“રાજગરાના પરોઠા” વ્રતના દિવસે ખાસ કરીને બનવો આ રાજગરાના પરોઠા

73

સામગ્રી :

રાજગરા ૧ કપ (૨૦૦ ગ્રામ), બાફેલા બટેકા ૨ નંગ, ઘી ૩ ચમચી, લીલી કોથમીર ૩ ચમચી, લીલા મરચા ૨ નંગ બારીક કાપેલા, નમક સ્વાદ અનુસાર

બનાવવાની રીત :

સૌથી પહેલા રાજગરાને ધોયને સુખવી નાખો. પછી રાજગરાને મિક્ષરમાં થોડો પીચી લ્યો એટલે રાજગરાનો લોટ તૈયાર થશે. ત્યાર પછી તે લોટને એક બાઉલમાં લઈને તેમાં બાફેલા બટેકા નાખો, પછી તેમાં ૧ ચમચી ઘી નાખો, બારીક કાપેલી કોથમીર, બારીક કાપેલ લીલા મરચા અને નમક નાખીને સારી રીતે મિક્ષ કરો. થોડું પાણી નાખીને લોટ જેવું તૈયાર કરો. આટલા લોટ તૈયાર કરવામાં ૨ ચમચીનો પાણીનો ઉપયોગ થયો છે. હવે તે લોટને ૧૦ મિનીટ માટે મૂકી દયો.

હવે તે આટાને મસળવા હાથપર થોડું ઘી લગાવીને સારી રીતે મસળી લ્યો. પછી થોડો લોટ લઇ તેના લુવા બનાવો. પછી તેમાં થોડું ઘી નાખીને હલ્કા હાથે વેલણથી મોટા પરાઠા બનાવો

પછી લોઢીને ગરમ કરવા માટે મુકો. લોઢી ગરમ થઇ જાય પછી તેને ચીકણી કરવા માટે તેમાં થોડું ઘી નાખો. હવે પરાઠાને હલ્કા હાથે ઉપાડીને લોઢી પર મુકો થોડીવાર પછી તેના પર ચારે બાજુ થોડું ઘી નાખો અને તેને ચેકાવા દયો સારી રીતે ચેકાય જાય પછી હલ્કા હાથે પરાઠાને બીજી બાજુ પલ્ટો અને બીજી બાજુ પણ થોડું ઘી નાખીને પરાઠાની ચારે બાજુ ફેલાવો. પરાઠાને ગેસની ધીમી આંચ પર જ પકાવવું. બંને બાજુ પરોઠું સારી રીતે પાકી જાય પછી પરાઠાને લોઢી પરથી નીચે ઉતારી એક પ્લેટમાં મુકો. તૈયાર પછી બીજા પરાઠા પણ એવી જ રીતે ચેકી લ્યો. આટલા લોટમાં લગભગ ૫ પરોઠા બનીને તૈયાર થઇ જાય. રાજગરાથી બનેલા ક્રિસ્પી પરોઠા તૈયાર છે. પરાઠાને દહીં કે વ્રતની ચટણી કે વ્રતના શાક સાથે ખાઈ શકો છો.

સુચન :

વેલણથી પરોઠા જો નાં વણાય તો તમે તેના પર કાઈ ગોળધાર વાળું વાસણ તેના પર મુકીને પણ પરોઠા તૈયાર કરી શકો છો. રાજગરાના લોટમાં ગ્લુટન નથી હોતું . પરાઠાને આરામથી અને સાવ હલ્કા હાથે મોટું વણો જેથી કરીને તે પરોઠા તૂટે નહિ. પરોઠાને વણવા માટે ઘીનો ઉપયોગ કરો. તેમાં લીલી કોથમીર કે લીલા મરચા તમે ચાહો તો ન પણ નાખી શકો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment