વિમાનમાં પણ લોકો ક્યારેક આવી હરકતો કરવા લાગે છે, તમે જોશો તો તમારા હોંશ ઉડી જશે…

35

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક રૂસી પાસપોર્ટવાળા ૫૮ વર્ષીય એનઆરઆઈ દ્વારા એક ભારતીય મહિલા સાથે અશ્લીલ હરકત કરવાનો મામલો સામે આવ્યો છે. માણસને પકડી લેવામાં આવ્યો છે. રવિવારે ઇસ્તાંબુલથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં મહિલાની બાજુની સીટ પર બેઠેલા યાત્રીએ એની સામે અશ્લીલ હરકત કરી.

આઈજીઆઈ એરપોર્ટ પર નિયંત્રણ કક્ષને રવિવારે સવારે સુચના મળી કે ફ્લાઈટમાં એક યાત્રીએ મહિલા સામે અશ્લીલ હરકત કરી છે. એરપોર્ટની સુરક્ષામાં રહેલ સીઆઈએકએફના જવાને જ્યારે વિમાનની લેન્ડીંગ સમયે ત્યાં પહોંચ્યા. આની વચ્ચે દિલ્હી પોલીસ પાસે એક કોલ આવી. ફરિયાદ કરનારએ કહ્યું કે વિમાનમાં સફર એક યાત્રીએ એની સામે અશ્લીલતા કરી. દિલ્હી પોલીસે આરોપી યાત્રી વિરુદ્ધ કલમ ૫૦૯નો કેસ નોંધી એને પકડી લેવામાં આવ્યો. તમારી જાણકારી માટે જણાવા માંગશું કે આ પહેલો કિસ્સો નથી કે કોઈ પેસેન્જર સાથે આવી હરકત કરવામાં આવી છે. ચાલો જણાવીએ આ અજીબોગરીબ  કિસ્સાઓ વિશે.

અમારી પાસે એવા ફોટાઓ છે જેને જોઇને તમારા હોંશ ઉડી જશે. વિમાનની અંદર લોકો શું શું કરે છે, આ ફોટાઓ એમની હરકતોને સાફ સાફ બતાવે છે. જી હા, હાલમાં જ બધી સીમાઓ ઓળંગી એક મહિલા અને એક પુરુષે  વિમાનના બાથરૂમમાં સેક્સ કર્યું. એની ખબર ત્યારે પડી જ્યારે એમનો અવાજ બહાર બેઠેલા યાત્રીઓને આવવા લાગ્યો. એમણે એની ફરિયાદ એયરલાઈન્સ સ્ટાફને કરી. એના પછી બંનેને બાથરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ મામલો વર્જિન એટલાન્ટીક વિમાનમાં સામે આવ્યો. એના પછી મહિલાને આજીવન બેન્ડ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૧૩ માર્ચએ આ વિમાન ગૈટવિક એરપોર્ટથી મેક્સિકો માટે રવાના થયું હતું.

તેમજ ચીનમાં એક માં એ પોતાના બાળકોને સીટો પાછળ જ મળ ત્યાગ કરવા માટે મોકલી દીધા. માં અનુસાર વિમાનના બાથરૂમ ઘણા નાના હતા એટલા માટે એમણે પોતાના બાળકોને એવું કરવા માટે કહ્યું.

ક્યારેક ક્યારેક વિમાનોમાં અમુક લોકોને વધારે જ ગરમી થવા લાગે છે તો એ પોતાના બધા કપડા ઉતારીને બેસી જાય છે. એવું લાગે છે કે જેમ એમને વિમાન પર ચઢવું ન હતું પરંતુ એસીની ઠંડકની મજા લેવા માંગતા હતા. આ લોકો પોતાની સીટ પર પગ પસારીને બેસી જાય છે અને એસીની મજા લે છે. એમને કઈ ફેર નથી પડતો કે બીજા યાત્રીઓને આનાથી કોઈ પરેશાની થઇ રહી છે કે નહિ.

અમુક લોકો તો પ્લેનમાં એવી ગંદકી ફેલાવે છે કે શું કહેવું. પછી ગંદકી છોડીને ચાલ્યા જાય છે. બસ સફર કર્યો બાકી બધું છોડીને નીકળી ગયા. ટ્રેનની જેમ ઠેર ઠેર સામાન, ટીશ્યૂ પેપર, કાગળના ટુકડા ફેલાવી દે છે. લોકો તો વિમાનમાં પણ ટ્રેન જેવી હરકતો કરવા લાગે છે.

અમુક લોકો વિમાનની સીટને પોતાનો બેડ સમજી લે છે અને બેડરૂમની જેમ એના પર પસરી જાય છે. તેઓ પોતાની સીટ પર બેસીને સામેવાળાની સીટ પર પગ રાખી દે છે અને આરામ કરવા લાગે છે. એમને કઈ ફેર નથી પડતો કે એમના આરામથી બીજાનો આરામ ગાયબ થઇ રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment