પુલવામાનો પહેલો બદલો, જૈસના 2 આતંકીનો થયો ખાતમો…

29

જમ્મૂ કાશ્મીરનાં પુલવામામાં ૪૦ crpf જવાનોના મોતનો પહેલો બદલો સેનાએ લઇ લીધો. સુરક્ષાબળોએ પણ જૈશ એ મોહમ્મદના બે કમાન્ડરોને 11 કલાકની મુઠભેડ બાદ મારી નાખ્યો. સેનાએ જૈશ એ મોહમ્મદના આતંકી ગાઝી રસીદ ઉર્ફ કામરાનને મારી નાખ્યો છે. ગાઝીને મસૂદ અઝહરનું ડીપટી અને જૈશ એ મોહમ્મદમાં નંબર 2 આતંકી માનવામાં આવે છે. રાત્રે 1.૩૦ વાગ્યે શરૂ થયેલી આ મુઠભેડમાં કલાકો સુધી ફાયરિંગ  થતું રહ્યું. પછી સુરક્ષાબળોએ એ આખી બિલ્ડિંગ ને ઉડાવી દીધી જેમાં આતંકવાદીઓ છુપાયેલા હતા.

આતંકી કમરન ઉર્ફ ગાઝી રશીદ આ  એન્કાઉન્ટરમાં  ઢેર થઈ ગયો છે. તે પુલવામામાં  14 ફેબ્રુઆરીએ થયેલા  આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. તેને  સીઆરપીએફ કાફલા પર  આત્મઘાતી હુમલાની  સાજીસ રચી હતી અને સુસાઇડ બોમ્બર આદિલને પ્રશિક્ષણ ક્રિકેટ

જણાવવામાં આવી રહ્યું છે કે સેનાને પુલવામામાં પીંગલીઓમાં આતંકવાદી છુપાયેલા છે તેવી ખબર  મળી હતી. ત્યારબાદ 55 રાષ્ટ્રીય રાઈફલ,  crpf  અને એસ.ઓ.જી.એ  ઘેરીને તેને રાત ભરમાં તેને મારી નાખ્યા.આ મુઠભેડમાં  સુરક્ષા બળના 4 જવાન શહીદ થઇ ગયા છે. તેમાં એક મેઝર રેન્કનો ઓફિસર પણ સમાવેશ છે. શહીદ થયેલા જવાનો માં મેજર ડી એસ ડોડીયાલ, હેડ કોન્સ્ટેબલ સેવ રામ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરીસીંગ છે.

સુત્રો ના જણાવ્યા અનુસાર, આતંકી ગાઝી એક ઘરની અંદર છુપાઈને સતત ફાયરિંગ કરી રહ્યો હતો. સેનાએ તેને ઘેર્યો અને ખૂબ ફાયરિંગ કર્યું. રાત્રે થોડીવાર માટે ફાયરિંગ થોભી દેવામાં આવ્યું,  પણ સવારે અચાનક આતંકીઓએ ફરી વખત ફાયર કર્યું. તેમાં ચાર જવાન શહીદ થઇ ગયા.

જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રસીદ લોકોની આડમાં ઘરોમાં છુપાયેલો હતો. એ પાછલા વર્ષે કથિત રીતે ઘુસપેઠ કરીને દક્ષિણ કાશ્મીરમાં પહોંચ્યો અને અહીંયાથી તે આતંકી કાર્યોને અંજામ દેવામાં સફળ રહ્યો. એકાઉન્ટર ખતમ થયા બાદ  થોડી જ વારમાં પથ્થરબાજો રસ્તા ઉપર ઉતરી આવ્યા. સેનાએ તેને પાછા જવાની અપીલ કરી છે. પણ તેને પથ્થરબાજી શરૂ કરી દીધી.

લોકો ઘટનાસ્થળ પર પહોંચીને સેના પર પથ્થરો વરસાવી રહ્યા છે અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યું છે.  સેના સતત તેને હટવાની અપીલ કરી રહી છે. પણ ભીડ જામી રહી છે.

પણ સામે આવ્યું છે કે એન્કાઉન્ટરમાં માસ્ટર માઈન્ડ અબ્દુલ રસીદ ગાઝીની સાથે આતંકી હિલાલ પણ માર્યો ગયો. તે પુલવામાનો રહેવા વાળો હતો અને આતંકી ગતિવિધિઓમાં લિપ્ત હતો.પોલિસને અકે 47 સાથે અન્ય ઘણા હથિયાર જપ્ત કર્યા છે.

અત્યારે પણ સેનાનું એનકાઉન્ટર ચાલી રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે ત્રીજો આતંકી હજી સુધી છુપાયેલો છે. એની પાસે સ્નાઇપર રાઇફલ છે. જણાવી દઈએ કે પીંગલીના પુલવામામાં 14 કિમી દુર છે. જ્યાં એન્કાઉનટર ચાલી રહ્યું છે. આ વિસ્તાર દક્ષીણ કશ્મીરમાં આવે છે જે આતંકીઓનો ગઢ કહેવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment