સાંજે 4 વાગ્યાથી ભગવાન જગન્નાથની ભવ્ય રથ યાત્રા, જાણો ત્રણ રથોની ખાસ વાતો…

10

દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથીને૪ વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. આ વખતે રથયાત્રા ૪ જુલાઈથી કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથની આ યાત્રા ૧૧ દિવસો સુધી ચાલશે તેના પછી તે પરત ફરશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથની સાથે તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ અલગ અલગ રથમાં શામેલ થશે. આ રથયાત્રાની તૈયારી ઘણા સમય પહેલા થવા લાગે છે. ત્રણેયના રથ તેમના માસીના ઘરે ગુંડીચટા મદિર સુધી લઇ જવામાં આવશે. પૂરીની આ રથયાત્રા જોવા લાયક જ બને છે. પૂરીની રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથને નંદીઘોસ અને ગરુડધ્વજ કહેવામાં આવે છે. ત્યારેજ મોટા ભાઈ બલરામના રથને તાલધ્વજ કહે છે.

ભગવાન જગન્નાથનો રથ

પૂરી રથ યાત્રામાં ભગવાનનો રથ સૌથી પાછળ ચાલે છે. ભગવાન જગન્નાથના આ રથને ગરુડધ્વજ, કપિલધ્વજ  અથવા નંદીઘોસ કહેવામાં આવે છે. આ રથની ઉચાઇ ૪૫ ફીટ હોય છે. રથમાં ૧૬ ટાયર હોય છે. ભગવાન જગન્નાથનો રથ લાલ અને પીળા રંગના કપડાથી ધકાયેલ હોય છે.

ભગવાન જગન્નાથનો રથ બનવાનું કામ અક્ષય ત્રીજા દિવસથી શરુ થઇ જાય છે. અ રથમાં લાકડીના ૩૩૨ ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથમાં હનુમાનજી અને નૃસિંહ દેવની મૂર્તિ હોય છે. ભગવાન જગન્નાથના રથની સાથે 8 ઋષિ પણ ચાલે છે.

ભગવાન જગન્નાથના રથના સારથી દારૂક હોય છે. રથમાં સારથી સિવાય બે દ્વારપાલ અને વિજય પણ હોય  છે.

ભગવાનના રથને જે ભાગથી ખેચવામાં આવે છે, તે શંખચુડ નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથના રથને જે વ્યક્તિ ખેચે છે તેને મુક્તિ મળી જાય છે. એટલા માટે ભગવાનનો રથ ખેચવામાં લોકોની ખુબ જ ભીડ ભેગી થઇ જાય છે.

બલરામજીનો રથ

બલરામજી ના રથને તાલધ્વજ કહે છે. રથયાત્રામાં આ સૌથી આગળ રહે છે. તેમના રથની ઉચાઇ ૪૪ ફીટ અને એમાં ૧૪ ટાયર હોય છે.  આ રંગને લીલા રંગના કપડામાં સજાવામાં આવે છે.

તેમના રથમાં કાળા રંગના ૪ ઘોડા હોય છે. રથમાં નંદ અને સુનંદ નામના ૨ દ્વારપાલ હોય છે. રથ પર હળ અને મુસલ પણ હોય છે. તેને ખેચવા માટે વાસુકી નાગના રૂપમાં દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે.

નાની બહેન સુભદ્રાનો રથ

બહેન સુભદ્રાનો રથને દર્પદલન કહે છે. એમનો રથ મોટા ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથની વચમાં ચાલે છે. આ રથની ઉચાઇ ૪૩ ફીટ હોય છે. અ રથને સજાવામાં કાળા અને લાલ રંગનો પ્રયોગ કરવામાં આવે છે. એમાં ૧૨ ટાયર લાગેલા હોય છે.

રથના સારથી અર્જુન અને રક્ષક જયદુર્ગા હોય છે. આ રથની દ્વારપાળ ગંગા અને યમુના હોય છે. એમના રથની ધ્વજાનું નામ નંદબીક છે. રથમાં લાલ રંગના ચાર ઘોડા હોય છે. આ રથને ખેચવાવાળા દોરડાને સ્વર્ણચુડા કહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment