આ છોકરી પ્રેમી સાથે લગ્નની જીદમાં મોબાઈલ ટાવર પર ચડી ગઈ, જરૂર વાંચજો ખુબ જ રોમાંચક વાળી વાત છે…

6

પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે એક છોકરીએ જીદ લીધી તો આખું ગામ પરેશાન થઇ ગયું. આ આખો મામલો આંધ્રપ્રદેશના વારંગલ ગામનો છે. તમે પણ જાણો આખરે આ છોકરીને એવું કઈક કર્યું જેની આગળ ગામ વાળાઓ ઝુકી ગયા.

હકીકતમાં, વારંગલ ગામમાં 21 વર્ષની એક છોકરી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, જેના માટે તેને પોતાનું જીવન ખતરામાં નાખવાનો નિર્ણય કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીનો બોયફ્રેન્ડ લગભગ એક અઠવાડિયાથી ગાયબ હતો તે વાતથી છોકરી ઘણી દુઃખી રહેતી હતી.

આની વચ્ચે છોકરીએ પોતાના પ્રેમીને શોધવા માટે ઘણી વાર પોલીસમાં પણ ફરિયાદ કરી પણ ત્યાંથી તેને કોઈ પણ પ્રકારનો જવાબ ન આવ્યો. ત્યાર બાદ છોકરીએ ખુબ જ ચોકાવનારું પગલું ઉઠાવ્યું. જેને જોઇને પોલીસની સાથે સાથે બધા ગામવાળા પણ હેરાન થઇ ગયા.

પોતાના લાપતા પ્રેમીને શોધવા અને પોતાનો પ્રેમ મેળવવા માટે છોકરીએ મોબાઈલ ટાવર પર ચડીને પોતાનો પ્રેમ દેખાડવાનો નિર્ણય કર્યો. આ કારનામા પહેલા છોકરીએ પોલીસને પણ ખબર કરી દીધી કે તે તેના બોયફ્રેન્ડની શોધ ખોળ જલ્દી લગાવે અને વગર સમય ગુમાવ્યે તે બનેના લગ્ન કરાવવામાં આવે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગામવાળાઓ તે સમયે વધારે પરેશાન થઇ ગયા જયારે ગામ વાળાએ છોકરીના પ્રેમીને શોધવામાં આવ્યો તો તેને આ લાપતા પ્રેમી મળી આવ્યો. આની વચ્ચે તે છોકરીને ખબર પડી કે તેના બોયફ્રેન્ડના લગ્ન પરિવાર વાળાઓએ કોઈ બીજી છોકરી સાથે નક્કી કરી દીધા હતા તો તેને આ વાત પર ગુસ્સો આવ્યો અને તેને ત્યાંથી જ પોલીસ અને ગામવાળાઓને ધમકી આપી.

છોકરીએ જણાવ્યુ કે તેને તે છોકરા સાથે લગ્ન કરવા છે જેને તે પ્રેમ કરે છે, નહીતર તે આ મોબાઈલ ટાવર પરથી કુદીને પોતાના પ્રાણ દઈ દેશે. ત્યાર બાદ, જયારે આ વાતની ખબર સ્ટુડેંટ યુનિયન, મહિલા આયોગ સમેત ગામના અન્ય લોકોને લાગ્યું તો બધા ત્યાં પહોચીને તેને નીચે ઉતારવાનો અનુરોધ કરવા લાગ્યા. જયારે પોલીસ ત્યાં પહોચી તો ઘણી મુશ્કેલીઓ બાદ તેને નીચે ઉતારવામાં આવી.

રસપ્રદ વાત એ છે કે તેની પછી તો તેના બોયફ્રેન્ડ છોકરાને પણ ખબર પડી ગઈ હતી. સ્ટુડેંટ યુનિયન અને મહિલા સંગઠનના સદસ્ય એ બંનેના લગ્ન કરાવવાની માંગને લઈને તેના પરિવાર વિરુદ્ધ આંદોલનમાં બેસી ગયા. પોલીસના ઘણા સમજાવ્યા બાદ તેના પરિવાર વાળા આખરે તેના લગ્ન કરાવવા માટે માની ગયા. જણાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની બહાર બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment