પીએમ નરેન્દ્ર મોદીનું “એલાન એ જંગ” આતંકવાદીઓએ કરી દીધી મોટી ભૂલ, સજા ભોગવશે…

36

પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયામાં અલગ થલગ થઇ ગયેલો આપણો પાડોશી દેશ એ સમજે છે કે આ કાવતરાઓથી તે આપણામાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઇ જશે તો તે અસંભવ છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને ક્યારેય અસ્થિર કરી નહિ શકે. પીએમે વધુમાં કહ્યું કે તે આલોચના કરવાવાળા ઓની ભાવનાઓને સમજી શકે છે અને તેને આવું કરવાનું પૂરો અધિકાર છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનું ઉદઘાટન કરી લીધું છે. આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલો આતંકી હુમલા પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે અને કહ્યું કે આતંકના ગદ્દારોને આ કીમત ચૂકવવી પડશે. ગુરુવારે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફનાં 37 જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જેસ-એ-મોહમદે થયેલા આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. જેશનો આતંકી મોલાના મસૂદ અઝહર છે.

પીએમએ પુલવામામાં આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાજલિ અર્પિત કરી અને કહ્યું કે તેઓએ દેશની સેવા કરતા પોતાના પ્રાણ ગુમાવ્યા છે, દુખના આ સમયમાં મારી સંવેદનાઓ, તેના પરિવાર સાથે છે. પીએમએ કહ્યું કે દેશને સૈનિકોના શોર્ય અને બહાદુરી પર સંપૂર્ણ ભરોસો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખો દેશ ગુસ્સામાં છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે. પીએમે કહ્યું કે આતંકીઓએ  ખુબ જ મોટી ભૂલ કરી છે. તેઓએ કહ્યું કે આ હુમલાને અંજામ દેવાવાળાઓને સજા જરૂર મળશે. પીએમે કહ્યું કે આ સમયે દેશમાં કઈક કરી બતાવવાની ભાવના છે. તેને કહ્યું કે સુરક્ષા બળોને પૂરી છૂટ આપી દીધી છે. પીએમએ કહ્યું કે તે આતંકી સંગઠનના હેડને બતાવવાં માંગે છે કે તે ખુબ જ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેઓએ તેની ખુબ જ મોટી કીમત ચૂકવવી પડશે.

પીએમે કહ્યું કે તે દેશને ભરોસો આપવા માંગે છે કે આ હુમલા પાછળ જે કોઈ પણ જવાબદાર હશે તેને તેના દુષ કાર્યની સજા અવશ્ય મળશે. પીએમએ કહ્યું કે આખી દુનિયાથી અલગ થલગ થઇ ગયેલો પાડોશી દેશ એ સમજે છે કે આ કાવતરાઓથી તે આપણામાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઇ જશે તો તે અસંભવ છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને ક્યારેય અસ્થિર નહિ કરી શકે. તેણે કહ્યું કે સમયે સિદ્ધ કરી દીધું છે કે તે જે રસ્તા પર ચાલી રહ્યા છે તે બરબાદીનો માર્ગ છે. આપણે જે રસ્તો પસંદ કર્યો છે તે વિકાસનો છે. પીએમએ કહ્યું કે 130 કરોડ હિન્દુસ્તાની આવા દરેક કાવતરા અને હુમલાઓને મોઢાતોડ જવાબ આપશે.

પીએમે રાજનીતિક દળોને અપીલ કરી કહ્યું કે આ સમય વાતાઘાટોનો નથી. તેઓએ કહ્યું કે આ હુમલાનો દેશ સંપીને મુકાબલો કરી રહ્યો છે. દેશનો એક સાથે અને આખા દેશનો એક જ સ્વર છે અને આ જ આખી દુનિયાને સાંભળાવવો જોઈએ કારણ કે આ લડાઈ અમે જીતવા માટે લડી રહ્યા છીએ.

પીએમ મોદીએ દેશને ભરોસો આપતા કહ્યું કે, સાથીઓ, પુલવામાં હુમલા બાદ, અત્યારે મનની સ્થિતિ અને માહોલ દુ:ખની સાથે સાથે ગુસ્સાનો પણ છે. આવા હુમલાઓનો દેશ હિમ્મતથી સામનો કરશે, અને ઉભું રહેવાનું નથી.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment