રસ્તાઓ પર ગાઉન ઉઠાવીને દોડવા લાગી દુલ્હનો, કારણ જાણીને તમે પણ દોડવા લાગશો…

39

પોતાના લગ્નના દિવસો બધા માટે ખાસ હોય છે અને તેને આ ક્ષણની આતુર્થાથી રાહ જોવે છે. આજ સુધી તમે દુલ્હનને લગ્નના દિવસે શરમાતા. સંકોચાયેલા, અને શાંત જ જોયા હશે, પણ આજે અમે તમને જે ખબર જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે હેરાન થઇ જશો.

અહિયાં બ્રાઇડલ ગાઉન અને દુલ્હનની રીતે સજેલી આ છોકરીઓ રસ્તા પર પર ખુબ ઝડપથી દોડે છે અને તેની સાથે સાથે તેના થવા વાળા પતિ પણ દોડી રહ્યા છે. કોઈ તેના દુલ્હનની સાથે તો કોઈ પાછળ દોડી રહ્યા છે. કોઈએ પોતાની દુલ્હનને ગોદમાં ઉપાડી લીધી છે કોઈએ ખભા પર. બેંકોકના રસ્તા પર જાણે દુલ્હનોનું પુર આવ્યું હોય.

બેંકોકના રસ્તા પર કઈક અલગ જ નજારો જોવા મળ્યો. બેંકોકમાં દર વર્ષે આવી અનોખી રેસ ‘running of the brides’ (રનિંગ ઓફ બ્રાઇડસ) નું આયોજન કરવામાં આવે છે. આ રેસમાં બ્રાઇડલ છોકરીઓ અને તેના પતિ ત્રણ કિલોમીટરની દોડ લગાવે છે. સાથે જ જીતવાવાળા જોડાને શાનદાર ગિફ્ટ પણ આપવામાં આવે છે.

આ વખતે રસ્તા પર 300 થી વધારે દુલ્હનો લગ્નના જોડામાં દોડ લગાવી રહી હતી. સફેદ ગાઉનમાં દુલ્હનો રેસ લગાવી રહી હતી. ટો તેની સાથે તેના થવાવાળા પતિ પણ શૂટ બુટમાં તેની સાથે દોડી રહ્યા છે. કોઈએ ટો પોતાની દુલ્હનને પીઠ પર ઉઠાવી રાખી છે તો કોઈ ગોદમાં. બધામાં એકબીજાને પછાડવાની હોડ લાગી હતી. વર્ષ 2014 માં આ રેસમાં 75 દુલ્હાનોએ શિરકત કરી હતી.

આ રેસમાં ૩ કિમીની રેસ પૂરી કરવાની હોય છે. આમાંથી શરૂઆતનો ૨ કિલોમીટરનો હિસ્સો શહેરના ઉપરી અને નીચલા વાડા ભાગમાં થઈને નીકળે છે. રેસના અંતિમ પડાવમાં દુલ્હાને પોતાની દુલ્હનને પીઠ પર ઉચકાવીને દોડ લગાવવાનો હોય છે. જે આ રેસને જીતે છે તેને શાનદાર ઇનામ પણ મળે છે.

આ રેસમાં બધાથી ખાસ હોય છે રેસ લગ્નના જોડામાં લગાવવાની હોય છે.છોકરીઓ ગાઉન પહેરીને તો છોકરાઓને શૂટ બુટ પહેરીને રેસ લગાડે છે. રેસના વિજેતા જોડણી શાહી અંદાજમાં લગ્ન કરાવવામાં આવે છે અને માલદીવ અને જાપાનના સફરોના હનીમુન પેકેજ આપવામાં આવે છે. વિજેતા જોડાને 20 લાખ થાઈ બાઈટ એટલે લગભગ ૬૦૪૦૦ ડોલરનું ઇનામ આપવામાં આવે છે.

આ વખતેના ‘રનિંગ ઓફ બ્રાઇડસ’ના વિજેતા દુલ્હા સાઈસ્ત્રોય સોંગપ્રેસટ અને તેની દુલ્હન વાસન થાનમોલ રહી.આ બંનેએ આ રેસ 27.43 મીનીટમાં પૂરી કરી હતી. રેસ જીત્યા પછી વિજેતા જોડીએ કહ્યું, તે પોતાના ખુશાલ જીવન માટે દોડ્યા અને જીત મેળવી લીધી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment