રામસેતુના પથ્થરોમાં છે ભગવાનનો શ્રી રામનો વાસ વૈજ્ઞાનિકોએ પણ માની આ ચમત્કારની વાત…

45

ભારતના દક્ષિણપૂર્વમાં રામેશ્વરમ અને શ્રીલંકાના પૂર્વોતર ભાગમાં મન્નાર દ્વીપની વચ્ચે ઉપસેલી ચટાનોની એક ચેન છે. આ વિસ્તારમાં સમુદ્ર ખુબજ ઉછળે છે. સમુદ્રમાં આ ચટાનોની ઊંડાઈ ૩ ફૂટથી લઈને ૩૦ ફૂટની વચ્ચે છે. આ પુલની લંબાઈ લગભગ ૪૮ કિમી અને ૩ કીલોમીટર પહોળો છે. રામસેતુ ભૌતિક રૂપથી ઉતરમાં બંગાળની ખાડીને અને દક્ષિણમાં શાંત અને સ્વચ્છ પાણીવાળી મનનારની ખાડીથી અલગ કરે છે, જે ધાર્મિક તથા માનસિક રૂપથી દક્ષીણ ભારતને ઉતર ભારતથી જોડે છે.

આજે અમે તમને રામસેતુ પુલથી જોડાયેલી ખાસ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જ્યાં રામનું નામ લખીને પથ્થરોને પાણીમાં ફેકવામાં આવ્યા પણ ડૂબવાની જગ્યાએ તરવા લાગ્યા અને એનાથી સમુદ્રના ઉપર લંકા સુધી જવાના પુલનું નિર્માણ થયું.

સમુદ્ર પર બનેલા આ રામસેતુને આખી દુનિયામાં ‘એડમ્સ બ્રીજ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પુલ ભારતના રામેશ્વરમથી શરુ થઇને શ્રીલંકાના મન્નારને જોડે છે. અમુક લોકો આને ભગવાનનો ચમત્કાર માને છે તો સાયન્સ આની પાછળ પોતાનું અલગ જ તર્ક આપ્યો છે. જો કે અમુક વૈજ્ઞાનિક રામસેતુને એક સુપર હ્યુમનની સફળતા માને છે. આ પુલના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલ પથ્થરોને જાણવા માટે આજે પણ જિજ્ઞાસુ છે.

ધાર્મિક માન્યતા પ્રમાણે જયારે રાક્ષસ રાજ રાવણ ભગવાન રામની પત્ની સીતાનું હરણ કરીને એમને પોતાની સાથે લંકા લઇ ગયો ત્યારે શ્રીરામે વાનરોની સહાયતાથી સમુદ્રની વચોવચ એક પુલનું નિર્માણ કર્યું અને આ જ પુલ રામસેતુના નામથી ઓળખાય છે. કહેવામાં આવે છે કે આ વિશાળ પુલને વાનરસેનાએ માત્ર ૫ દિવસમાં પૂર્ણ કર્યો હતો.

કહેવામાં આવે છે કે ભગવાન રામે સમુદ્ર દેવતાની પૂજા કરી પરંતુ સમુદ્રના દેવતા પ્રગટ ન થયા જેના પછી ભગવાન શ્રીરામ ક્રોધિત થઇ ગયા અને સમુદ્ર સુકવી દેવા માટે ધનુષ ઉઠાવી લીધું. આનથી ભયભીત થઈને સમુદ્રદેવતા પ્રગટ થયા અને બોલ્યા હે! રામ તમેં તમારી વાનરસેનાની મદદથી મારા ઉપર પથ્થરનો પુલ બનાવો. હું આ બધા પથ્થરોનો વજન પોતાના ઉપર સંભાળી લઈશ આના પછી બધા વાનરોએ સમુદ્રમાં પુલનું નિર્માણ કર્યું.

નલ અને નીલે પુલ બનવાની જવાબદારી લીધી અને વાનરો સાથે મળીને પુલ બનાવાનું શરુ કર્યું. જેમાં પથ્થર, ઝાડના થડ, મોટી શાખાઓ તેમજ મોટા પાંદડાઓ વગેરે શામેલ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નલ અને નીલ જાણતા હતા કે કયો પથ્થર ક્યાં રાખવાથી પાણીમાં ડૂબે નહિ અને બીજા પથ્થરોને પણ સહારો મળે. એટલા માટે તેઓએ ‘પ્યૂમાઈસ સ્ટોન’નો ઉપયોગ કર્યો હશે. આ એવા પથ્થર છે જે જ્વાળામુખીના લાવામાંથી ઉત્પન્ન થાય છે, એમાં ઘણા બધા છેદો હોવાના કારણે આ સ્પંજી અથવા ખાકરાનું રૂપ લઇ લે છે અને પાણીમાં ડૂબતા નથી. આ પ્રકારના પથ્થરોનો વજન સામાન્ય પથ્થરો કરતા ઓછો હોય છે.

જો કે હવે આ પુલ સમુદ્રમાં નીચે ડૂબી ગયો છે જેને નાસાએ સેટેલાઈટની મદદથી શોધી કાઢ્યો છે. ભારતીય સેટેલાઈટ અને અમેરિકાના અંતરિક્ષ અનુસંધાન સંસ્થા નાસાએ ઉપગ્રહ પરથી પડેલા ફોટાઓમાં ભારતના દક્ષિણમાં ધનુષકોટિ તથા શ્રીલંકાના ઉતરપશ્ચિમમાં પમ્બનના વચ્ચેના સમુદ્રમાં ૪૮ કિમી પહોળી પટ્ટીના રૂપમાં ઉપસેલા એક ભૂ-ભાગની રેખા દેખાય છે, એને જ આજે રામસેતુ અથવા રામનો પુલ માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment