આ એકસરસાઈઝ ફક્ત 1 મિનીટમાં જ પેટની ચરબી ઘટાડી દેશે…

40

તમે ઘણી વાર એવા લોકો પણ જોયા હશે કે તેમના પેટનો ભાગ “લચી પડ્યો” હોય. આ“લચી” પડવાનો ભાગ એટલે પેટની ચરબી. આ પેટની ચરબીને ઘટાડવાનો એક સરળ અને સહેલો રસ્તો છે, એકસરસાઈઝ. અને આ માટેની અસરકારક એકસરસાઈઝ છે પ્લૈન્ક એકસરસાઈઝ. પરંતુ આ કસરત કેટલા સમય સુધી અને કેવી રીતે કરવી જોઈએ તેના વિશે મોટા ભાગના લોકોને જાણકારી કે જ્ઞાન હોતુ નથી. તો ચાલો આજે અમે તમને પ્લૈન્ક એકસરસાઇઝને કેવી રીતે કરવી અને કેટલો સમય કરવી તેના વિશે જણાવીએ.

આમ જુઓ તો પેટની ચરબી ઘટાડવી કંઈ સામાન્ય કામ નથી. મોટા ભાગના લોકોના શરીરમાં સૌથી વધારે ફેટ એટલે કેચર બીપેટના ભાગ પર જમા થાય છે. અનેક કોશિશ કરવા છતાં પણ પેટની ગોળાઈ એટલે કે ચરબી ઘટતી નથી. પેટની ચરબી ઘટાડવા માટે કેટલાય પ્રકારની એકસરસાઈઝ છે પણ આ બધી જ એકસરસાઈઝ માંથી સૌથી અગત્યની એક એકસરસાઈઝ છે પ્લૈન્ક.

શરીરની ફેટ કે કેલેરી બાળવા માટે પ્લૈન્ક એકસરસાઈઝ સૌથી બેસ્ટ છે. પ્લૈન્ક એકસરસાઈઝની પોઝીશનમાં તમારા શરીરની મોટા ભાગની માંસપેશીઓ એક સાથે એક્ટિવ થાય છે. જેથી આખા શરીરને ફાયદો થાય છે. પેટની ચરબી સાથે આ એકસરસાઈઝથી તમારા શરીરનો દેખાવ પણ સુધારે છે. પ્લૈન્ક એકસરસાઈઝ કદાચ તમને આસન કે સરળ લાગતી હશે પણ તે કરવી થોડીક મુશ્કેલ છે.

આ એકસરસાઈઝમાં સૌથી વધારે જરૂર સંતુલનની હોય છે. જેટલો સમય વધારે તમે પ્લૈન્ક એકસરસાઈઝની સ્થિતિમાં તમારા શરીરને રાખી શકો તેટલું તમારા સ્વાસ્થ્ય કે આરોગ્ય માટે સારું રહે છે. પ્લૈન્ક એકસરસાઈઝ એક્સપર્ટના જણાવ્યા મુજબ જો તમે ફક્ત 1 મિનીટ સુધી પ્લૈન્ક એકસરસાઈઝને 3 વાર કરી શકો તો તેનાથી તમારા શરીરની પેટની ચરબી ઓછી કરવામાં ખાસ્સી મદદ મળે છે.

ફીજીકલટ્રેનર્સના કહેવા મુજબ 60 સેકંડ સુધી પ્લૈન્ક એકસરસાઇઝને હોલ્ડ કરી રાખવાથી એટલે કે પ્લૈન્કની પોઝીશનમાં કે સ્થિતિમાં રહેવાથી તમને સૌથી સારું રીઝલ્ટ મળી શકે છે. શરૂ શરૂમાં આ પ્લૈન્ક એકસરસાઈઝને 60 સેકંડ સુધી તમારા માટે કદાચ અઘરી કે મુશ્કેલ જણાશે પણ એક વાર શરુ કર્યા બાદ ધીરે ધીરે અભ્યાસની સાથે વારંવાર કરવાથી આ પ્લૈન્ક એકસરસાઇઝને કરવી તમારા માટે સરળ બની જશે.અને આસાનીથી કરી શકશો.

ખાસ અગત્યની અને મહત્વની એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે પ્લૈન્ક એકસરસાઇઝની પોઝીશન એટલે કે સ્થિતિ સાચી રીતે રાખેલ હોવી જોઈએ. માથાથી શરૂ કરીને પગ સુધી, તમારું શરીર એક સીધી લીટીમાં એટલે કે સીધી રેખામાં લંબ પોઝીશનમાં રહેવું જોઈએ. પ્લૈન્ક એકસરસાઇઝની આ સ્થિતિમાં જરા પણ આઘું પાછું કે ઉપર નીચે ન ચાલે એમ ચલાવી લેવાથી પ્લૈન્કની એકસરસાઇઝ જરૂરિયાત મુજબ લાભ આપી શકે નહિ કે યોગ્ય સાબિત થઇ શકશે નહિ. માટે પોઝીશનની સ્થિતિને ખાસ ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment