પુલવામા હુમલા પર મોટો ખુલાસો, આતંકી હાફિજ સઈદએ 5 ફેબ્રુઆરીએ રેલીમાં આપી હતી ભારત પર હુમલો થવાની ધમકી…

53

જમ્મુ કશ્મીરના પુલવામાં જૈશ-એ-મોહમ્મદએ સીઆરપીએફ જવાનોના કાફલા પર ફિદાયીન હુમલો કરીને સુરક્ષા બળોના મનોબળ પર હુમલો કરવાની કોશીશ કરી છે. આતંકી હુમલાથી પહેલા આતંકીઓએ પાકિસ્તાનમાં ઘણી રેલીઓ કાઢી હતી. ગયેલ ૫ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલીમાં ભારત પર હુમલાની વાત કરવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મદની કરાંચી રેલીમાં સંસદ હુમલાનો માસ્ટરમાઈન્ડ અફજલ ગુરુના નામ પર આત્મઘાતી ટુકડીઓ બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે.

રેલીમાં એલાન કરવામાં આવ્યું કે જૈશએ એવા સાત આત્મઘાતી બોમ્બરની સાત ટુકડીઓ ભારતના અલગ-અલગ શહેરોમાં મોકલી દીધી છે. રેલી દરમિયાન આતંકી હાફિજ સઈદએ પીએમ મોદીને ધમકી દેતા કહ્યું છે કે મોદી પોતાની ફોજ લઈને કશ્મીરમાંથી નીકળી જા નહિ તો ઘણું બધું છોડવું પડશે. સઈદની ધમકી પછી કશ્મીરમાં હુમલો થયો અને ઓછામાં ઓછા ૩૭ જવાન શહીદ થઇ ગયા.

પાકિસ્તાનમાં ૧૦ દિવસ પહેલા મસુદ અજહરના ભાઈએ રેલીમાં આપી હતી ધમકી

આ હુમલો પાકિસ્તાનના કરાંચીમાં ૫ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલી પછી થયો હતો. તે રેલીમાં જૈશ સરગના મોલાના મસુદ અજહરના નાના ભાઈ મોલાના અબ્દુલ રઉફ અસગરએ ભારતના અન્ય ભાગને હચમચાવી નાખવાનું એલાન કર્યું હતું. તેને કહ્યું હતું કે એકવાર ફરીથી સોલીડરીટી ડે ઉજવશે તો દિલ્લી હચમચી ગયું હશે.

૬ મહિના પહેલા કરાંચીમાં કર્યું હતું હુમલાનું કાવતરું

પુલવામાં હુમલાનું કાવતરું છ મહિના પહેલા પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ કર્યું હતું. ખુફિયા એજેન્સીઓએ ડીસેમ્બરમાં એલર્ટ જાહેર કર્યું હતું કે આતંકી આદીલ અહમદ ડાર ઉર્ફ વકાસ કમાંડો કશ્મીરમાં આવી ગયો છે. ગાજી અફઘાનિસ્તાનમાં તાલીબાની આતંકીઓની સાથે પણ કામ કરી ચુક્યો છે.

જૈશએ ડીસેમ્બરમાં ડી પાક અધીકૃતમાં કશ્મીરમાં આઈઈડી ધમાકાની ટ્રેનીંગ

પાક અધિકૃત કશ્મીરના આતંકી કેમ્પમાં અબ્દુલ રશીદ ગાજીએ આ હુમલો કરનાર આદીલ અહમદ ડારને આઈઈડી ધમકાની ટ્રેનીંગ આપી હતી. ખુફિયા એજેન્સીઓએ ડીસેમ્બરમાં જ એલર્ટ જાહેર કર્યું હતું કે ગાજી કશ્મીરમાં આવી ગયો છે. ગાજી અફઘાનિસ્તાનમાં તાલીબાની આતંકીઓની સાથે પણ કામ કરી ચુક્યો છે.

માનવબોમ્બ બન્યો ડાર ૨૦૧૮ માં જૈશ સાથે જોડાયો

જૈશના પ્રવક્તાએ હુમલાની જવાબદારી લેતા વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેને આદીલ અહમદ ડાર ઉર્ફ વકાસ કમાંડોએ પાર પાડ્યું. તે પુલવામાંના ગુંડી બાગથી આતંકી નેટવર્ક ચલાવતો હતો. પુલવામાંના કાકાપોરાનો રહેનાર ડાર ૨૦૧૮ માં જૈશમાં શામેલ થયો હતો. ડાર જૈશના અફજલ ગુરુ સ્ક્વાડથી જોડાયેલો હતો. તે જૂથે લાલચોક પર હુમલાની જવાબદારી લીધી હતી અને ઉડી હુમલામાં શામેલ હતો.

સાત દિન પહેલા જાહેર થયો હતો એલર્ટ

સુરક્ષા એજેન્સીઓ પાસે ઈનપુટ હતું કે ઘાટીમાં અફજલ ગુરુ અને મકબુલ ભટની પુણ્યતિથી પર જૈશનું અફજલ ગુરુ સ્કવોડ હુમલો કરી શકે છે. કેન્દ્રીય ખુફિયા એજેન્સીએ આઠ ફેબ્રુઆરીએ તેને લઈને જ એલર્ટ જાહેર કર્યું હતું. તેમાં ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે આતંકી જમ્મુ-કશ્મીરમાં સુરક્ષાબળોની તૈનાત જગ્યાઓ અને તેમના આવવા-જવાના રસ્તાને નિશાન બનાવી શકે છે. એટલા  માટે પૂરી સાવધાની રાખવામાં આવે.

 ૧૫ દિવસ પહેલા અમેરિકી ખુફિયા ઇન્ટેલીજન્સએ હુમલાનું એલર્ટ આપ્યું હતું.

૧૫ દિવસ પહેલા અમેરિકાની નેશનલ ઇન્ટેલીજન્સએ સીનેટ રીપોર્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં સ્થીત આતંકી ભારતને ૨૦૧૯ માં નિશાન બનાવતા રહેશે. ચુંટણી પહેલા હુમલાની સંભાવના વધુ છે.

જૈશએ દેશમાં પહેલા પણ મોટા હુમલા કર્યા હતા

જૈશએ નવા પ્રકારના હથિયારો મસલન રસાયણ અને દવાઓ દ્વારા ભારત ભરમાં હુમલાની ધમકી દઈ ચુક્યો છે. જૈશએ જ ૨૦૧૬ માં પંજાબ પઠાનકોટ સ્થિત વાયુસેનાની જગ્યા પર હુમલો, સંસદ ભવન પર હુમલો(ડીસેમ્બર,૨૦૦૧), જમ્મુ કશ્મીર વિધાનસભા પર હુમલો (ઓક્ટોમ્બર ૨૦૦૧), ઇન્ડિયન એયરલાઈન્સના વિમાનનું અપહરણ (ડીસેમ્બર ૧૯૯૯), અયોધ્યા અને વારાણસીમાં ધમાકો.

નવેમ્બર, ૨૦૦૭ માં ઉત્તર પ્રદેશ પોલીસના એસટીએફ દ્વારા લખનઉમાં ગિરફ્તાર કરવામાં આવેલ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ તપાસમાં ખુલાસો કર્યો હતો કે તે રાહુલ ગાંધીના અપહરણ માટે દેશમાં આવ્યા હતા.

મસુદ અજહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહે છે.

પાકિસ્તાને ૨૦૦૨ માં જૈશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમ છતાં, જૈશના સરગના અજહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં રહે છે. ભારત પાકથી અજહરનું પ્રત્યપર્ણની માંગ કરી ચુક્યું છે, પણ પાક સબુતોનો અભાવનો હવાલો આપીને તેને નામંજૂર કરતુ રહ્યું છે.

એક વર્ષમાં ૧૧ મો આઈઈડી ધમાકો

જમ્મુ-કશ્મીરમાં ૧૯૯૦ ના દશકામાં આઈઈડી હુમલા સૌથી વધુ થતા હતા. પણ એકવાર ફરીથી તેવું શરુ થયું છે. ૨૦૧૮ થી લઈને અત્યાર સુધીમાં ૧૧ મી વાર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો છે.

૨૯ વર્ષમાં ૨૧ હજારથી વધુ આતંકી માર્યા ગયા

જમ્મુ-કશ્મીરમાં આતંકની શરૂઆત ૯૦ ના દશકામાં થઇ હતી. ૧૯૯૦ થી લઈને અત્યાર સુધી રાજ્યમાં આતંકી હુમલામાં ૫૭૭૭ થી વધુ જવાન શહીદ થયા છે. સુરક્ષાબળોની કાર્યવાહીમાં ૨૧૫૬૨ આતંકી માર્યા ગયા હતા. તેના સિવાય આતંકી હુમલામાં ૧૬૭૫૭ નાગરિક પણ માર્યા ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment