રાહુલ દીક્ષિત જ નહિ આ 7 કલાકાર પણ કરી ચુક્યા છે આત્મહત્યા, આ 3 ના મોતનું કારણ આજે પણ નથી મળ્યું…

31

નાના નાટકોના પ્રખ્યાત એક્ટર રાહુલ દીક્ષિતે આત્મહત્યા કરી લીધી છે. 28 વર્ષના રાહુલ મુંબઈમાં રહેતા હતા. આજે સવારે તેનું શવ ફંદા પર લટકાયેલુ મળ્યું. આત્મહત્યા પછી પહોચેલી પોલીસે બતાવ્યું કે આ ઘટનાથી જોડાયેલો આત્યાર સુધી તેને કોઈ સબુત નથી મળી શક્યું. જયારે પોલીસે એક્સીડેન્ટલ કેશ નોંધ્યો છે. અને આ મામલાની તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે આત્મહત્યાનો આ પહેલો કિસ્સો નથી. રાહુલ દીક્ષિત પહેલા ટીવી શો ‘બાલિકા વધુ’ની મુખ્ય અભિનેત્રી પ્રત્યુસા બેનરજી, બોલીવુડ અભિનેત્રી જીયા ખાન અને વર્ષ 2૦17માં આસામી ફિલ્મોની એક્ટ્રેસ અને સિંગર બિદિશા બેઝ્બરુઆએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

નાના પાટેકરની ફિલ્મ ‘આબ તક છપ્પન’ થી પોતાનું કરિયર ચાલુ કરવાવાળા અસીસ્ટંટ ડાયરેક્ટર અને સ્ક્રીપ્ટ રાઈટર રવિશંકર આલોકે એક બિલ્ડીંગ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. રવિશંકરના ભાઈએ બતાવ્યું હતું કે તે લાંબા સમયથી કામ ન મળવાના કારણે ડિપ્રેશનમાં હતા. માનવામાં આવી રહ્યું કે આ કારણે તેને આત્મહત્યા કરી લીધી.

હવે વાત કરીશું ફેમસ ટીવી સીરીયલ ‘બાલિકા વધુ’ માં આનંદીનું પાત્ર કરવાવાળી એક્ટ્રેસ પ્રત્યુસા બેનરજીની. પ્રત્યુસા પોતાના મુંબઈ વાળા ઘરમાંથી મૃત મળી આવી. તેને પંખાથી લટકાઈને આત્મહત્યા કરી લીધી. એવામાં પ્રત્યુસાને હોસ્પીટલમાં પણ લઇ જવામાં આવી પણ ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ચુક્યું હતું. ત્યાં, બિગબોસ ના પૂર્વ કન્ટેસ્ટેટ એઝાઝ ખાને આને મર્ડર બતાવ્યું હતું. બતાવી દઈએકે 1 એપ્રિલ 2016ના રોજ પ્રત્યુસાએ આત્મહત્યા કરી હતી અને તે દરમિયાન તે 25 વર્ષની હતી.

ટોલીવુડ અને બોલીવુડમાં પોતાની સુંદરતાથી બધાને દીવાના બનાવી દેવા વાળી એકટ્રેસ દિવ્યા ભારતીની મોતનું દુખ આજે પણ તેના ચાહવાવાળાઓને ઘણું છે. તેઓએ સાઉથની ફિલ્મમાં 13 વર્ષની ઉમરમાંજ શરૂઆત કરી દીધું હતું. વર્ષ 1993 માં ફક્ત 19 વર્ષની ઉમરમાં અડધી રાત્રે એપાર્ટમેન્ટની બિલ્ડીંગની નીચે પડવાથી તેનું મોત થઇ ગયું. પણ હજી સુધી આ વાતની ખબર નથી પડી કે આ આત્મહત્યા હતી કે મર્ડર કે અચાનક થવા વાળી ઘટના. આ ઘટના 5 એપ્રિલ 1993માં થઇ હતી.

મોડલ અને એક્ટ્રેસ નફીસા જોસેફે પોતાનું વર્સોવા લીંક રોડ પર આવેલું એપાર્ટમેન્ટમાં 29 જુલાઈ 2004 ફંદાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે આ બિલ્ડીંગમાં ત્રીજા મળ પર રહેતી હતી અને તેને સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે આ પગલું લીધું હતું. પણ નફીસાના ઘરવાળાઓએ પોલીસને આને આત્મહત્યા બતાવવા વિશ્વાસ ન કર્યો. જણાવી દઈએ કે નફીસા 1997 માં મિસ યુનિવર્સની ફાયનલીસ્ટમાં એક હતી. મૃત્યુના સમયે તેમની ઉમર 26 વર્ષની હતી.

ફિલ્મ ‘નિશબ્દ’ અને ‘ગજની’ માં નજર આવી એક્ટ્રેસ જીયા ખાનની આત્મહત્યાના ખબરથી આખા બોલીવુડને ધક્કો લાગ્યો હતો. જીયાએ પોતાના ઘરમાં ફંદામાં લટકીને 25 વર્ષની ઉમરમાં પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી હતી. જયારે જીયાની માતા રાબીયા ખાને એને આત્મહત્યા ન માનીને મર્ડર ગણાવી દીધો. તેઓએ આદિત્ય પંચોલીનો દીકરો સુરજ પંચોલીને આ આત્મહત્યાના કારણ બતાવ્યું. બતાવી દઈએ કે જીયાના મૃત્યુ સુધી સુરજ અને જીયા એકબીજાને પ્રેમ કરતા હતા. જીયાએ મરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી.

જ્યાં બે વર્ષ પહેલા વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ જગ્ગા જાસૂસની સહ અભિનેત્રી વિદિશા બેઝ બરુઆએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જણાવી દઈએ કે વિદીશાએ મિલેનિયમ શહેરના સેક્ટર 43 સ્થિત સુશાંત એપાર્ટમેન્ટ માં પંખામાં લટકીને આત્મહત્યા કરી લીધી. સુશાંતલોક થાણા પોલીસે પિતાના બયાન પર પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો મામલો દર્જ કરવામાં આવ્યો હતો. મૂળરૂપથી અસમના ગુવાહાટીની રહેવાવાળી વિદિશા બેઝ બરુઆની પુત્રી ડોક્ટર અશ્વિની કુમાર બરુઆ (27) સેક્ટર ૪૩મા રહેતી હતી, સાયબર સિટીના પબ્લિક ફેસ્ટ કંપનીમાં અકાઊંટનું કામ કરતી હતી. તેના લગ્ન ગુજરાતના રહેવા વાળા નિશિત ઝા સાથે થઇ હતી.

છેલ્લે વાત કરીશું 70ના દશકની સુંદર અને હીટ એક્ટ્રેસ પરવીન બાબી હતી. પરવીને પોતાના ફિલ્મ કરિયરમાં એક થી એક હિત ફિલ્મો દીધી હતી જેમાં ‘નામક હલાલ’ અને ‘અમર અકબર એન્થની’ જેવી હીટ ફિલ્મો પણ સામેલ છે. તે તે જમાનાની મોટી ગ્લેમરસ ગર્લ માનવામાં આવતી હતી. માનવામાં આવે છે કે પ્રેમમાં દગો મળવાના કારણે તેને આત્મહત્યા કરી લીધી હતી અને એવું પણ માનવામાં આવે છે કે તેને ડાયાબીટીસના કારણે જીવ ગુમાવ્યો હતો. મૃત્યું ના સમયે પરવીનની ઉંમર 56 વર્ષ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment