પોતાના બાળકોમાં આ ઉપાયોથી નાખી શકો છો સારી આદતો…

13

વિચારો જયારે મોટાઓને જંકફૂડ એટલું વધારે ભાવે છે તો બાળકોને કેટલું પસંદ હશે. જંકફૂડ ખાવાના નુકશાન વિશે મોટા તો જાણે છે અને પોતાને તે આ પ્રકારની વસ્તુઓથી દુર રાખે છે. પણ બાળકોને એવું તે શિ સમજાવવામાં આવે કે તે આ પ્રકારના ફૂડ વિશે ખાવાનું ન કહે. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેને અપનાવીને થઇ શકે છે તમારા બાળક પણ જંકફૂડનું સેવન કરતા પહેલા વિચારો.

પોતે બનો રોલ મોડલ

બાળક પોતાના માતા પિતાને જોઇને જ ઘણું બધું શીખે છે એટલા માટે જરૂરી છે કે તમે પોતે પણ તમારા જંકફૂડના સેવનથી દુર રાખો. જયારે તમે સ્વયં આ બધી વસ્તુઓનું સેવન નહિ કરો તો તેને ખાવાના નુકશાન વિશે કહી શકશો. જરૂરી છે કે તમારા બાળકના રોલ મોડેલ બનો.

ફળો શાકભાજીઓ ખવડાવવાની આદત

પોતાના બાળપણમાં જ ફળ અને શાકભાજીઓ ખવડાવવાની આદત નાખો કારણ કે આ આદત આગળ જઈને તેના દિનચર્યામાં ખાવાની સમસ્યા દુર કરશે. બાળકોને ખાવાનું ખવડાવટી વખતે તેને સબ્જીના ફાયદા વિશે જરૂર જણાવો.

પાણી પીવા માટે કહો

ક્યારેક ક્યારેક જયારે બાળકોને તરસ લાગે છે તો તે સમજી શકતા નથી અને સીધું ખાવાની માંગ કરે છે. જો તમારા બાળક પણ ખાવાનું ખાધા બાદ થોડીક વાર બાદ જંક ફૂડ જેવી વસ્તુઓ ખાવાનું માંગ કરે છે તો તેને પાણી પીવા જરૂર આપો. કારણ ક્ર બાળક તરસ લાગવા પર સમજી શકતું નથી કે કઈ ખાવા માટે માંગે છે.

બાળકોને વ્યસ્ત રાખો

તમે ક્યારેય એ વસ્તુને મહેસુસ કરી છે જયારે કરવા માટે કઈ ન હોય અને અને આપણને જ્યાં ત્યાની વસ્તુઓ ખાવાનું મન કરે છે. આ વાત બાળકો પર પણ લાગુ પડે છે, જો તે ખાલી હશે તો તે ખાવાની માંગ કરશે એટલા માટે સાંજના સમયે તેને એક્સ્ટ્રા એક્ટીવીટીઝમાં વ્યસ્ત કરી દો.

ઘરે બનાવો ફૂડ

બહાર ખાવાથી સારું છે તમે ઘર પર બનાવો. જો બાળકોને ખવડાવવાનું મન છે તો તે જંક ફૂડને ઘર પર બનાવી શકાય છે. જયારે તમે ઘરે બનાવો છો તો તે હેલ્ધી તો હશે સાથે સાથે બાળકોના જંકફૂડ ખાવાની ઈચ્છા પણ પૂરી થઇ જશે.

બાળકોને જંક ફૂડની રિશ્વત ન આપો

તમારા બાળકોને ક્યારેય પણ એ ન કહો કે તું જો ખાવાનું ખાઈ લઇસ અથવા પછી હોમવર્ક કરી લઇસ તો હું તને પીઝા અથવા બર્ગર ખવડાવીશ. આ પ્રકારની વાતો તમારા બાળકના મનમાં ખરાબ આદતને જન્મ આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment