પ્રિયા પ્રકાશે શ્રી દેવી બંગલો, ફિલ્મમાં બાથટબના વિવાદિત સીન પર પહેલી વાર કરી વાત, જાણો તેમણે શું કહ્યું…

58

પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ શ્રીદેવી બંગલોનું ટ્રેલર ગયા મહીને જ રિલીજ થયું છે. ટ્રેલર રીલીજની સાથે જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે ફિલ્મને લઈને પ્રિયા પ્રકાશે એક નિવેદન આપ્યું છે.

‘વિંક ગર્લ’ પ્રિયા પ્રકાશ વારિયર બોલીવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. તેમની ફિલ્મ શ્રીદેવી બંગલોનું ટ્રેલર રિલીજ થઇ ચુક્યું છે. ટ્રેલર રિલીજ થવાની સાથે જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મમાં બાથટબનો એક પ્લોટ દેખાડવામાં આવ્યો છે. જેને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ડેથ સાથે જોડવામાં આવી રહ્યું છે. શ્રેદેવીના પતિ, પ્રોડ્યુસર બોની કપૂરે ફિલ્મ મેકર્સને લીગલ નોટીસ પણ મોકલી છે. હવે પ્રિયાએ આ વિવાદ પર ચોખ્ખી વાત કરી છે.

ઇન્ડીયન એકપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયાએ કહ્યું, ‘હું નથી ચાહતી કે મારી ફિલ્મ એક વિવાદ બની જાય. પરંતુ છેલ્લે તો બધું પબ્લીસીટી માટે હોય છે. પરંતુ છતાં પણ, હું નકારાત્મકતાથી દુર રહીશ. એવા મુદ્દાઓને સંભાળવા માટે નિર્દેશક અને નિર્માતા છે. હું માત્ર તે કિરદારને નિભાવી રહી છું જે મને આપવામાં આવ્યું છે.

જયારે આગળ પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં શ્રીદેવીના મૃત્યુ સાથે કોઈ સમાનતા છે ? “આ માત્ર એક એલિમેન્ટ છે, જેનાથી દર્શકો ફિલ્મ જોવા ઈચ્છશે. તે લોકોને ફિલ્મ જોવા માટે પ્રેરિત કરશે. હું મારી ફિલ્મને કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી નાખવા માંગતી.”

જણાવી દઈએ કે પ્રિયાની ફિલ્મ “ઉરૂ અદાર લવ” ૧૪ ફેબ્રુઆરીએ રિલીજ થઇ ગઈ હતી. વર્ષ ૨૦૧૮ માં આ ફિલ્મના સીનનો વિડીયો વાયરલ થઇ ગયો હતો, જેના પછીથી પ્રિયા ચર્ચામાં છે. આ વિડીયોમાં તે આંખ મારતી જોવા મળી હતી. આ ફિલ્મમાં રોશન અબ્દુલ રઉફ તેમના ઓપોજિટ રોલમાં છે. ફિલ્મમાં પ્રિયાનો તેમની સાથે એક લીપ લોક સીન પણ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment