106 લોકોને લઇ જઈ રહેલી ટ્રેન સુરંગમાં ઘુસતા જ થઇ ગઈ ગાયબ, આજ સુધી ખબર નથી પડી ટ્રેન ગઈ ક્યાં ? રહસ્યમયી વાત જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…

19

દુનિયામાં એવી ઘણી રહસ્યમયી ઘટનાઓ બની છે, જે આજ સુધી લોકો માટે રહસ્ય બનેલી છે. એમાંથી જ એક છે કે વર્ષ ૧૯૧૧ માં બનેલી એક ઘટના, જેમાં ૧૦૬ લોકોને લઇ જઈ રહેલી ટ્રેન સુરંગમાં ઘુસતા જ રહસ્યમયી રીતે ગાયબ થઇ ગઈ હતી. આ ટ્રેનનો આજ સુધી ખબર પડી નથી કે એ ખરેખર ક્યાં ગઈ ?

આ આશ્ચર્યજનક ઘટના રોમની છે. હકીકત, જેનેટી નામની એક ટ્રેન ૧૯૧૧ માં રોમન સ્ટેશનથી રવાના થઇ હતી. એની વચ્ચે ટ્રેનને એક સુરંગમાંથી નીકળવાનું હતું, પરંતુ આ ટ્રેન જેવી સુરંગમાં ઘુસી, એ અચાનક ગાયબ થઇ ગઈ. આ દરમ્યાન ટ્રેનની ઘણી શોધખોળ કરવામાં આવી, પરંતુ એની કઈ ખબર ન પડી શકી.

જો કે, પછી એ ટ્રેનમાં રહેલ બે લોકો સુરંગ માંથી બહાર મળ્યા હતા. આ દરમ્યાન એમણે એક એવી આશ્ચર્યજનક ઘટના જણાવી કે બધા સન્ન રહી ગયા હતા. એમનું કહેવું હતું કે જેવી જ ટ્રેન સુરંગ પાસે આવી, ત્યાંથી એક રહસ્યમયી ધુમાડો નીકળી રહ્યો હતો. એને જોઇને એ ઘણા ડરી ગયા અને ટ્રેનમાંથી કુદી ગયા. એના પછી ટ્રેન સુરંગમાં ઘુસી અને એ ફરી પાછી ક્યારેય બહાર ન નીકળી.

આ રહસ્યમયી ઘટના વિશે કહેવામાં આવે છે કે આ ટ્રેન પોતાના સમયથી ૭૧ વર્ષ પાછળ એટલે કે ભૂતકાળમાં ચાલી ગઈ હતી. રિપોર્ટસ અનુસાર, આ ટ્રેન ઇસ ૧૮૪૦માં મેક્સિકોમાં પહોંચી ગઈ હતી. એ કારણે એને ભૂતિયા ટ્રેન પણ કહેવામાં આવે છે.

મેક્સિકોની એક ડોક્ટરએ દાવો કર્યો હતો કે તેણી જે હોસ્પિટલમાં કામ કરે છે, ત્યાં રહસ્યમયી રીતે ૧૦૪ લોકોને દાખલ કરાવામાં આવ્યા હતા. પરંતુ એ બધા પાગલ થઇ ગયા હતા.

જો કે એ એટલું જરૂર જણાવી શકતા હતા કે એ ટ્રેનથી અહિયાં સુધી આવ્યા છે. પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે એ સમયે કોઈપણ એવી ટ્રેન બની ન હતી, જે રોમથી સીધી મેક્સિકો સુધી જાય. આશ્ચર્ય કરનારી એક વાત બીજી હતી કે આ લોકોનો મેક્સિકો આવવાનો કોઈ રેકોર્ડ પણ રહેલ ન હતો.

આ અજીબોગરીબ ઘટના આજ સુધી આખી દુનિયા માટે રહસ્ય જ બનેલી છે. જો કે એનાથી પણ મોટું રહસ્ય એ છે કે ઇટલી, રૂસ, જર્મની અને રોમાનિયાના ઘણા ભાગોમાં આ ટ્રેનને જોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરેક વખતે જે ટ્રેનને જોવાની લોકો વાત કરી, એ એવી જ હતી જેવી ટ્રેન ૧૯૧૧ માં ગાયબ થઇ ગઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment