પૃથ્વી પહેલા એક આગનો ગોળો હતી, માણસને રહેવાલાયક બનતા લાગ્યા કરોડો વર્ષ, જાણો રોચક તથ્ય માહિતી….

6

ધરતી છે તો હરિયાળી છે. હરિયાળી છે તો જીવન છે. જીવન છે તો આપણે બધા છીએ. આ મૂળ મંત્રને ભૂલી ગયેલો માણસ ધરતીને નાશ કરવા પર તુલેલો છે. સીમિત પ્રાકૃતિક સંસાધનોનો એટલો ઝડપથી દોહન કરવા લાગે છે. કે તે વર્ષ ભર ચાલવાની જગ્યાએ પહેલા જ ખત્મ થતા જઈ રહ્યા છે. આ દિવસને અર્થ ઓવરશૂટ ડે કહેવામાં આવે છે.

પૃથ્વી શબ્દ કોણે આપ્યો હતો?

“પૃથ્વી દિવસ કે અર્થ ડે” શબ્દને જુલીયન કોનીંગ 1969 આપ્યો હતો. આ નવા આંદોલનને મનાવવા માટે 22 એપ્રિલનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો, આ દિવસને કેનિંગનો જન્મદિવસ પણ હોય છે. તેઓએ જણાવ્યું કે “અર્થ ડે” “બર્થ ડે” ની સાથે તાલ મળે છે, એટલા માટે તેઓએ 22 એપ્રિલને પૃથ્વી દિવસ મનાવવાનું સુઝ્વ્યું.

અમેરિકી સીનેટરે કરી હતી અર્થ ડે ની શરૂઆત

દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવતા પૃથ્વી દિવસ (અર્થ ડે)ની શરૂઆત એક અમેરિકી સીનેટર ગેલોર્ડ નેલ્સને કરી હતી. 1969 માં સાંતા બારબરા, કેલીફોર્નીયામાં તેલ રીસવની ભારે બરબાદી જોયા બાદ તે એટલા આશ્ચર્યમાં મુકાયા કે તેઓએ પર્યાવરણ સંરક્ષણને લઈને તેનો નિર્ણય કરવાનું શરુ કર્યું. 1970 થી 1990 સુધી આ આખા વિશ્વમાં ફેલાઈ ગયું અને 1990થી તે આખા વિશ્વમાં ફેલાઈ ગયું અને 1990 થી તેને આંતરરાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ એક એવો કાર્યક્રમ છે જેણે દર વર્ષે અરબો લોકો મનાવે છે. અને કદાચ તે એ કાર્યક્રમોમાંથી એક છે જેણે મોટેભાગે મનાવવામાં આવે છે.

હજારો છાત્રો આંદોલનનો હિસ્સો બન્યા

22 એપ્રિલ 1970એ પૃથ્વી દિવસને આધુનિક પર્યાવરણ આંદોલનની શરૂઆતને ચિન્હિત કર્યો હતો. લગભગ 20 લખ અમેરિકી લોકોએ એક સ્વસ્થ, સ્થાયી પર્યાવરણના લક્ષ્યની સાથે ભાગ લીધો. હજારો કોલેજો અને વિશ્વવિદ્યાલયોએ પર્યાવરણના દુષણ વિરુદ્ધ પ્રદર્શનોનું આયોજન કર્યું. પૃથ્વી દિવસ અમેરિકા અને દુનિયામાં લોકપ્રિય સાબિત થયો. 1990 માં 22 એપ્રિલના દિવસે આખી દુનિયામાં પુનઃ ચક્રીકરણના પ્રયાસોની વખાણ કરવામાં આવ્યા હતા તથા રિયો ડી જેનેરિયોમાં 1992ના યુએન પૃથ્વી સંમેલન માટે માર્ગ પ્રસ્શ્ત કર્યો. પૃથ્વી દિવસના નેટવર્કના માધ્યમથી કાર્યકર્તા રાષ્ટ્રીય, સ્થાનીય અને વૈશ્વિક નીતિઓમાં થયેલા બદલાવ એકબીજા સાથે જોડી શકો છો.

એટલા માટે પસંદ કરવામાં આવ્યો 22 એપ્રિલનો દિવસ

સીનેટર નેલ્સને એવી તારીખને પસંદ કરી, જે કોલેજ કેમ્પસમાં પર્યાવરણ શિક્ષણની ભાગીદારીને અધિકતમ કરી શકે. તેને તેના માટે 19 25 એપ્રિલ સુધી અઠવાડિયું સર્વોતમ લાગ્યું, કારણ કે ન તો પરીક્ષા અને ન વસંતની રજાઓનો સમય હોય છે. ન તો આ સમયે ધાર્મિક રજાઓ જેવા ઈસ્ટર આદી હોય છે. એવામાં તેઓને વધારે છાત્રોની કક્ષામાં રહેવાની ઉમ્મીદ હતી, આ કારણ તેઓએ 22 એપ્રિલનો દિવસ પસંદ કર્યો.

ગ્લોબલ વોર્મિંગ ખતરામાં ધરતી

આપણે ભલે આટલા દિવસો સુધી પૃથ્વી દિવસ મનાવતા હોઈએ અને દેશ અને દુનિયાનું પર્યાવરણનું સરક્ષણનો સંદેશો આપી રહ્યા હોઈએ. પણ તે ઉપરાંત પૃથ્વી પર મંડરાતો ભય જેમ નો તેમ જ બનેલો છે. સૌથી મોટો ભય તો ગ્લોબલ વોર્મિંગનો છે. ધરતીના તાપમાનમાં સતત વધતા સ્તરને ગ્લોબલ વોર્મિંગ કહે છે. વર્તમાનમાં આ પુરા વિશ્વ સમક્ષ મોટી સમસ્યાના રૂપમાં ઉભરી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધરતીના વાતાવરણ ગર્મ થવાનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ગૈસોના સ્તરમાં વૃદ્ધિ છે. જો તેને નજરઅંદાજ કરવામાં આવ્યું અને તેનાથી છુટકારો મેળવવા માટે આખા વિશ્વના દેશો દ્વારા તુરંત જ કોઈ પગલું નહિ ઉઠાવ્યું તો તે દિવસ દુર નથી જયારે ધરતી પોતાના અંત તરફ અગ્રેસર થઇ જશે.

ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર પ્રમુખ કારણ

ઔદ્યોગિકરણ બાદ કાર્બન ડાઈ ઓક્સાઈડ નું ઉત્સર્જન પાછલા 15 વર્ષોમાં ઘણા ગણું વધારે છે.

આ ગૈસોનું ઉત્સર્જન સામાન્ય પ્રયોગના ઉપકરણો, ફ્રીઝ, કમ્પ્યુટર, સ્કુટર, કાર વગેરેથી થાય છે.

વિશ્વમાં પ્રતિવર્ષ ૧૦ કરોડ ટનથી વધારે પ્લાસ્ટિકનું ઉત્પાદન થઇ રહ્યું છે અને તે સતત વધી રહ્યું છે.

ગ્રીન હાઉસ ગૈસો પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોય છે. તેમાં નાઈટ્રસ ઓક્સાઈડ, મીથેન, ક્લોરો ફ્લોરો કાર્બન, બાષ્પ, ઓઝોન પણ સમાવેશ થાય છે.

મોસમ ચક્રમાં થઇ રહેલા સતત બદલાવથી પર્યાવરણ પર સતત ખતરો મંડાઈ રહે છે. આખા વિશ્વમાં ગરમીઓ લાંબી થતી જાય છે, અને સર્દીઓ નાની.

આમ સમજો

માની લો ધરતી પર હયાત પેયજલ ક્યારેય બધા માટે વર્ષભર માટે હયાત રહેતો હતો. આ દરમિયાન વરસાદ અને અન્ય રીતે આ સંસાધન પુનઃ એટલી માત્રામાં એકત્રિત થતો હતો. હવે એવું નથી. વધારે પાણીના ઉપયોગથી ધરતી પર વર્ષ સુધી ઉપયોગ કરી શકાતું પાણી વર્ષ પહેલા જ ખત્મ થઇ ગયું. ચિંતાની વાત તો એ છે કે આ અર્થ ઓવરશૂટ ડે વર્ષ નજીક આવતો રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment