રાત્રે સુવા ટાઇમે પેટ પર માલીશ કરવાના આ 4 મોટા ફાયદા, તમે પણ ટ્રાય કરી જુવો….

15

જુના સમયથી જ પેટ માલીશનો પ્રયોગ થતો આવ્યો છે. તેમ છતાં, તેના ચિકિત્સક ગુણોથી આજે પણ લોકો અજાણ છે. માલીશ કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થાય છે. એનાથી તમે શારીરિક તથા માનસિક રૂપથી પણ ફીટ રહો છો. પેટની માલીશને નિયમિત રૂપથી કરી શકો છો. પેટની માલીશ કરવાથી દુખાવા અને તણાવથી રાહત મળે છે. ચાલો જાણીએ કે પેટની માલીશ કરવાથી કેટલો ફાયદો થાય છે.

ઉંધા સુઈને હાથોમાં તેલ લો અને ત્રણ મિનીટ સુધી માલીશ કરતા રહો. તેની ગરમીને અનુભવો અને મગજને એકદમ શાંત કરીને પોતાનું આખું ધ્યાન માલીશમાં લગાડી દો.

નર્સિંગ અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત શોધ મુજબ પેટની માલીશ કબજિયાત અને પેટના દુખાવાને દુર કરે છે. નિયમિત રૂપથી માલીશ કરવાથી કોશિકાઓ પૂરી રીતે ટોન્ડ થઇ જાય છે અને કબજિયાત મટી જાય છે.

પેટની માલીશ કરવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. નિયમિત રૂપથી કરવામાં આવતી માલીશ પાચનમાં સુધારો લાવે છે, જેનાથી પાચનમાં વધારો થાય છે. તેના સિવાય પેટ સાથે સંબંધિત કોઈ પણ બીમારીથી પીડાવ છો યો માલીશ તમારા માટે ખુબ જ લાભદાયક છે.

પેટની માલીશ કરવાથી પેટનો ગેસ આરામથી નીકળી જાય છે અને અપચો પણ થતો નથી. નિયમિત રૂપથી ત્રણ મિનીટ સુધી કરવામાં આવતી આ મસાજ પેટ સંબંધિત ઘણી બીમારીથી રાહત અપાવે છે. જો પેટમાં દુખાવો હોય તો માંલીશ કરવાથી તે જગ્યાનું લોહી પરિભ્રમણ વધી જાય છે. પેટની માલીશ લીવર અને તમારા ઘણા આંતરિક અંગોને રાહત પહોચાડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment