પુલવામાં શહીદ થયેલા રામ વકીલે તેમની પત્નીને આપ્યું હતું વચન, પાછો આવીશ એટલે ઘર જરૂર બનાવીશ…

46

શહીદ રામ વકીલ આજ મહીને ઘરે આવ્યા હતા અને ૧૦ ફેબ્રુઆરીએ રજાઓ પૂરી કરીને દેશની સુરક્ષા માટે પુલવામાં ગયા હતા.

જમ્મુ-કશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા પછી શહીદોના ઘરમાં માતમ છવાયો હતો. આખો પરિવાર રડી રડીને ખરાબ હાલતમાં થઇ ગયો છે. હુમલામાં શહીદ ઈટાવાના રામ વકીલના પરિવારના આંસુ જ નથી સુકાઈ રહ્યા. શહીદ રામ વકીલ આજ મહીને ઘરે આવ્યા હતા અને ૧૦ ફેબ્રુઆરીએ રજાઓ પૂરી કરીને દેશની સુરક્ષા માટે પુલવામાં ગયા હતા. તેમણે પરિવારને વચન આપ્યું હતું કે જલ્દી જ રજા લઈને ઘરે આવશે અને મકાન બનાવશે, પરંતુ તેમનું આ સપનું પૂરું ન થઇ શક્યું. રામ વકીલના પરિવારમાં પત્ની ગીતાના સિવાય ત્રણ નાના બાળકો પણ છે. ગુરુવારે જેવા જ વકીલ રામના શહીદ થવાની ખબર પહોચી તો ઘરમાં માતાવ છવાઈ ગયો. આતંકીઓના હુમલામાં શહીદ રામ વકીલ મૂળરૂપથી ગામ વિનાયકપુરાના રહેવાસી છે અને તેમનું પરિવાર ઇટાવામાં રહી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે પુલવામાં થયેલ હુમલા પછી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાં અટેકમાં ૪૦ થી વધુ જવાનોની કુરબાની પછી રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે હુમલા પછી દેશની જે અપેક્ષાઓ છે, કઈક કરી બતાવવાની ભાવના છે, તે પણ સ્વાભાવિક છે. આપના સુરક્ષાબળોને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને આપના સૈનિકોના શોર્ય પર તેમની બહાદુરી પર પૂરો વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો, સાચી જાણકારી પણ આપણી એજન્સીઓ સુધી પહોચાડશે. જેથી આતંક માટે આપણી લડાઈ વધુ જડપી થઇ શકે છે. હું આતંકી સંગઠનોને અને તેમના ગદ્દારોને કહેવા માંગું છું કે તે બહુજ મોટી ભૂલ કરી ચુક્યા છે. બહુજ મોટી કીમત તેમણે ચૂકવવી પડશે. હું દેશને ભરોસો આપું છું, હુમલાની પાછળ જે તાકતો છે, આ હુમલાની પાછળ જે પણ આરોપી છે, તે લોકોને તેમનું આ કામ કરવાની સજા જરૂર મળશે.

પીએમ મોદીએ કહ્યું કે જે અમારી ટીકા કરી રહ્યા છે, હું તેમની ભાવનાઓનું આદર કરું છું. તેમની ભાવનાઓને હું પણ સમજી શકું છું, ટીકા કરવાનો તેમનો પૂરો અધિકાર પણ છે. પરંતુ મારી દરેક વ્યક્તિને વિનંતી છે કે આ સમય બહુજ સંવેદનશીલ અને ભાવુક છે. પક્ષ અથવા વિપક્ષમાં આપણે બધા રાજનીતિક છીંટાકશીથી દુર રહે અને આ હુમલાનો દેશ એક સાથે મળીને મુકાબલો કરી રહ્યો છે. દેશ એક સાથે છે. દેશનો એક જ સ્વર છે, આજ વિશ્વમાં સંભળાવો જોઈએ. લડાઈ આપણે જીતવા માટે લડી રહ્યા છીએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment