PM મોદીની અપીલ, ફેક ન્યૂઝ ફેલાવામાં વિપક્ષની કારીગરાઈ છે, આવી ન્યૂઝ શેર કરવાથી બચો…

5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમમાં સોશિયલ મીડિયાની ભૂમિકા પર ચર્ચા કરી. આ દરમ્યાન એમણે કોંગ્રેસ સહિત વિપક્ષ પર હુમલો બોલતા જ આરોપ લગાવ્યો કે એને ફેક ન્યૂઝ ફેલાવામાં મહારત હાંસેલ છે. આ નાતે એવી ખબરો શેર કરવાથી બચવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકતાઓને અપીલ કરતા કહ્યું કે તમે સુનિશ્ચિત કરો કે જે પણ ખબર શેર કરી રહ્યા છે એ ફેક ન્યૂઝ ન હોય. એમણે કહ્યું કે આજકાલ વિપક્ષએ તો ફેક ન્યૂઝના ઉપયોગમાં મહારત હાંસેલ કરી લીધી છે અને સ્વાભાવિક વાત છે જેનું પોતાનું કોઈ એજન્ડા ન હોય એ ફેક ન્યૂઝને જ પોતાનો એજન્ડો બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ બયાન એવા સમયે આવ્યું છે, જ્યારે માત્ર એક દિવસ પહેલા કોંગ્રેસએ ટ્વીટ કરીને લોકોને ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની ક્ષણોમાં ફેક ન્યૂઝ શેર કરવાથી બચવાની અપીલ કરી હતી. કોંગ્રેસએ કહ્યું હતું કે આવા માહોલમાં અમે નફરત અને ખોટી ખબરોના શિકાર બની શકે છે, આ કારણે સંયમ રાખવો જરૂરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર હુમલો બોલતા કહ્યું કે વિપક્ષ નકારાત્મકતા તરફ લઇ જશે, તમારે જાસામાં નથી આવાનું. પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયા એક ડેમોક્રેટિક મીડિયા છે. સોશિયલ મીડિયાએ ગયા અમુક વર્ષોમાં આખી દુનિયામાં બહુ મોટો બદલાવ લાવાનું કામ કર્યું છે એવામાં દરેક વ્યક્તિએ પોતાની વાત કહેવાની તક મળે છે. હંમેશા સકારાત્મક વાતો જ કરો. આપણી પાસે સકારાત્મક વાતો કરવા માટે ઘણું બધું છે. માધ્યમ વર્ગને  ભડકાવા અને ઉક્સાવાની આમની જૂની આદત રહી છે. પરંતુ તમે જોયું હશે કે નોટબંદી પછી ઉત્તર પ્રદેશમાં ચુંટણી માટે ત્યાં મધ્યમ વર્ગએ આપણને અપાર સમર્થન આપ્યું અને એવી જ રીતે GST પછી ગુજરાતમાં ચુંટણી થઇ ત્યાં વેપારીઓએ અમને પૂર્ણ સમર્થન આપ્યું. એમણે ભારતની બદલતી છબીનો હવાલો આપતા કહ્યું કે પહેલા ફિલ્મો બનતી હતી કે ભારતમાં કેવી રીતે અટેક થયા, હવે ફિલ્મો બતાવે છે કે ભારતએ કેવી રીતે આ અટેકસનો જવાબ આપ્યો. પહેલા આખી દુનિયામાં માત્ર બેટમેન જેવા હીરો હતા. હવે આખી દુનિયા માટે બાહુબલી પણ એક હીરો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment