પત્નીના ટુથપેસ્ટ સાથે પતિએ કર્યું ભયાનક કામ, બ્રશ કરવાની સાથે જ મહિલા પહોચી હોસ્પિટલ…

39

ઘરમાં દરરોજ ઉપયોગ થનારી નાની-નાની વસ્તુઓ તરફ આપનું ધ્યાન નથી જતું. પરંતુ સોસીયલ મીડિયામાં વાયરલ થયેલી એક સ્ટોરીથી લોકો હેરાન થઇ ગયા છે, કેમ કે ટુથપેસ્ટના કારણે અમેરિકામાં થોડાક વર્ષો પહેલા સવારે બ્રશ કર્યા પછી એક મહિલા અને તેની દીકરીની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી. જેના પછી તેમણે હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.

છતાં પણ ત્યારે તેમણે આના પાછળનું કારણ સમજાણું ન હતું પરંતુ થોડાક દિવસો પછી આ ઘટનાની હકીકત તેમની સામે આવી તો તે હેરાન થઇ ગયા હતા. હકીકતમાં, તપાસ કર્યા પછી ખબર પડી કે તેમની પેસ્ટમાં જેર નાખવામાં આવ્યું હતું, અને આ કામ મહિલાના પતિએ કર્યું હતું જે તેને મારી નાખવા ઈચ્છતો હતો.

હકીકતમાં બાબત ટેનીસીના કોલીવીર્લિ શહેરમાં રહેનારી સ્ટેસી વોર્ટમૈનની છે, જે ડીસેમ્બર ૨૦૧૪ માં રોજની જેમ સવારે ઉઠ્યા પછી બ્રશ કરી રહી હતી. પરંતુ બ્રશ કરતા જ તેમના મોં માં બળતરા થવાની સાથે તેમના માથામાં દુખાવો થવા લાગ્યો. સ્થિતિ ખરાબ થતા જ તેમણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમણે બચાવી લીધા. તેમણે કહ્યું કે થોડુક મોડું થઇ ગયું હોત તો બાબત બગડી શકેત.

સ્ટેસીના પેરેન્ટ્સને લાગ્યું કે લગભગ પેસ્ટમાં જ કઈક ગડબડ થઇ હશે અને તેજ કારણે બંનેની તબિયત બગડી. એટલા માટે તેમણે તે ટુથપેસ્ટને અલગ રાખી દીધી. છતાં પણ તેમણે સાચી હકીકતનો અંદાજો ન હતો. આ ઘટનાના થોડાક દીવસો પછી જાન્યુઆરી ૨૦૧૫ માં એક દિવસે પોલીસ સ્ટેસીના ઘરે પહોચી અને કહ્યું કે ફ્રેડ તેમની હ્ત્યા કરવા ઈચ્છતો હતો.

પોલીસે કહ્યું કે ફ્રેડના ઘરેથી ઘણા પ્રકારના જેરની સાથે તેની એક ફોટો મળી છે. તેના પછી સ્ટેસીને ટુથપેસ્ટ ઘટનાની યાદ આવી અને તે પોલીસને તેના વિશે જણાવવા લાગે છે. પોલીસ તે પેસ્ટને તપાસ માટે મોકલી ડે છે, તપાસ પછી તેમાં જેર હોવાનું સાબિત થઇ જાય છે.

ટુથપેસ્ટમાં જેરીલા છોડથી બનેલું એંકોનીટમ નામનું જેર મળે છે. તેની સાથે જ સ્ટેસી અને તેની ફેમેલીને સમજાઈ છે કે તે જેરીલા પેસ્ટના કારણે જ બધું થયું હતું. છતાં પણ પેસ્ટમાં જેર ભેળવવાનું કામ ફ્રેડએ કોઈની મદદથી કર્યું હતું, તેની જાણ તેમણે ન થઇ.

સ્ટેસી અને ફ્રેડ ઓસ્ટન વોટમૈન (૩૯) ની મુલાકાત યુનીવર્સીટીમાં ભણતા હતા ત્યારે થઇ હતી. ઓસ્ટન આગળ જઈને વકીલ બની ગયા, ત્યારેજ સ્ટેસી બાળકોને ભણાવવા લાગી. વર્ષ ૨૦૦૦ માં લગ્ન પછી બંને કોલીવીર્લિમાં શિફ્ટ થઇ ગયા. આ કપલના ત્રણ બાળક થયા, જેમાં બે દીકરી અને એક દીકરો છે. લગ્ન પછી ૧૪ વર્ષ પછી એપ્રિલ ૨૦૧૪ માં સ્ટેસીએ ફ્રેડને ખોટો અને ધોકેબાજ જણાવતા તલાકની અરજી કરી નાખી.

સ્ટેસીનું કહેવું હતું કે લગ્ન પછી ફ્રેડ તેને છેતરવા લાગ્યો હતો. અલગ થયા પછી બાળકો ફ્રેડ સાથે રહેવા લાગ્યા, ત્યારેજ સ્ટેસી ક્યારેક ક્યારેક જઈને તેમને મળવા લાગી. સ્ટેસીને લાગી રહ્યું હતું કે તલાક પછી ફ્રેડ પણ ખુસ થશે. પરંતુ તેના મગજમાં કઈક અલગ જ ચાલી રહ્યું હતું. પોતાની બદનામી થવાથી રીસાયેલો ફ્રેડ તેમની હ્તાનો પ્લાન કરવા લાગ્યો.

ટુથપેસ્ટમાં જેર મળવાનું સાબિત થતા જ ફ્રેડની ધરપકડ કરવા માટે પોલીસને વધુ સબુતોની જરૂર હતી. તેના પછી પોલીસે પોતાના એક માણસને સુપારી કીલર બનાવીને ફ્રેડ પાસે મોકલ્યો. પોલીસના માણસે જયારે ફ્રેડ પાસેથી સુપારી કીલર બનીને મળ્યો તો તેને સ્ટેસીનો જીવ લેવા માટે કહ્યું અને પૈસા પણ આપવામાં આવ્યા.

ફ્રેડએ તેને જણાવ્યું કે ઘરે ક્યારે મળશે અને તેના માટે તેને હથિયાર ક્યાં મળી જશે. આ સ્ટીંગમાં સલવાઈ ગયા પછી પોલીસે તેને પકડી લીધો. તેમ છતાં તેને પછી જમાનત મળી ગઈ. તેના પછી સ્ટેસીને લાગ્યું કે હવે તે સેફ થઇ ગઈ છે. પરંતુ એવું ન હતું. જુલાઈ ૨૦૧૫ માં ફ્રેડએ ત્રીજી વાર સ્ટેસીને મારવાની કોશિશ કરી.

તેના માટે તેને જેલમાં બંધ એક કેદીનો સંપર્ક કરીને તેને ૭ લાખ રૂપિયા દેવાની વાત કરી. પરંતુ આ વાતની પણ પોલીસને ખબર પડી ગઈ. કોર્ટમાં ચાલેલા કેસ પછી ફ્રેડને ટુથપેસ્ટમાં જેર ભેળવાનું, પત્નીની હત્યા કરવા માટે સુપારી દેવા અને હત્યા માટે કેદીને પૈસા દેવાની વાતમાં તેને દોષી સાબિત કરવામાં આવ્યો. આ મામલમાં ફ્રેડને ૩૦ વર્ષની જેલની સજા થઇ, જેમાં ૧૦ વર્ષ પછી તેને પરોલ મળી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment