો મારવાનો નિર્ણય કર્યો. એના પછી ત્રણેયએ કારને ૮ કિલોમીટર ધક્કો મારીને મને ઘર સુધી પહોંચાડી. મહિલા દ્વારા ઘટનાને શેર કર્યા પછી લોકોએ ત્રણેય યુવકોના ખુબ જ વખાણ કર્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment