તમારે પુરતી ઊંઘ ન લેવાના કારણે લાઈફમાં ઘણું બધું ભોગવવું પડે છે, તો અપનાવો આ ટીપ્સ….

15

ઊંઘ ન આવવી દુનિયામાં અડધાથી વધુ લોકોની મુશ્કેલી બની ચુકી છે. છતાં પણ તમને ખબર હોવી જોઈએ જે મુશ્કેલીઓ આપણે પોતે ઉભી કરીએ છીએ તેનું સમાધાન પણ આપણી પાસે હોય જ છે. એટલે કે ઊંઘ ન પૂરી થવાના કારણે આપણી અમુક ખોટી આદતો છે જેના કારણે અંગત જીવનમાં ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે.

સુતી વખતે આરામદાયક વસ્તુનો ઉપયોગ કરો જેમ કે બેડ, ઓશિકા અને બેડ શિટ વગેરે. જો સુતી વખતે કોઈ પણ તકલીફ હશે તો તેની અસર સીધી આપણી ઊંઘ પર પડે છે.

ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે દરરોજ સવારે ઉઠીને થોડુક વર્કઆઉટ કરવાથી ન માત્ર તમારું રૂટીન સેટ થાય છે પરંતુ ઊંઘ પણ સારી આવે છે.

પોતાનો સુવાનો સમય નિશ્ચિત કરી નાખો. મોડા સુવાની જગ્યાએ વહેલા સુવાની ટેવ પાડો. વહેલા ઊંઘી જશો તો સવારે વહેલા આંખ ખુલી જશે અને ઊંઘ પણ પૂરી થઇ જશે. ઊંઘ પૂરી થવાના કારણે તમે આખો દિવસ ફ્રેશ ફિલ કરશો.

કહેવામાં આવે છે કે તમે જેવા મૂડમાં  સુવો છો એવા જ મુડમાં ઉઠો છો. એટલે જયારે સુવા જાવ છો તો પોતાનો મુડ સારો રાખો. કોઈ પણ ટેન્શન તથા ચિંતા હોય તો સુતી વખતે ભૂલી જાવ, નહી તો આખી રાત એજ વિચાર તમારા મગજમાં ઘૂમતા રહેશે.

ઘણા લોકોને આદત હોય છે કે તે મોડી રાત્રી સુધી ફોન ઘુમેડે છે તથા ગેમ રમતા રહે છે. આ ચક્કરમાં તેમને સમયની ભાન રહેતી નથી. પરિણામે સવારે મોડા ઉઠે છે તથા વહેલા ઉઠવાના ચક્કરમાં ઊંઘ પૂરી થતી નથી. એનાથી આખો દિવસ ખરાબ થતો નથી. સારું થશે જો રાત્રે ફોન તથા કોઈ પણ ગેજેટનો ઉપયોગ ન કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment