પુજાના સમયે દીવો પ્રગટાવી વખતે ન કરો આ ભૂલો, આવી શકે છે દરિદ્રતા

73

ભગવાનને દીવો પ્રગટાવતી વખતે લાલ દોરો અથવા રૂ ની વાટનો ઉપયોગ લેવાથી ભગવાનની કૃપા મળે છે

પૂજા માટે લોકો હંમેશા સવાર અથવા સાંજે દીવો પ્રગટાવે છે. તેનાથી ઘરની શુદ્દીની સાથે મનને પણ શાંતિ મળે છે, પરંતુ શું તમને ખબર છે દીવો પ્રગટાવતી વખતે અજાણતાથી કરવામાં આવેલી ભૂલો પણ ભારે પડી શકે છે. આજે અમે તમને દીવો પ્રગટવાનો સાચો નિયમ અને ધ્યાન રાખવા જેવી 9 વાતો વિશે જણાવીશું.

1) લોકો પૂજાની દરમિયાન દીવો પ્રગટાવે છે પરંતુ તેને સાચી રીતે નથી રાખતા. થોડાક લોકોનુ સીહાસન નાનું છે તો તે દીવાને નીચે રાખી દે છે તો થોડાક દીવાને કાઠે રાખી દે છે. પરંતુ દીવો પ્રગટાવવાની સાચી રીત આ છે કે દીવાને હમેશા ભગવાનની ફોટાની એકદમ સામે રાખવો જોઈએ.

૨) આપણા માંથી વધુ લોકો દીવાને પ્રગટાવવા માટે રૂ ની વાટનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમને ખબર છે કે દીવો પ્રગટવા માટે રૂ ના સિવાય લાલ દોરાનો પણ ઉપયોગ થાય છે. હકીકતમાં રૂ નો ઉપયોગ ઘીના દીવા માટે જયારે કે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ હોય છે

૩) ઘણી વાર દીવો થોડોક ચોટેલો રહે છે અથવા તૂટેલો રહે છે, પરંતુ લોકો અજાણતામાં તેનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ શું તમને ખબર છે તમારાથી કરવામાં આવેલી ભૂલ તમારા પર કેટલી ભારી પડી શકે છે. હકીકતમાં તેને પૂજામાં બહુજ અશુભ માનવામાં આવે છે. ખંડિત દીવામાં જ્યોત પ્રગટાવવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. જેનાથી ઘરમાં કયારે પણ પૈસા ટકતા નથી.

૪) દીવો પ્રગટાવવા માટે સમયનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. કેટલાક લોકો સમય વગરનો દીવો પ્રગટાવી દે છે. જયારે કે શાસ્ત્રોના મુજબ એવું કરવાથી નુકસાન દાયક થઈ શકે છે. હકીકતમાં સવારના સમયે દીવો હંમેશા ઘરની અંદર અને સાંજના સમયે તેને ૫ થી ૭ ની વચ્ચે પ્રગટાવો જોઈએ.

૫) ઘણા લોકો સાંજના સમયે ઘરના ખૂણામાં પણ દીવો રાખે છે. પરંતુ ધ્યાન રાખો કે દીવો ક્યારેય પણ પશ્ચિમ દિશાની તરફ ન રાખવો. કેમ કે એવું કરવાથી ઘરના સદસ્યો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે. તેમણે સ્વાસ્થ સબંધિત સમસ્યાઓની સાથે આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

૬) દીવાને ક્યારે પણ એવી રીતે ન રાખો કે તેનો પ્રકાશ દક્ષિણ દિશાની તરફ પડે. એવું થવાને લીધે રુપીયા પૈસાનુ નુકસાન થઈ શકે છે. તમારા પર કર્જનો ભાર પણ પડી શકે છે.

૭) દીવો એમ તો ભગવાનની મધ્યમાં રાખવો જોઈએ, પરંતુ તેનીં સ્થિતિ તેમાં ભરવામાં આવતા દ્રવ્ય પર નિર્ભર કરે છે. જો દીવો ઘીનો હોય તો તેને પોતાના જમણા હાથ તરફ સળગાવો. જયારે દીવો તેલનો હોય તો તેને ડાબા હાથ તરફ પ્રગટાવો.

૮) પુજાના સમયે દીવાને ઠરવા ના દો. એવું થવું અશુભ ફળ આપે છે. તેનાથી ઘરમાં બીમારીઓ અને નકારાત્મકતાનો વાસ થાય છે. તેનાથી ભગવાન અપ્રસન્ન થાય છે અને પુજાનું પૂર્ણ ફળ પણ નથી મળી શકતું.

૯) દીવો પ્રગટાવવાના લિધે થનારા લાભને બે ગણો કરવા માટે દિવસો મુજબ દીવો પ્રગટાવો. જો તમે શની દેવને પ્રસન્ન કરવા માંગો છો તો સરસોના તેલનો દીવો પ્રગટાવો, ત્યારે જ દુર્ગાજીને પ્રસન્ન કરવા માટે ઘીનો દીવો પ્રગટાવો. જયારે અન્ય દેવીદેવતા ને પ્રસન્ન કરવા માટે તેલનો ઉપયોગ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment