પ્રેમીએ પ્રેમિકાને તેના અંગત સંબંધોનો વિડીયો વાયરલ કરવાની આપી ધમકી, પ્રેમિકાએ કરી આત્મહત્યા…

33

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું અને તે દરમિયાન વિડીયો બનાવી લીધો. ત્યાર બાદ વિડીયાને વાયરલ કરવાની ધમકી આપી, જેનાથી પરેશાન થઈને યુવતીએ સુસાઇડ કરી લીધું.

સ્કૂલમાં થઇ ગયો હતો પ્રેમ

યુવતીના પરિજનોએ ગોમતીપુર પોલીસ સ્ટેસનમાં જીગર નામના વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર લખાવી છે. જેમાં એ જણાવ્યું છે કે ગોમતીપુરની એક ચોલમાં રહેવાવાળા અને કોલેજમાં ભણવાવાળી યુવતી જયારે સ્કૂલમાં હતી, ત્યારે પણ તે જીગર પરમાર સાથે પ્રેમ કરવા લાગી હતી. એક વર્ષ પહેલા જ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. પ્રેમ દરમિયાન જીગરે યુવતી સાથે શારીરિક સબંધ સ્થાપિત કર્યા, ત્યારે તેને તેનો વિડીયો બનાવી લીધો હતો. આ વિદીયાને વાયરલ કરવાની ધમકી જીગર વારે વારે આપતો હતો.

આખરે યુવતીએ કરી લીધી આત્મહત્યા

મંગળવારની સાંજે જયારે યુવતીના માતા પિતા મજુરી કરવા માટે ગયા હતા અને તેનો ભાઈ 12 માંની પરીક્ષા આપવા ગયો હતો, ત્યારે યુવતીએ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. યુવતીની પાસે મળેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે જીગરની સાથે મારો ચાર વર્ષથી સંબંધ હતો. તેને મને લગ્નનું વચન આપીને મારી સાથે ઘણી વાર દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તેનો વિડીયો બનાવી લીધો હતો. અને તે હવે તેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. એટલા માટે હું આ પગલા ઉઠાવી રહી છું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment