પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ મર્યાદિત કે અમર્યાદિત ? જાણો તેની પાછળ છુપાયેલા સત્યો અને અસત્યો…

114

પ્રેગ્નેન્સીના બીજા ટ્રાઈમેસ્ટરમાં બ્લડ ફ્લો અને સ્ત્રાવ બંને વધી જાય છે. તે કારણે લવ હાર્મોન્સની માત્રા પણ વધી જાય છે.

મોટાભાગે લોકોને લાગે છે કે પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ ન કરવું જોઈએ, પરંતુ આ સાચું નથી. પહેલા ત્રણ મહિનામાં તમને બહુજ થાકના કારણે પાર્ટનર સાથે ક્લોજ થવાનું મન ન થાય. પરંતુ બીજા ટ્રાઈમેસ્ટર (૩ થી ૬ મહિના) દરમિયાન તમને ઉબકા આવવાનું બંધ થઇ જાય છે અને તમે પહેલાથી સારું મહેસુસ કરવા લાગો છો. તમારી બોડીમાં લવ હાર્મોન્સ વધવા લાગે છે. હકીકતમાં, પ્રેગ્નેન્સીના બીજા ટ્રાઈમેસ્ટરમાં તમારું બ્લડ ફ્લો અને સ્ત્રાવ બંને વધવા લાગે છે. આ કારણથી લવ હાર્મોન્સની માત્રા પણ વધવા લાગશે. આ આખી પ્રક્રિયાને Chadwick પણ કહે છે. આ દરમિયાન યોનીમાં સોજો આવી જાય છે અને ચીકણાપણું વધવા લાગે છે. એવામાં પાર્ટનર સાથે ઘનિષ્ઠ થવાનું મન થાય છે. તેમ છતાં પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સને લઈને એવી વાતો કરવામાં આવે છે જેમાં કઈ પણ સાચું હોતું નથી. ડોક્ટર શીલ્પીતા શાનથપ્પા તમને એવીજ માન્યતા વિશે જણાવી રહી છે જેને તમે સાચી માની રહ્યા છો.

પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવાથી બાળકને નુકશાન થઇ શકે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન યોની ખેચાઈને થોડીક મોટી થાય છે. આ કારણથી ગર્ભાશયની બહારની બાજુએ મ્યુકોસનું ભારે સ્તર જામી જાય છે, જેના દ્વારા સેક્સ દરમિયાન બાળક ગર્ભાશયમાં બાળક સલામત રહે છે.

સેક્સ પછી લેબર પેન વધવા લાગે છે

એ સાચું છે કે સીમનમાં પ્રોસ્ટેગ્લેંડીનની ચોક્કસ માત્રા છે, જેના કારણે તમને થોડોક દુખાવો થઇ શકે છે. ડીલીવરી દરમિયાન પણ પ્રોસ્ટેગ્લેંડીન આપવામાં આવે છે જેથી તમને દુખાવો થાય અને બાળક બહાર આવી શકે. પરંતુ સીમન પ્રોસ્ટેગ્લેંડીનની માત્રા બહુજ ઓછી હોય છે. એટલા માટે લેબર પેન થવાનો પ્રશ્ન જ નથી ઉઠતો.

પ્રેગ્નેન્સી દરમિયાન બ્લીડીંગ થવાનો મતલબ છે કે મિસકેરેજ અથવા ડેમેજ થવું

ગર્ભાશયનું સેન્સેટીવ થવાના કારણે સેક્સ પછી થોડું લોહી નીકળે છે, જે એક સામાન્ય વાત છે. પરંતુ બ્લીડીંગ વધારે થાય તો તરત જ ડોક્ટર સાથે વાત કરો.

પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવાથી યોનીમાં ઇન્ફેકશન થઇ શકે છે.

જો તમારા પાર્ટનરને કોઈ યૌન સબંધિત રોગ ન હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવામાં બસ પોતાને પણ સાફ રાખો.

હવે તમે સમજી ગયા હશો કે પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવાથી કોઈ નુકશાન નથી થતું, પરંતુ આ ફાયદા થાય છે.

૧.) તેનાથી તમારી પેલ્વિક મસલ્સ મજબુત થાય છે.

૨.) પ્રેગ્નેન્સીમાં સેક્સથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.

૩.) તેનાથી ઈમ્યુંનીટી બુસ્ટ થાય છે.

૪.) ઊંઘ સારી આવે છે

૫.) અને તેનાથી તમારા બંને વચ્ચે પ્રેમ વધે છે.

એટલા માટે પ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ કરવાથી ગભરાશો નહી, અને છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો પોતાના ડોક્ટર પાસેથી સલાહ જરૂર લો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment