પ્રિયંકાના જેઠ “જો જોનસ”ની બેચલર્સ પાર્ટીમાં બન્યું કઈક એવું કે 3 વાર આવી પોલીસ, જુઓ તમે પણ…

131

પ્રિયંકા ચોપડાના જેઠ અને નીક જોનસના મોટા ભાઈ જો જોનસે થોડા સમય પહેલા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટ્રેસ સોફી ટર્નર સાથે લગ્ન કર્યા હતા. ૧ મેં ૨૦૧૯ માં બનેએ લાસ વેગાસમાં લગ્ન કરીને બધાને ચોકાવી દીધા હતા. લગ્ન પહેલા જોનસની બેચલર્સ પાર્ટીમાં કઈક એવું બન્યું જેના કારણે ત્યાં ૩ વાર પોલીસ આવી હતી.

હાલમાં જ જોનસ બ્રધર્સ એક ચેટ શો માં પહોચ્યા હતા. અહી તેમની સાથે ‘know your bro’ ગેમ રમવામાં આવી. આ દરમિયાન પૂછવામાં આવ્યું કે જોનસની પાર્ટીમાં સૌથી વાઈલ્ડ વસ્તુ શું છે?

તેના જવાબમાં નીક જોનસે કહ્યું, ‘જો કે બેચલર્સ પાર્ટીમાં પહેલી રાત્રે પોલીસ આવી હતી, એવું ત્રણ વાર બન્યું. આ એક ખુબ જ ખરાબ વાત છે પરંતુ તે સમયે અમે ક્યાં હતા એતો એનાથી પણ વધુ ખરાબ છે.’

નીક જોનસે આગળ જણાવ્યું, ‘પાર્ટીમાં બધા એટલી હદે ખોવાય ગયા હતા કે “જો” એ પોતાની શર્ટ પણ ફાડી નાખી હતી અને એટલું જ નહી એમને પોતાના મિત્રનો શર્ટ પણ ફાડી નાખ્યા હતા એના પછી તેઓ વિચિત્ર હરકતો કરવા લાગ્યા હતા.

જણાવી દઈએ કે જોનસ અને સોફી ટર્નરે પોતાના લગ્નની કોઈ જાહેરાત કરી ન હતી. લગ્નની વાત ત્યારે ખબર પડી, જયારે એક વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો પછી જો અને સોફીએ લગ્નની વાત મીડિયા સામે સ્વીકારી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment