પીડાથી તડપી રહેલી મહિલાના પેટ પર મોઢું લગાવીને ઢોંગી બાબાએ કાઢ્યો પથ્થર, પછી આ રીતે સામે આવી આખી હકીકત…

13

આજના આધુનિક યુગમાં પણ લોકોના મનમાં અંધવિશ્વાસ જગ્યા બનાવેલ છે જો કે આખી દુનિયા વિકાસના રસ્તાને પકડીને આગળ વધી રહી છે. સમાચારપત્રોમાં વિજ્ઞાપન જોઇને અંધવિશ્વાસ ફેલાવામાં આવે છે. અંધવિશ્વાસ બની રહેશે તો ઢોંગીઓના ખિસ્સા પણ ભારે રહેશે. આ ધરતી પર એવા લોકોની કોઈ કમી નથી કે જે આજે પણ અંધવિશ્વાસની દુનિયામાં જીવી રહ્યા છે.

હકીકતમાં, મધ્યપ્રદેશના છિંદવાડામાં એક મહિલાના પેટના દુઃખાવાનો ઈલાજ કરાવવા માટે ડોક્ટરના બદલે બાબા પાસે જઈ પહોંચ્યા. બિછુઆની પાસે ખમારપાની નામની જગ્યા પર એક બાબા બેસે છે, જેણે મહિલાના પેટ પર મોઢું લગાવીને હાથની સફાઈ કરીને એક પથ્થર પકડાવી દીધો.

બાબાએ મહિલાને કહ્યું કે એ પથ્થર એના પેટમાંથી નીકળી ગયો છે, હવે તે ઠીક છે અને ઘરે જઈ શકે છે. બાબાએ મહિલાના ઈલાજ માટે ૫ હજાર રૂપિયા પણ ઠગી લીધા. મહિલા જ્યાં ઘરે પહોંચી, એના પેટનો દુઃખાવો વધી ગયો. એટલું જ નહિ મહિલાના પેટમાં ભયાનક સોજો પણ આવી ગયો.

મહિલાની આવી સ્થિતિ જોઇને પરિવારના લોકો તરત જ નાગપુર લઇ ગયા જ્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મહિલાની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એના પેટમાં બહુ મોટી પથરી છે, જેના કારણે એના પેટમાં ભયાનક દુઃખાવો અને સોજો આવી રહ્યો છે.

ડોકટરોએ ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી પથરીને કાઢી નાખી. ઓપરેશન પછી મહિલાના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર છે. મહિલાએ જણાવ્યું કે વીતેલા ઘણા સમયથી પેટમાં દુઃખાવો થઇ રહ્યો હતો. એણે ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો હતો, પરંતુ પેટના દુઃખાવામાં કોઈ રાહત મળી રહી નહતી, જેના પછી તેણી બાબા પાસે ગઈ હતી.

મહિલાએ જણાવ્યું કે ઢોંગી બાબાએ એને જમીન પર સુવડાવી એક મંત્ર વાચ્યું અને પેટ પર ત્રિશુલથી એક નિશાન બનાવી દીધું. પછી બાબાએ એના પેટ પર મોઢું લગાવીને પથ્થર કાઢ્યો અને કહ્યું કે હવે તે નોર્મલ થઇ ગઈ છે.

ઢોંગી બાબા મહિલાના ઈલાજ કરતાં પહેલા જ પોતાના મોઢામાં પથ્થર રાખ્યો હતો. મહિલાના પેટ પર મોઢું લગાવ્યા પછી એને પોતાના હાથોની કરામત દેખાડી અને પથ્થર કાઢીને મહિલાને આપી દીધો. મહિલાએ પોલીસમાં ઢોંગી બાબાની ફરિયાદ કરી છે, જેના પછી પોલીસે ભાઉરાવ યાદવ અને એના એક સાથી કૃષ્ણા નિવારે પર કાર્યવાહી કરતાં ધરપકડ કરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment