પૃદુષણના મામલામાં અમદાવાદ દિલ્હી કરતા આગળ, હવે એ દિવસો દુર નથી કે ખભ્ભે ઓકિસજન સીલીન્ડર લઈ ફરવું પડશે…

22

હવાના પ્રદુષણને કારણે શહેરમાં મંગલવારની સવારે ૧૧ વાગ્યા સુધી વાતાવરણ ધૂંધળું રહ્યું.

બે દીવસો સુધી પરિસ્થિતિ એવી જ રહેશે.

અમદાવાદ શહેરમાં પ્રદુષણનું સ્તર મંગળવારે ૩૦૯ AQI (એયર ક્વાલીટી ઇન્ડેક્સ) હતું. બીજી બાજુ રાયખડમાં તો સ્થિતિ ૪૨૨ ની અત્યંત ખતરનાક સ્થિતિમાં પહોચી ગયું છે. શહેરમાં સોમવાર એ AQI ૧૯૫ હતું, તો મંગળવારે અચાનક જ ૩૦૯ થઇ જવા પર બધા લોકોને આશ્ચર્ય છે.

નગર નિગમ સુસ્ત

તેની પહેલા AQI જયારે ૩૫૦ હતું, તો નગર નિગમએ એક જાહેરાત પત્રમાં લોકો પાસેથી આ દિશા માટે સૂચનો માંગ્યા હતા, પણ આ વખતે નિગમે આ પ્રકારના કોઈ પ્રયાસ કર્યા નથી. શહેરના અન્ય સ્થળોનું AQI સામાન્ય રીતે ૩૦૦ થી ૩૪૫ રહ્યું. દેશના પશ્ચિમી ભાગમાં આ સમયે કોલ્ડ વેવની સ્થિતિ છે. એવામાં અચાનક જ શહેરનું પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોચી જતા મ્યુની. એન્વાયરમેંટ એન્જીનીયર દર્શના પટેલ એ જણાવ્યું કે ઠંડમાં ભેજ વધવાથી રજકણ ઉપર નથી જઈ શકતા. એ કારણે એવી પરિસ્થીતી બને છે.

બે દિવસો સુધી પરિસ્થિતિ એવી જ રહેશે

જ્વાઈંટ ડાઈરેકટર ઓફ ઇન્સ્ટીટ્યુટ ટ્રોપીકલ મીટીરીયોલોજીના ડો. ગુર્ફાન બેગએ આ સંબંધમાં જણાવ્યું હતું કે દેશના પશ્ચિમી ભાગમાં આ સમયે કોલ્ડ વેવની સ્થિતિ છે, આ કારણે ઉપરની હવાનો દબાવ વધુ હોવાને કારણે પ્રદુષણ નીચે ઉતરે છે. આ સમયે આજ પરિસ્થિતિ છે, અજી બે દિવસો સુધી તેમાં કોઈ ફેરફારની અસર નથી.

ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે.

સીનીયર ચેસ્ટ ફીજીશિયન નરેન્દ્ર રાવલના મત મુજબ ઠંડી-ગરમીના મોસમમાં કાર્બનડાયોકસાઈડ, સલ્ફર ઓક્સાઈડ અને ધૂળના રજકણોનું પ્રમાણ વાળવાથી ઓક્સીજનનું પ્રમાણ ઘટે છે, જે ફેફડામાં જવાથી એક્યુટ બ્રોંકાઈટીસ, એલર્જિક બ્રોંકાઈટીસ, દમ, પ્લમોનરી ફાયબ્રોસીસ હોય છે.  નાક બંધ થવું, અપચો, ઉલ્ટી ઉબકા અને ગેસની તકલીફ થાય છે.

ધીમા પવનથી રજકણ સ્થિર થઇ જાય છે

શહેરમાં બે દિવસો સુધી હવાની જડપ પ્રતિ કલાક ૪ થી ૫ કી.મી. અને સવારે બપોરે પ્રતિ કલાક ૦ કી.મી. હતી. જયારે હવાની જડપ ધીમી થાય છે. તો હવામાં મળેલા ધૂળ-રજકણો આગળ વધવાને બદલે એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. તે કારણે પ્રદુષણમાં અચાનક જ વૃદ્ધિ થઇ જાય છે. ૨૪ કલાક પછી હવાની જડપ વધવાથી પ્રદુષણ ઘટી શકે છે. અંકિત પટેલ, મૌસમ વિશેષજ્ઞ

ફેક્ટરી-વાહનનો ધુમાડો વધુ જવાબદાર

દૂધેશ્વર અને નારોળ જેવા વિસ્તારમાં સ્થિત ફેક્ટરીઓમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને વાહનોના ધુમાડાથી પ્રદુષણ થઇ રહ્યું છે, તેજ આના માટે જવાબદાર છે. ઠંડીમાં ધુમાડો જમીનની તરફ આવે છે. તેનાથી પ્રદુષણ વધુ થવાનો અહેસાસ થાય છે. પ્રદુષણ ઘટાડવા માટે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પુલ જેવા વિકલ્પોને અપનાવવા જોઈએ. કાર્તિકેય સારાભાઇ, ડાઈરેકટર સેન્ટર ફોર એન્વાયમેંટ એજ્યુકેશન, સીઈઈ

કાર્બન ડાય ઓક્સાઈડના કારણે ઓક્સીજન ઘટે છે

વાતાવરણમાં ભળેલ કાર્બનડાય ઓકસાઈડ, સલ્ફર ઓક્સાઈડ અને ધૂળના કણોથી ઓક્સીજનનું પ્રમાણ ઘટે છે. તેનાથી ફેફાડાની બીમારી થવાની સંભાવના વધી જાય છે.

એયર ક્વોલેટી ઇન્ડેક્સના પ્રમાણની અસર

ક્ષેત્ર : કેવું માનવામાં આવે છે : અસર

રાયખંડ : ગંભીર : અસ્થમા, હૃદયરોગીઓ માટે ખતરનાક

રખિયાલ : બહુજ ખરાબ : શ્વાસની બીમારી માટે ખતરનાક

ચાંદખેડા : બહુજ ખરાબ : ફેફડાની તકલીફ થઇ શકે છે

એયરપોર્ટ : ખરાબ : શ્વાસ લેવામાં તકલીફ

પીરાણા : મીડીયમ : શ્વાસ લેવામાં તકલીફ

સેટેલાઈટ : મીડીયમ : અસ્થમા, હૃદયરોગીઓ માટે ખતરનાક

બોપલ : મીડીયમ : અસ્થમા, હૃદયરોગીઓ માટે ખતરનાક

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment