રામભક્ત હનુમાનજીના આવા ફોટાઓ ઘરમાં લગાવવાથી કે રાખવાથી ઘરમાં અશાંતિ છવાઈ જાય છે….

26

આજે અમે તમને રામભક્ત હનુમાનજી વિષે જણાવીએ કે શ્રી હનુમાનજીના કેવા ફોટાઓ ઘરમાં લગાવવા જોઈએ અને કેવા ફોટા ન લગાડવા કે રાખવા જોઈએ. જો કે આમ તો શ્રી હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. તેમ છતાં તેની અમુક તસ્વીરો એવી છે જેને ઘરમાં રાખવાથી કે લગાડવાથી ઘરમાં અશાંતિ અને કલેશ હંમેશા ચાલુ રહે છે.

૧.) જે ફોટામાં શ્રી રામ ભક્ત હનુમાનજી સંજીવની બુટીનો પહાડ લઈને આકાશ માર્ગે ઉડી રહ્યા હોય તેવો ફોટો પણ ઘરમાં રાખવો જોઈએ નહિ. કારણ કે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર શ્રી બજરંગ બલીની મૂર્તિ કે ફોટાની પૂજા હંમેશા સ્થિર અવસ્થામાં હોય તેની જ કરવી જોઈએ.

૨.) એમ કહેવાય છે કે શ્રી હનુમાનજી દ્વારા તેમના ખભ્ભા પર ભગવાન શ્રી રામ લક્ષ્મણને બેસાડીને લઇ જતા હોય તેવા ફોટાઓને પણ ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. આવા ફોટાઓને ઘરની દિવાલો પર કે પૂજામાં મુકવા કે રાખવા જોઈએ નહીં. તેનાથી ઘરમાં અશાંતિમાં વધારોથાય છે.

૩.) ઘરમાં શ્રી હનુમાનજીનો એવો એવો ફોટો કે મૂર્તિ પણ ન રાખવી જોઈએકે જેમાં તેઓ પોતાની છાતી ચીરીને રામ સીતાને દેખાડતા હોય. શાસ્ત્રોમાં આવા ફોટાને પણ ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે.

૪.) રાક્ષસોનો નાશ કરતા હોય તેવા ફોટા કે પછી રાક્ષસરાજ રાવણની લંકાનું દહન કરતા હોય કે દહન કરીને આકાશ માર્ગે જતા હોય તેવા ફોટા પણ ઘરમાં રાખવા જોઈએ નહિ. તેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જતી રહે છે.

૫.) ઘરમાં શ્રી રામ ભક્ત હનુમાનજીનો એવો ફોટો રાખવો જોઈએ કે જેમાં તેઓ પીળા વસ્ત્રો પહેરેલા શ્રી રામના ચરણોમાં રહી તેમની સેવા કરતા હોય. ઘરમાં આવો ફોટો લગાવવાથી કે રાખવાથી શ્રી હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ સદાય મળતા રહે છે. પૈસાની ક્યારેય અછત આવતી નથી.ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં સદૈવ વધારો થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment