પીરીયડ્સના દિવસોમાં આ રીતે સુવામાં થશે તકલીફ, તો વાંચો આ માહિતી….

97

પીરીયડ્સ દરેક મહિલાના જીવનનો ખાસ ભાગ છે. પીરીયડ્સ આવતા પહેલા મોટાભાગે મહિલા ચીડિયાપણું, અનિન્દ્રા, મીઠું ખાવાનું મન કરવું, પેટમાં દુખાવાની તકલીફ થાય છે. પીરીયડ્સમાં આ બધા લક્ષણો સામાન્ય છે. આ દરમિયાન હાર્મોન્સમાં ઘણા ઉતારચઢાવ આવે છે જેના કારણે અમુક મહિલાઓને સુવામાં ઘણી તકલીફ થાય છે. તે સારી રીતે ઊંઘી શકતી નથી. જો તમારી સ્થિતિ પણ એવી જ છે તો એવામાં તમારે શું કરવું જોઈએ ચાલો જાણીએ…

પીરીયડ્સ દરમિયાન આ પોજીશનમાં સુવાથી આરામ રહે છે

એવામાં ફેટલ પોજીશન એટલે કે લેફ્ટ સાઈડ મોઢું રાખીને સુવો. એનાથી પેટની માંસપેશીઓ પર દબાણ પડે છે, જે તનાવ ઓછો કરે છે અને જે પેટમાં થનારા સ્પામને પણ ઓછું કરે છે.

સુતી વખતે ઓશિકાનો ઉપયોગ કરો. સૌથી પહેલા બેડ પર સુઈ જાવ. પોતાના પગને ફોલ્ડ કરીને સુવો. એક ઓશીકાને પોતાના પગની વચ્ચે રાખો અને બીજા ઓશિકાને પોતાની કમરની પાછળ રાખો. એ તમારા પેટ અને અને કમરની માંસપેશીઓને આરામ આપશે.

સુતી વખતે ગરમ પાણીથી નહાવાથી આરામ મળશે. તેના સિવાય એસીનું ટેમ્પરેચર ૨૦ ડીગ્રી સેલ્સિયસ પર રાખો. ઘણી બધી મહિલાઓને પીરીયડ્સ દરમિયાન મીઠું ખાવાનું મન કરે છે. એવામાં જરૂરી છે કે જે ખાવ તે હળવું ખાવ, જેનાથી રાત્રે તમને કોઈ પણ પ્રકારની પાચન સંબંધિત તકલીફ ન થાય. હેલ્ધી વસ્તુ અને ફળોનું સેવન કરો. ખાંડ અને મસાલાવાળા ખોરાક ન ખાવ, કેમ કે તેનાથી તમને રાત્રે ઊંઘ નહિ આવે.

સુતી વખતે હોટ બોટલને પેટ પર રાખો. આ તમારા પેટમાં થનારા દુખાવાને ઓછો કરવામાં મદદ કરશે. પીરીયડ્સના દિવસોમાં એકસરસાઈજ કરવાનું બંધ ન કરો. પોતાનું વર્કઆઉટ ચાલુ રાખો. ઘર પર જ થોડીક એકસરસાઈજ ચાલુ રાખો. તેનાથી તમે રીલેક્સ ફિલ કરશો અને પેટમાં દુખાવો પણ ઓછો થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment