જો તમારે તમારી પ્રોસ્ટેટ ગ્રંથીને સ્વસ્થ રાખવી હોય તો દરરોજ આ આહાર ખાવાનો આગ્રહ રાખો

151

પ્રોસ્ટેટ ગ્રંથીને પુરુષત્વ ગ્રંથી પણ કહેવામાં આવે છે. આ ગ્રંથી પુરુષોના જનનાંગોનો – પ્રજનનતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ કે હિસ્સો છે. અખરોટ જેવા આકારની આ પ્રોસ્ટેટ ગ્રંથી પુરુષના શુક્રાણુ બીજના ઉત્પાદનમાં મદદ કરે છે. પુરુષોના આરોગ્ય માટે પણ આ પ્રોસ્ટેટ ગ્રંથિનું સ્વસ્થ રહેવું ખુબજ જરૂરી છે.

પુરુષોમાં જોવા મળતી આ ગ્રંથીમાં સામાન્ય બેક્ટેરીયાના ચેપથી લઇને કેન્સર જેવા ગંભીર રોગ પણ થઇ શકે છે. પ્રોસ્ટેટમાં થતા  રોગોના કારણે આ ગ્રંથી મોટી થઇ જાય છે. અથવા તો તેમાં કેન્સર જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જેથી આવા રોગ થતા પહેલા અમુક પ્રકારના ખોરાક દ્વારા તમે તમારી આ પ્રોસ્ટેટ ગ્રંથીને સ્વસ્થ રાખી શકો છો. જેથી તમે ભવિષ્યમાં થતી આવી ગંભીર બીમારીઓથી રોગ મુક્ત રહી શકશો. તમારે ખાવામાં  ફક્ત થોડી સાવધાની રાખવાની જરૂર છે.

૧.) કાચુ લસણ ખાઓ

કાચા લસણનો ખાવામાં ઉપયોગ કરવાથી ફક્ત પ્રોસ્ટેટ ગ્રંથીનું સ્વાસ્થ્ય જ વધારે સારું થાય તેવું નથી. પરંતુ તે પેટ અને હૃદય માટે પણ તેટલું જ ગુણકારી છે. કાચું લસણ 20 % સુધી પ્રોસ્ટેટ ગ્રંથીના કેન્સરનાં વિકાસની શક્યતાઓને ઓછી કરે છે. દરરોજ કાચું લસણ ખાવાથી તમારી પ્રોસ્ટેટ ગ્રંથી સ્વસ્થ રહેશે, સાથે હૃદયના સ્નાયુઓને પણ મજબુત કરશે. જેથી હાર્ટ એટેક એટલે કે હૃદયરોગનો હુમલો આવવાની શક્યતાઓ પણ ઓછી થશે.

૨.) ભરપુર માત્રામાં ટમેટા ખાવા.

શોધ અને સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે ફળ અને લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખાઈ શકાય તેટલા ખાનાર લોકોને કેન્સરનાં જોખમ સામે, ફળ અને લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં ખાનાર લોકોની સરખામણીએ, 24 % સુધી ઓછું જોવા મળે છે. પુરુષો પર થયેલા એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે, દરરોજ નિયમિત ટમેટા ખાનાર પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ 18 % જેટલું ઓછું થઇ જાય છે. હકીકતમાં ટામેટાની અંદર કેન્સર વિરોધી પ્રતિરોધક ગુણધર્મોવાળું લાઈકોપેન હોય છે. તે એક એન્ટીઓક્સીડેંટ છે. જે તમારા શરીરના DNA અને કોશિકાઓને નુકશાન થતા રોકે છે.

૩.) ખુબ પાણી પીવું.

દિવસ દરમ્યાન અને રાત્રે સુતા પહેલા ખુબ પાણી પીવું જોઈએ, જેનાથી તમારી પ્રોસ્ટેટ ગ્રંથી સ્વસ્થ રહે છે. એમ ન માનશો કે ખુબ પાણી પીવાથી ફક્ત પ્રોસ્ટેટનું જ સ્વાસ્થ્ય સારું થાય છે, પણ તમારા શરીરની ત્વચા – સ્કીન પણ સારી રહે છે. આ સાથે તમારી કીડનીને લગતી સમસ્યાઓ પણ  થતી નથી. જો તમે જરૂરી માત્રામાં પાણી ન પીઓ તો તમારા મૂત્રાશયને લગતી તમામ માંસપેશીઓ સંકોચાવા લાગે છે. આમ થવાથી તમારા શરીરની પ્રોસ્ટેટ ગ્રંથીને સારું એવું નુકશાન પહોચી શકે છે.

૪.) સીતાફળના બી ખાઓ.

સીતાફળના બી આ પ્રોસ્ટેટ સંબંધી બીમારીમાં ખુબજ લાભદાયક થાય છે. સીતાફળના કાચા બી નો જો દરરોજ ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તો તે નોંધપાત્ર હદ સુધી પ્રોસ્ટેટ ગ્રંથીની સમસ્યાઓનો બચાવ કરવામાં ઘણાજ મદદરૂપ થાય છે. સીતાફળના બીમાં એક પ્રકારનું “પ્લાન્ટ કેમિકલ” હોય છે. જે તમારા શરીરમાં ગયા પછી ટેસ્ટોસ્ટેરોનને ડીહાઈડ્રોટેસ્ટોસ્ટેરોનમાં રૂપાંતર થતું રોકે છે. જેથી પ્રોસ્ટેટ ગ્રંથીની કોશિકાઓ બનવામાં અવરોધ ઉભો થાય છે. તેથી પ્રોસ્ટેટની કોશિકાઓ બની શક્તિ નથી.

૫.) વિટામીન ડી થી ભરપુર ખોરાક ખાવો.

તમારા શરીરમાં વિટામીન ડી ની ખામીને દુર કરવા માટે અને તમારી પ્રોસ્ટેટ ગ્રંથીને બચાવવા માટે એવો ખોરાક ખાઓ કે જેમાં વિટામીન ડી ભરપુર માત્રામાં હાજર હોય. તેના માટે સાલમન અને ટૂના માછલીનો ખોરાકમાં ઉપયોગ કરો. એવું નથી કે વિટામીન ડી માટે શાકાહારી લોકોએ પણ આ માછલીઓ ખાવી. મશરૂમમાં પણ વિટામીન ડી હોય છે. આ ઉપરાંત દૂધ, ફળ, અમુક પ્રકારના સેરેલ્સ એટલે કે અમુક પ્રકારના અનાજમાં પણ વિટામીન ડી હોય છે. સૌથી વધારે પ્રમાણમાં, મફતમાં અને કુદરતી રીતે મળતું વિટામીન ડી તમને સૂર્ય નારાયણના કુમળા તડકામાંથી મળી શકે છે. સૂર્ય નારાયણના કુમળા તડકામાંથી મળતા વિટામીન ડી થી તમારા શરીરના હાડકાનું બંધારણ પણ મજબુત થાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment