PUBG ગેમની દરરોજ કમાણી છે આટલી, સાંભળીને તમારું મગજ ચકરી ખાઈ જશે…

82

‘પબજી મોબાઈલ’ અને એના નવા વર્ઝન ‘ગેમ ફોર પીસ’ ના કારણે ચીનના ઇન્ટરનેટ પાવરહાઉસ ટેનસેંટનું મહેસુલ મે મહિનામાં એક દિવસ ૪૮ લાખ ડોલરથી વધારે નોંધવામાં આવ્યું, એની સાથે જ આ દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર એપ બની ગઈ છે. મોબાઈલ એપ ઈન્ટેલીજન્સ કંપની સેંસર ટાવરની રીપોર્ટમાં આ જણકારી આપવામાં આવી છે.

અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળનાર મેહસુલને શામેલ કરવામાં આવ્યું નથી) અનુસાર, બંને વર્ઝન મળીને મે મહિનામાં કુલ ૧૪.૬ કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલ મહિનામાં થઇ ૬૫ કરોડ ડોલરની કમાણીની તુલનામાં ૧૨૬ ટકા વધારે છે. એની પહેલા એપ્રિલમાં હજુ સુધીની સૌથી વધારે કમાણી થઇ હતી.

પબજી મોબાઈલ, ગેમ ફોર પીસથી થયેલ મે મહિનામાં થયેલ કુલ મહેસુલમાંથી લગભગ ૧૦.૧ કરોડ ડોલર મહેસુલ એપ્પલના સ્ટોર પરથી મળ્યું, જયારે ગૂગલના પ્લેટફોર્મ પરથી કુલ ૪.૫૩ કરોડ ડોલરનું મહેસુલ મળ્યું.

સેંસર ટાવરના મોબાઈલ ઇનસાઈટ્સના પ્રમુખ રૈડી નેલ્સનએ બ્લોગ પોસ્ટમાં લખ્યું કે પબજી મોબાઈલના બંને વર્ઝનથી થનાર કમાણીને એક સાથે મેળવવાથી આ બીજા સ્થાન પર રહેનારી ગેમ ઓનર ઓફ કિંગ્સથી ૧૭ ટકા વધારે છે, જેને લગભગ ૧૨.૫ કરોડ ડોલરની કમાણી કરી. આ ગેમ પણ ટેનસેંટની જ છે. નેલ્સનએ લખ્યું, “એપ સ્ટોર અને ગૂગલ પ્લે યૂઝર્સએ ગયા મહિને પબજીના બંને મોબાઈલ સંસ્કરણો પર અંદાજીત ૪૮ ;લાખ ડોલર દરરોજ ખર્ચ્યા.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment