પુલવામા થયેલા હુમલા પર બોલ્યા “અનુપમ ખેર”, બહુ થયું હવે ઉભા રહી જાઓ નહીતર… જુઓ આ વિડીયો…

36

બોલીવૂડ એક્ટર તેમજ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ માં મનમોહન સિંહનું રોલ નિભાવનારા અનુપમ ખેરએ જમ્મૂ કશ્મીરના પુલવામા આતંકી ઘટનામાં શહીદ થયેલ જવાનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરએ ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. અનુપમ ખેર આતંકી ઘટનાથી ખુબજ દુઃખી અને ગુસ્સામાં છે. એમનું કહેવું છે કે ૪૦થી વધુ સીઆરપીએફ જવાન શહીદ થયા. ઘણા વિચારો મનમાં આવી રહ્યા છે. મને આશા છે કે સરકાર આતંકીઓને કડક જવાબ આપશે.

અનુપમ ખેરએ વિડીયો પોસ્ટ કરતાં કહ્યું, “આજે પુલવામા માં ૪૦થી વધુ આપણા સીઆરપીએફના જવાન શહીદ થયા. કરોડો ભારતીયોની જેમ મારા દિલમાં પણ ખુબજ દુઃખ છે, તકલીફ છે અને મારું મન ખુબજ ઉદાસ છે. આ જવાનોના ઘરના લોકોએ એક પતિ, એક દીકરો, એક ભાઈ, એક બાપ ખોયો છે. કોના માટે ? અમારા માટે, તમારા માટે આપણી રક્ષા માટે જે આ ઘટનાના જવાબદાર છે, એની સાથે તો સરકારે નીપટવું જ પડશે. ગમે તે હાલતમાં પરંતુ મારી અંદર એક અજીબ ગુસ્સો છે. એ લોકો પ્રત્યે જે આપણા પોતાના દેશના છે, પરંતુ સેનાનું કે આપણા સુરક્ષાબળોનું અપમાન કરવાનું ચુકતા નથી. પોતાના મુર્ખાયભર્યા એજન્ડા અથવા સ્વાર્થ માટે ખરાબથી ખરાબ ટીપ્પણી કરતા ફરે છે. એવા લોકોને કહેવા માંગીશ કે બસ બહુ થઇ ગયું, ઉભા રહી જાઓ નહીતર જનતા રસ્તા પર ઉતરીને… જય હિન્દ”

અનુપમ ખેરએ પોતાના વિચારોને વ્યક્ત કરવામાં કોઈપણ સંકોચ રાખ્યો નથી. તમને જણાવી દઈએ કે, જમ્મૂ તેમજ કશ્મીરના પુલવામા માં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં એ સમયે ગુરુવારે હુમલો થયો, જ્યારે સીઆરપીએફનો કાફલો નીકળી રહ્યો હતો. સીઆરપીએફ કાફલા પર થયેલ હુમલામાં લગભગ ૩૫૦ કિલો IED નો ઉપયોગ થયો. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદએ હુમલાની જવાબદારી લીધી અને આને આત્મઘાતી જણાવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment