આ રેલ્વે સ્ટેશનોના એવા અનોખા નામ છે, જે તમે ક્યારેય પણ નહિ સાંભળ્યા હોય, નામ વાંચીને જ તમે હસી પડશો…..

18

લોકોના વિચિત્ર અને અજીબોગરીબ નામોથી તો તમે પરિચિત હશો, પરંતુ જરાક વિચારો કે જો તમે ટ્રેનમાંથી ક્યાંક જઈ રહ્યા હોય અને એવું જ કોઈ વિચિત્ર રેલ્વે સ્ટેશન તમને દેખાય જાય તો? તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એવા ઘણા અનોખા રેલ્વે સ્ટેશન છે, જેનું નામ વાંચીને જ તમે હસી પડશો.

રાજસ્થાનમાં ઉત્તર પશ્ચિમ રેલ્વેના બિકાનેર ડીવીઝનમાં એક સ્ટેશન આવે છે, જેનું નામ છે બાપ. જો કે આ સ્ટેશનનો કોડ બીઈએફ એટલે કે બાફ છે. આ સ્ટેશન પર એક જ પ્લેટફોર્મ છે અને માત્ર બે ટ્રેનો જ અહિયાં હોલ્ટ કરે છે. જો કે મહારાષ્ટ્રમાં બેલાપુર રેલ્વે સ્ટેશન કોડ પણ બાપ છે. બે પ્લેટફોર્મવાળા આ સ્ટેશન પર દરરોજ ૪૮ ટ્રેનો હોલ્ટ કરે છે.

દક્ષિણ મધ્ય રેલ્વેમાં વિજયવાડા ડીવીઝનમાં બીબીનગર નામનું એક રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન તેલંગાનામાં છે.

ઉત્તર રેલ્વેના દિલ્હી ડીવીઝનમાં આવનાર આ સ્ટેશનનું નામ દિવાના છે. આ સ્ટેશન હરિયાણામાં પાણીપત પાસે આવે છે. બે પ્લેટફોર્મવાળા આ સ્ટેશન પર દરરોજ ૧૬ ટ્રેનો રોકાય છે.

રાજસ્થાનના પાલીમાં આવેલ આ સ્ટેશનનું નામ રાની છે. અહિયાં અરાવલી એક્સપ્રેસ, હરિદ્વાર મેલ, ઉતરાંચલ એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદ શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ જેવી ટ્રેનો રોકાય છે.

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર ડીવીઝનમાં આવેલ આ સ્ટેશનનું નામ સાલી છે. આ ઘણું નાનું સ્ટેશન છે, જ્યાં માત્ર બે પ્લેટફોર્મ જ છે. અહિયાં દરરોજ બે ટ્રેનો રોકાય છે.

ઉત્તર પશ્ચિમ રેલ્વેના જ અજમેર ડીવીઝન (પાલી)માં આવેલ ગુડિયા રેલ્વે સ્ટેશન પર કોઈ પ્લેટફોર્મ નથી. અહિયાં દરરોજ ચાર ટ્રેનો હોલ્ટ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment