પૌત્ર US જતા પહેલા દાદા દાદીએ જીવતે જીવતા કરી પોતાની અંતિમ ક્રિયા…

100

સંયુક્ત પરિવારમાં રહેતા પરસોત્તમભાઈના મોટા દીકરા ચંદુભાઈના દીકરા મિતેશ મલેશિયામાં રહ્યા બાદ હવે તે અમેરિકા રહેવા માંગે છે. પોત્ર અમેરિકા જતા પહેલા તેના દાદા દાદીએ મૃત્યુની બધી પ્રક્રિયા કરી લીધી. જેમાં મંદિરોના દર્શન, હવન, ભોજન વગેરે સમાવેશ થાય છે.

ગામમાં પહેલીવાર થયું આવું

અહી દેરડી (કુંભાજી) ગામના પરષોત્તમભાઈ ઘુશાભાઈ ખાતરા અને તેની પત્ની શાંતાબેન 90 વર્ષની ઉંમર પર કરી ચુક્યા છે. તેના સંતાનોમાં 2 દીકરાઓ અને 2 દીકરીઓ છે. મોટા દીકરા ચંદુભાઈના દીકરા મિતેશ આત્યારે મલેશિયામાં રહે છે, આગામી દિવસોમાં તે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે. એવામાં સંયુક્ત પરિવારમાં રહેતા વયોવૃદ્ધ દાદા દાદી પોતાના મૃત્યુ પહેલાની સારી વિધિઓ કરીને જીવતે જીવતા પોતાની અંતિમ ક્રિયાઓ કરી લીધી. ગામમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે.

આજે ચોથી પેઢી જોઈ રહ્યા છે

પરષોતમભાઇ શાંતાબેન આજે પોતાની ચોથી પેઢી જોઈ રહ્યા છે. તેને એનઆરઆઈ પોત્ર દ્વારા મૃત્યુ પૂર્વે અંતિમ ક્રિયાનો કાર્યક્રમ બે દિવસ સુધી ચાલતો રહ્યો. જેમાં શોભાયાત્રા સાથે ગામના દરેક મંદિરના દર્શન, લોક ડાયરા, હવન, ભોજન વગેરે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. લોક ડાયરામાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. આવા પ્રકારના આયોજનોથી આજની યુવા પેઢીને શીખ મળશે, એવી આશા કરવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment