પુલવામા સીઆરપીએફ પર થયેલા હુમલા માટે ચીનની “ચુપ્પી” અને પાકિસ્તાની નેતાનું “અટપટું બયાન”

47

ભારત પ્રશાસિત કશ્મીરના પુલાવામા જિલ્લામાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના એક કાફિલા પર થયેલ હુમલાઓ છેલ્લા ત્રણ દશકનો સૌથી મોટો હુમલો જણાવામાં આવી રહ્યો છે.

આ હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા ૪૦ જવાનોનું મૃત્યુ થઇ ગઈ છે. હુમલાની જવાબદારી ચરમપંથી સંગઠન જૈશ એ મોહમ્મદએ લીધી છે.

જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં રહેલ ચરમપંથી સંગઠન છે અને આના સંસ્થાપક મસૂદ અજહરનું ઠીકાનો પણ પાકિસ્તાન જ છે. આવામાં ભારતે પાકિસ્તાનને આ મામલા માટે સીધી રીતે જવાબદાર ઠરાવ્યા છે.

મસૂદ અજહરને ભારતના અટલ બિહારી બાજપેયી સરકારએ ઇન્ડિયન એયરલાઈન્સના એક યાત્રી વિમાનના હાઈજેક કર્યા બાદ ૧૫૫ યાત્રીઓને સુરક્ષિત લાવ્યા બાદ છોડ્યો હતો.

તાત્કાલિક વિદેશ મંત્રી જસવંત સિંહ ચરમપંથી મસૂદને વિમાનમાં લઈને કંધાર સુધી ગયા હતા. એના પછીથી મસૂદનું રહેઠાણ પાકિસ્તાન જ છે. કેન્દ્રની મોદી સરકારએ સંયુક્ત રાષ્ટ્રને મસૂદ અજહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરાવાનના પ્રયત્ન કર્યો પરંતુ ચીનએ આને રોકી દીધું હતું.

સૌથી આશ્ચર્યની વાત છે કે આ હુમલાને લઈને પાકિસ્તાન અને ચીનના મીડિયામાં લગભગ ખામોશી છે. ગ્લોબલ ટાઈમ્સને ચીનની સત્તાધારી ક્મ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યપત્ર માનવામાં આવે છે પરંતુ આ સમાચારમાં લગભગ ચુપ્પી છે.

આ હુમલાની કોઈ ટીકા થઇ નથી. ગ્લોબલ ટાઈમ્સમાં ૧૫ ફેબ્રુઆરીએ એક નાની ખબર છપાઈ છે જેમાં હુમલાની સુચના છે.

આ જ પ્રકારની ચીનની ન્યૂજ એજન્સી શિન્હુઆએ પણ આ સમાચારની અવગણના કરી છે. શિન્હુઆએ આ હુમલાની પુર્તગાલના નિંદા કરવાની ખબર છાપી છે.

ચાઈના ડેઈલીએ પણ આ હુમલાના સમાચારની અવગણના કરી છે. ચાઈના ડેલીએ આની કોઈ ખબર પણ છાપી નથી. જો કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગએ નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના પુછાયેલા પ્રશ્નો પર આ હુમલાની નિંદા કરી છે.

શુઆંગએ કહ્યું છે કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રતિ એમની પૂર્ણ સહાનુભૂતિ છે. શુઆંગએ કહ્યું કે ચીન દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરે છે અને આશા છે કે આતંકવાદ પર કાબૂ કરવા માટે પાડોશી દેશ એકબીજાને સહકાર કરશે.

જો કે શુઆંગએ અજહર મસૂદના પ્રશ્ન પર કોઈ જવાબ આપ્યો નથી.

ચીન અને પાકિસ્તાનની મિત્રતા કઈ છુપાયેલ વાત નથી ચીન, પાકિસ્તાનમાં પોતાની મહત્વકાંક્ષી યોજના ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર કામ કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ અનુસાર ચીનએ પાકિસ્તાનમાં ૫૫ અરબ ડોલરનું નિવેશ કર્યું છે. ભારતનું ચીન અને પાકિસ્તાન બંને સાથે યુદ્ધ થઇ ચુક્યું છે. ચીન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પણ ઘણી વિકાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

આશ્ચર્યની વાત છે કે પાકિસ્તાની મીડિયામાં પણ પુલાવામા હુમલાને લઈને કોઈ હલચલ નથી. જ્યારે આ હુમલો થયો તો પાકિસ્તાનના મહત્વના સમાચારપત્રોએ ખબરને બે ત્રણ કોલમમાં પતાવી દીધો. આની પહેલા આટલા મોટા હુમલાને લઈને પાકિસ્તાની મીડિયામાં ઘણી વાતો મળતી હતી.

૧૭ ફેબ્રુઆરીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાન પહોંચી રહ્યા છે અને મીડિયામાં આની સાથે જોડાયેલ ખબરો, રિપોર્ટસ અને વિશ્લેષણ છવાયેલ છે.

૧૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાની સમાચાર ડોનએ રેડિયો પાકિસ્તાનના હવાલાથી સમાચાર છાપ્યા છે કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ ભારતીય ઉપસ્થિત ડેપ્યૂટી કમિશનરને બોલાવામાં આવ્યા અને પુલવામા હુમલામાં પાકિસ્તાન પર આરોપને લઈને વિરોધ પત્ર આપી દિધો.

પાકિસ્તાનએ જૈશ એ મોહમ્મદ પ્રમુખ મસૂદ અજહર પર કોઈ ટીપ્પણી કરી નથી. બીજી બાજુ એને ભારતના આરોપોને પહેલેથી જ રદ કરી દીધા છે. આ હુમલાને લઈને પાકિસ્તાની નેતાઓના અટપટા બયાન પણ સામે આવ્યા છે.

પાકિસ્તાનના પ્રમુખ અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂનની એક રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સીનેટર અને સીનેટ સ્ટેડીંગ કમિટીના ચેરમેન રહમાન મલિકએ કહ્યું છે કે પુલવામામાં ભારતીય સુરક્ષાબળો પર હુમલો એક સાજિશ છે તેથી વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી ચુંટણી જીતી શકે.

આ રીપોર્ટ પ્રમાણે એમણે એ પણ કહ્યું કે આ હુમલો ‘ભારતીય જાસૂસ’ કુલભૂષણ જાધવ પરથી ધ્યાન ભટાવવા માટે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) નેતા રહમાન મલિકએ શુક્રવારએ પોતાના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે કહ્યું કે પાકિસ્તાન પહેલા જ આ હુમલાની નિંદા કરી ચુક્યા છે.

માલિકએ કહ્યું, “ભારતની સરકારને કોઈપણ હુમલામાં પાકિસ્તાન પર આંગળી ઉઠાવાની આદત થઇ ગઈ છે. આ પાકિસ્તાનને અલગ કરવાની કોશિશ છે પરંતુ ભારત આમા સફળ નહિ થઇ શકે.”

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિકએ પીએમ મોદી વિરુધ્ધ પણ તીખો હુમલો કર્યો.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે એટલે કે ૧૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાન પહોંચવાના હતા, પરંતુ અચાનકથી એમણે પોતાની યોજના બદલી નાખી અને હવે તે ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાન આવશે.

પાકિસ્તાન અખબાર ડોનએ લખ્યું છે કે અચાનકથી પ્રવાસમાં એક દિવસની કટૌતીનું કારણ હજુસુધી ચોખ્ખું થઇ શક્યું નથી. આ વચ્ચે સાઉદી અરબએ પણ પુલવામામાં સીઆરપીએફના કાફિલા પર થયેલ હુમલાની નિંદા કરી છે.

પાકિસ્તાન સાઉદી ક્રાઉન પ્રિન્સના પ્રવાસને એતિહાસિક જણાવી રહ્યો છે. પ્રિન્સ સલમાન ૧૯ ફેબ્રુઆરીએ ભારત પણ પહોંચી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સલમાનની સામે પાકિસ્તાની જમીન પર આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે.

ભારત પર થયેલ હુમલાને વિદેશી મીડિયાએ વધારે ધ્યાન આપ્યું નથી. અમેરિકી મીડિયાથી યુરોપ સુધીના મીડિયા માટે આ એક નાની ખબરની જેમ રહી. ટ્રમ્પએ ૨૬/૧૧ ની વરસી પર ટ્વીટ કરી આતંકવાદના મામલે પર ભારત સાથે ઉભા હોવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ આ વખતે કોઈ ટ્વીટ કરી નથી.

ઇજરાઈલના રાષ્ટ્રપતિ બિન્યામિન નેતન્યાહૂએ જરૂર ટ્વીટ કરી સંવેદના જતાવી છે અને કહ્યું છે કે આ મુશ્કેલ ક્ષણોમાં તે ભારત સાથે ઉભા છે. ઈરાનએ પણ આ હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે કોઈપણ તર્ક પર આવા હુમલાને સહન કરી શકાય નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment