પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનવા જઈ રહી છે પ્રધાનમંત્રીની પત્ની… વાંચો રસપ્રદ માહિતી

32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક “પીએમ નરેન્દ્ર મોદી” હાલના દિવસોમાં ઘણી ચર્ચામાં છે. ફિલ્માં વિવેક ઓબેરોય પીએમ મોદીનો કિરદાર નિભાવી રહ્યા છે. વિવેક ઓબેરોય પીએમ મોદીના લુકમાં ઘણા સારા લાગી રહ્યા છે. વિવેક ઓબેરોયના સિવાય આ ફિલ્મમાં ઘણા બીજા પણ એક્ટ્રેસ પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.

પરંતુ એક કિરદાર એવો પણ છે જેના પર સૌની નજર પડેલી રહેશે. તે કિરદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જસોદાબેનનો પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકમાં આ કિરદાર માટે એક્ટ્રેસ બરખા બિષ્ટને કાસ્ટ કરવામાં આવી છે.

તેના વિશે વાત કરતા બરખાએ જણાવ્યું કે, ‘આ ફિલ્મ માટે અમેં અમદાવાદમાં શૂટ કરશું અને મેં તે બાબતમાં ઘણું વાંચવાનું પણ શરુ કરી દીધું છે. આ રોલ ઘણો ચેલેન્જીંગ છે કેમકે જસોદાબેન વિશે લોકો ઘણું ઓછું જાણે છે.’ બરખાએ આગળ કહ્યું, મને આ રોલ માટે ગુજરાતી રીતે બોલવાનું શીખવું પડશે. આ કેરેક્ટરમાં તમને ઘણા શેડ્સ જોવા મળશે. હું અત્યારે માત્ર એટલું જ કહી શકું છું કે આ ફિલ્મ સાથે જોડાઈને મને બહુજ ગર્વ થાય છે.

બીજીબાજુ પીએમ મોદીનો કિરદાર નિભાવી રહેલ વિવેક ઓબેરોયનું માનવું છે કે પીએમ મોદીનો કિરદાર તેમના જીવનનો એક અહંમ કિરદાર છે અને હોય પણ કેમ નઈ આ ફિલ્મમાં પીએમ મોદી જેવું બનવા વિવેકએ એટલી મેહનત જો કરી છે. આ ફિલ્મની શુટિંગ ગુજરાત, દિલ્લી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.

જણાવી દઈએ કે પોસ્ટરને ૨૩ ભાષામાં રિલીજ કરવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ પાછળના ૨ વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી છે. ફિલ્મમાં ઓમંગ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે. તેની પહેલા સરબજીત અને મેરી કોમની બાયોપિક ફિલ્મો બનાવી ચુક્યા છે. ફીમના પ્રોડક્સન સંદીપ સિહ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment