પુલવામા પર હુમલાનાં પુરાવાઓ આપો, કાર્યવાહીની ગેરંટી હું લઉં છું -ઇમરાન ખાન…

20

પુલવામા હુમલાને પાકિસ્તાન બેઠા જૈશ-એ-મોહમ્મદ ના આતંકવાદીઓએ અન્જમાપ્યું હતું. ભારતને આ હુંમલને લઈને પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે, ત્યાર બાદ તે બોખલાય ગયું છે.

14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના મુદા પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને મંગળવારે બયાન આપ્યું હતું. પોતાના બયાનમાં ભારતને દબાયેલા જવાબમાં યુદ્ધની ધમકી પણ દઈ દીધી છે, તેને કહ્યું કે જો પાકિસ્તાન પર હુમલો કરવમા આવ્યો તો પાકિસ્તાન તેનો ખુલો જવાબ દેશે. ઇમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનની સરકાર પુલવામાં હુમલાને લઈને વગર કોઈ સબુતે પાકિસ્તાન પર આરોપ લગાવે છે, અમે પહેલા એટલા માટે જવાબ ન આપ્યો કે સાઉદી પ્રિન્સના પ્રવાસને લઈને આમારું ધ્યાન હતું. જયારે ક્રાઉન પ્રિંસ જતા રહ્યા છે એટલા માટે હું જવાબ આપું છું.

તપાસ માટે તૈયાર

તેઓએ કહ્યું કે હિન્દુસ્તાની સરકારે વગર કોઈ સબુતે પાકિસ્તાન પર આરોપ લગાવી દીધો છે, પાકિસ્તાન શા માટે આવું કરશે, આનાથી અમને શું ફાયદો થશે. જો ભારતની સરકાર અમને કોઈ સબુત આપશે તો આ મામલાની તપાસ કરવા તૈયાર છે. પોતાના બયાન પર ઇમરાન ખાને કહ્યું કે પાછલા 15 વર્ષથી અમે આતંકવાદી વિરુદ્ધ જંગ લડી રહ્યા છે, તેનાથી અમને કોઈ પણ ફાયદો નથી. દરેક વખતે કશ્મીરમાં કઈ પણ થાય છે તો આરોપ પાકિસ્તાન પર લગાડવામાં આવે છે.

પાકિસ્તાનના પ્રધાન મંત્રીએ કહ્યું કે જો હિન્દુસ્તાન કોઈ તપાસ કરવા માંગે છે તો અમે તપાસ માટે તૈયાર છીએ. તેઓએ કહ્યું કે અમે આતંકવાદ પર વાત કરવા તૈયાર છીએ, અમેં તેને ખતમ કરવા માંગીએ છીએ. પાકિસ્તાનને આતંકવાદથી ઘણું નુકશાન થયું છે.

કશ્મીરમાં સેનાથી સમાધાન નહિ થાય

ઇમરાન ખાને કહ્યું કે એક નવો વિચાર આવવો જરૂરી છે, કશ્મીરના નૌજવાનો પરથી આજે મોતનો ડર ઉતરી ચુક્યો છે. તેઓએ કહ્યું કે જો આજે અફઘાનીસ્તાનની અંદર તે નક્કી થઇ ચુક્યું છે કે સેના જ સમાધાન નથી, તો હિન્દુસ્તાનમાં પણ કશ્મીરને લઈને વાત થવી જોઈએ.

‘હુમલો થયો તો દઈશું જબરદસ્ત જવાબ’

ઇમરાન ખાને કહ્યું કે હિન્દુસ્તાનમાં લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને સજા માંડવી જોઈએ. કોઈ પણ કાનુન કોઈને જજ બનવાની પરવાનગી નથી આપતો, ચુંટણીનું વર્ષ છે એટલા માટે તમે આવી વાતો કરી રહ્યા છો. જો તમે વિચારો છો કે પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ તો અમે જવાબ દેવા માટે બિલકુલ તૈયાર છીએ. તેઓએ કહ્યું કે અમે જાણીએ છીએ કે યુદ્ધ શરુ કરવું સહેલું છે, પણ તેને ખતમ કરવાનું ઘણું મુશ્કેલ છે. ઇમરાન ખાને કહ્યું કે બંને દેશો વચ્ચેનો જે મામલો છે તે ફક્ત વાતચીતથી સમાધાન આવશે.

જણાવી દઈએ કે પુલવામા હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા જૈસ-એ-મોહમ્મદના આતંકીઓએ અંજામ આપ્યું હતું. ભારતે આ હુમલાને લઈને પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું હતું, ત્યાર બાદ તે બોખલાય ગયું છે.

ભારતે પાકિસ્તાન પર દબાવ બનાવવા માટે તેને આપેલું મોસ્ટ ફેવર્ડ નેસનનો દરરજો પાછો ખેચી લીધો. તદુપરાંત ત્યાંથી આવવા વાળા સમાન પર 200 ટકા ડ્યુટી લગાવી દીધી હતી. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે ભારત પૂરી રીતે તૈયાર છે.

ભારત આ સમયે દુનિયાના ઘણા દેશો સાથે વાત કરી રહ્યું છે, તેથી તેને ઘેરી શકાય. અમેરિકા, જર્મની જેવા દુનિયાના ઘણા દેશો આતંકવાદ વિરુદ્ધ એકસાથે આવ્યા છે અને સીધી રીતે પાકિસ્તાનને લુટી રહ્યા છે.

મંગળવારે ઇન્ડિયન આર્મી, જમ્મુ કાશ્મીરની પોલીસ અને સીઆરપીએફ તરફથી સાઝા પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનના ઈરાદાઓને પર્દાફાશ કરી દીધો હતો. સેનાએ જણાવ્યું કે પાકિસ્તાનની ખુફિયા એજન્સી isi ની મદદથી જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં થયેલા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment