ફોટોશૂટ કરાવી રહી હતી મોડલ, પાછળથી ભાગતું આવ્યું ડુક્કર અને આવી રીતે કર્યો હુમલો, જુઓ વિડીયો…

28

બહામાસમાં કઈક એવું બન્યું જેને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. ફિટનેસ મોડેલ મિશેલ લેવિસ પિગ આઈલેન્ડમાં ફોટોશૂટ કરાવવા માટે પહોંચી હતી. ફોટોશૂટ કરાવતા સમયે એવો હાદસો થયો જેની ચર્ચા દરેક બાજુ થઇ રહી છે. એક ડુક્કર આવ્યો અને એણે મિશેલ લેવિસને બટકું ભરી લીધું. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જે મિશેલએ પોતે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વેનેજુએલાની ૩૨ વર્ષીય ફિટનેસ મોડેલ બીકની પહેરીને સુંદર આઈલેન્ડમાં પોઝ આપી રહી હતી. તેણી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. એમના ફોટાઓને ઘણા પસંદ કરવામાં આવે છે. પરંતુ હવે એમનો એક વિડીયો ખુબજ શેર કરવામાં આવી રહ્યો છે. મિશેલ પોઝ આપી રહી હતી, એ સમયે અમુક ડુક્કર આવી ગયા અને મોડેલની પાછળ પડી ગયા. ક્લિપમાં સાંભળી શકાય છે કે તેણી સ્પૈનિશમાં કહી રહી છે, ‘મને બટકું ભરી લીધું છે.’

View this post on Instagram

🐷🤨🤷🏼‍♀️😂

A post shared by Michelle Lewin (@michelle_lewin) on

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હજુ સુધીમાં આ વિડીયોના ૫૦ લાખથી વધારે વ્યૂઝ થઇ ચુક્યા છે અને હજારો કોમેન્ટ્સ આવી ચુકી છે. એક યૂજરએ લખ્યું, ‘અરે નહિ, હું રોયલ કૈરેબિયન ક્રૂઝથી અહિયાં જઈ રહ્યો છું અને આવો જ પોઝ આપવાનો હતો. પરંતુ હવે નહિ કરું.’ તેમજ એક યુઝરએ લખ્યું, ‘હે ભગવાન, આ કેટલું ફની છે.’ યુએસએ ટુડે સાથે વાત કરતા મિશેલના પતિએ કહ્યું બટકું ભર્યા પછી એ નોર્મલ હતી. એને મેડિકલની જરૂરિયાત ન પડી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment