રામનવમી – રામ નામનો દરેક અક્ષર કરે છે ઉદ્ધાર, ખરાબ સમયને શુભ સમયમાં પરિવર્તન કરીને જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિને વધારે છે…

13

નવરાત્રીના કોઈપણ પ્રવિત્ર દિવસે અથવા રામનવમીના શુભ મુહૂર્તમાં ભગવાન રામની પૂજા કરીને ઓછામાં ઓછા ૧૦૮ વખત રામનું નામ જરૂર લખવું જોઈએ. એવું કરવાથી ભગવાન રામ ભક્તોના રોગ અને ચિંતા દુર કરે છે. રામ નામમાં એવી શક્તિ છે કે ખરાબ સમયને શુભ સમયમાં પરિવર્તન કરીને જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિને વધારે છે. રામ નામ આ લોકમાં જ નહિ પરંતુ પરલોકમાં પણ કામ આવે છે.

ધર્મશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિને પોતાની કમાણીનો થોડો એવો ભાગ ધાર્મિક કાર્યો, માનવ સેવા, સાર્વજનિક  કાર્યો અથવા ગરીબની સહાયતાના રૂપમાં જરૂર ખર્ચવો જોઈએ. કહેવામાં આવે છે કે ખરાબ સમયમાં એ કરવામાં આવેલ દાન અને પુણ્ય જ કામ આવે છે. ઘણી વખત એવું થાય છે કે કોઈ મોટી દુર્ઘટનામાં માત્ર નાની એવી નુકશાની જ આવે છે. ખુદને પણ વિશ્વાસ ન હોય કે બચશે પરંતુ આ આપણા દાન અને પુણ્યનો જ પ્રભાવ હોય છે કે ભગવાન આપણને બચાવી લે છે.

રામ નામની છે આવી કૃપા

રામનું નામ લેવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દુર થઇ જાય છે. ઘણી વખત તો એવા ફળ મળે છે કે જેની ક્યારેય કલ્પના પણ કરી નથી હોતી. એમ તો રામ નામ ક્યારેય પણ લેવાથી અને લખવાથી કૃપા મળે છે પરંતુ રામ નવમી પર એવું કરવાથી વિશેષ ફળ મળે છે. રામનવમી પર ભક્તોને કાગળ પર ઓછામાં ઓછું ૧૦૮ વખત રામ નામ લખીને એની પૂજા કરવી જોઈએ. એના પછી ‘ઈદ વિષ્ણુ:’ મંત્ર બોલતા ઘી, તલ તેમજ ખીરથી હવન કરીને શ્રી રામની પૂજા કરો જેથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય.

લાલ રંગની સહી છે પ્રભુને ખુબજ પ્રિય

આનન્દ રામાયણ અનુસાર રામ નામ જપની અપેક્ષા સો ગણી વધુ પુણ્ય રામ નામ લખવાથી મળે છે. કહેવામાં આવે છે કે લાલ રંગની સહીથી શ્રી રામનું નામ લખવાથી  હનુમાનજી પ્રસન્ન થાય છે. એનાથી શનિ, રાહુ અને કેતુ જેવા અશુભ ગ્રહોના પ્રકોપથી રાહત મળે છે. એના સિવાય મન એકાગ્ર થાય અને યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે.

દરેક અક્ષરની છે અદ્ભુત મહિમા

શાસ્ત્રો અનુસાર સંસારમાં ‘રામ’ નામથી વધીને બીજું કઈ નથી.  એના દરેક અક્ષરમાં સુખની પ્રાપ્તિ છે. ‘રા’ બોલવાથી બધા પાપો બહાર નીકળી જાય છે. ‘મ’ બોલવાથી મોઢું બંધ થાય છે, જેનાથી પાપો ફરીથી મનમાં પ્રવેશ કરતાં નથી. જે પ્રકારે પથ્થર પર રામ નામ લખવાથી પથ્થર નથી ડૂબતા એ જ રીતે માણસ પણ આ ભવસાગરમાંથી પાર થઇ જાય છે. એવું કહેવામાં પણ આવ્યું છે કે ‘રામ નામ કલિ અભિમત દાતા’ એટલે કે આ કળયુગમાં માત્ર રામ નામ જ બધું પૂર્ણ કરનાર છે.

વૈજ્ઞાનિકોએ માની મહિમા

રામ શબ્દનો અવાજ જીવનના બધા દુઃખોને દુર કરવાની ક્ષમતા રાખે છે. એના વિશે ધ્વનિ વિજ્ઞાન પર શોધ કરનાર વૈજ્ઞાનિક પર માને છે. એમનું માનીએ તો રામ નામ બોલવાથી મન શાંત થઇ જાય છે. એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. સાથે જ જીવનમાં હકારાત્મક ઉર્જા પ્રસારિત થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment