પુલવામા CRPF પર થયેલા હુમલા વિષે પાકિસ્તાની મીડિયા શું કહે છે ??? જાણો વધુ…

28

પાકિસ્તાનએ ગુરુવારે જમ્મૂ અને કશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાથી પોતાનું નામ હટાવ્યું અને કહ્યું કે ભારત અને ત્યાનું મીડિયા એવા આરોપ ન લગાવે. એને એમ પણ કહ્યું કે પુલવામા જિલ્લામાં થયેલ ચરમપંથી હુમલો ‘ગંભીર ચિંતાનો વિષય’ છે.

પાકિસ્તાને આ હુમલા પર લખ્યું છે, “ભારત અધિકૃત કશ્મીરના પુલવામા માં થયેલ હુમલો ચિંતાનો વિષય છે. અમે ઘાટીમાં હિંસાની ઘટનાઓ પર હંમેશા નિંદા કરી છે. આની સાથે જ અમે તપાસ વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાન સાથે જોડવાના તમામ  આક્ષેપોને નકારીએ છીએ.”

જમ્મૂ કશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે શ્રીનગર જમ્મૂ રાજમાર્ગ પર લેથપોરાની પાસે ચરમપંથીઓના આઈઈડી ધમાકો કરીને  સીઆરપીએફના કાફલાને નિશાના બનાવ્યો હતો. આ હુમલામાં ૩૪ જવાન માર્યા ગયા અને ઘણા ઘાયલ છે.

ભારત પ્રશાસિત કશ્મીરમાં થયેલ આ ચરમપંથી હુમલાને પાકિસ્તાની સમાચારપત્રોમાં મુખ્ય રૂપે છાપ્યું છે. ધ નેશનની હેડલાઈન છે, “આઝાદીના લડાકાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કશ્મીરમાં ૪૪ સૈનિકોની મોત”

સમાચારપત્ર લખે છે કે ભારત સરકારએ આ ઘટનાને આતંકવાદનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે અને દાવો કર્યો છે કે આની પાછળ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ છે. પરંતુ જૈશ એ મોહમ્મદએ ભારતીય વિદેશ મંત્રાલયના આ બયાન પર તરત જ પોતાની પ્રતિક્રિયા આપી છે. સમાચારપત્ર અનુસાર આ ચરમપંથી સંગઠનના એક પ્રવક્તાએ કહ્યું કે ભારત આ ઘટના માટે કાશ્મીરી યુવાઓની બદલે જૈશ એ મોહમ્મદને જવાબદાર ગણી રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું, “જેઈએમનું આની સાથે કઈ લેવા દેવા નથી.”

પાકિસ્તાન ઓબ્જર્બરની હેડલાઈન છે, “ભારત અધિકૃત કશ્મીરમાં થયેલ ધમાકામાં ૪૪ ભારતીય સૈનિકોની મોત, ડર્ઝનો ઘાયલ”

સમાચારપત્ર લખે છે કે ગયા બે વર્ષોમાં ભારતીય સુરક્ષાબળો પર આ સૌથી ઘાતક હુમલો છે. ધમાકો એટલો જબરદસ્ત હતો કે આનો અવાજ ઘણા કિલોમીટર દુર સુધી સંભળાઈ.

પાકિસ્તાન ટુડે પ્રમાણે ચરમપંથીઓએ ધમાકા માટે ૩૫૦ કિલોગ્રામથી વધારે વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી એક કારમાં રાખવામાં આવ્યું હતું. સમાચારપત્ર એમ પણ લખે છે કે જે બસને નિશાનો બનાવામાં આવી, એમાં ૩૯ જવાન સવાર હતા. બસ પર ગોળીઓના નિશાન હતા, એનાથી આ સંકેત મળે છે કે ધમાકા બાદ છુપાયેલા ચરમપંથીઓએ સુરક્ષાબળોના કાફલા પર ગોળીઓ પણ મારી.

સમાચારપત્ર લખે છે કે આ સદીમાં કશ્મીરમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે. ૧ ઓક્ટોમ્બર ૨૦૦૧ના રોજ ત્રણ ચરમપંથીઓએ વિસ્ફોટકોથી ભરેલી એક ગાડીને શ્રીનગરના જમ્મૂ કશ્મીર વિધાનસભા પરિસરમાં ટકરાવી દીધી હતી આ હુમલામાં ૩૮ લોકોનું મૃત્યુ થઈ ગયું હતું.

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર અમુક લોકો પુલવામા હુમલા પર પ્રતિક્રિયા આપતા દેખાયા.

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાનના એક રીટાયર્ડ જનરલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પુલવામા હુમલા પર થયેલ ચર્ચા દરમ્યાન એ કહેતા દેખાઈ રહ્યા છે કે જમ્મૂ કશ્મીરમાં હજી આત્મઘાતી હુમલાનો દૌર શરૂ નથી થયો, પરંતુ હવે શરૂ થઇ ગયો છે.

પાકિસ્તાનની સિક્રેટ એજન્સી આઈએસઆઈ માટે કામ કરી ચુકેલા આ જનરલ પણ કહે છે કે આના પછી જ દુનિયા કશ્મીરના મામલાને જાણી શકશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment