આ વ્યક્તિ પાયલોટ બનીને પણ ન ભૂલ્યો ગામના લોકોને આપેલા વાયદોઓ, જાણીને તમે પણ શાબાશી આપશો…

28

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો સફળ થયા પછી એ લોકોને કરેલ વાયદો ભૂલી જાય છે. જે નિષ્ફળતા દરમ્યાન એમની સાથે હતા. સફળતાને મેળવી જેટલી અઘરી છે, એટલી મુશ્કેલ છે સફળતા સાથે પોતાના પગોને જમીન પર ટકાવી રાખવા. માનવ વ્યવહારમાં આ ખુબજ મુશ્કેલ છે પરંતુ જે એવું કરી શકે છે એની ચર્ચા આખી દુનિયામાં થાય છે.

પંજાબના સારંગપુર ગામમાં રહેનારા વિકાસ જયાનીએ એવું જ કઈક કર્યું. પહેલા દિલ લગાવીને મહેનત કરી, પોતાના સપનાને સાકાર કર્યા અને પછી જે કર્યું એને જોઇને ગામના વૃદ્ધોના દિલ ખુશ થઇ ગયા.

પાયલોટ બન્યા પછી જયાની જ્યારે પોતાના ગામ પાછા ફર્યા તો એમણે નવી દિલ્હીથી અમૃતસર વચ્ચે પોતાના ગામના ૭૦ વર્ષથી ઉપરના લોકો માટે હવાઈ યાત્રાની વ્યવસ્થા કરી. વૃદ્ધોએ સુવર્ણ મંદિર, વાઘા સીમા અને જલિયાંવાલા બાગનો પ્રવાસ કર્યો. આ યાત્રીઓમાં 90 વર્ષની બિમલા, ૮૦ વર્ષના અમર સિંહ, ૭૮ વર્ષના રામમૂર્તિ અને કંકારી, ૭૫ વર્ષના ગીરાદવારી દેવી, સુર્જરામ અમે ખેમારામ અને ૭૨ વર્ષના આત્મારામ, જગદીશ, સતપાલ અને ઈંદ્રા શામેલ હતા.

હવાઈ યાત્રાથી ખુશ આ વૃદ્ધોએ ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે તે ક્યારેય પ્લેનમાં મુસાફરી કરશે. યાત્રીઓનું કહેવું હતું કે વિકાસને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તે પાયલોટ બનશે. વિકાસના પિતા મહેંદ્ર જયાની એક બેંકમાં મેનેજર છે.એમણે કહ્યું કે આ મુસાફરી કોઈ તીર્થયાત્રાથી ઓછી નહતી. એમણે કહ્યું કે એમનો દીકરો હંમેશા  જ વૃદ્ધોનું સન્માન કરતો રહ્યો છે અને આ એનું સપનું હતું. પોતાના દીકરા પર ગર્વ કરતાં એમણે કહ્યું કે બધા યુવાનોએ એમના દીકરાના નકશેકદમ પર ચાલવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment